________________
(૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન
૪૩૧
૪૩૨
પ્રતિક્રમણ
દેખાય. પાંચસો-પાંચસો સુધી દોષ દેખાય એવી બધી દૃષ્ટિ ખીલી જાય, દર્શન ખૂલતું જાય.
તમારી જોડે વાતચીત કંઇ થાય તો કડક બોલે. પણ જોડે એમને દોષેય દેખાય કે આ ખોટું થઈ ગયું. અને તને દોષ દેખાય કે ના દેખાય ?
પ્રશ્નકર્તા : હા, મારા દોષો મને દેખાય છે. દાદાશ્રી : તો કલ્યાણ જ થઈ ગયું ને !
પ્રતિક્રમણ તો આપણા મહાત્માઓ કેવું કરે છે ? પટ, પટ, પટ થયું કે તરત જ ! ‘શુટ ઑન સાઈટ' પ્રતિક્રમણ કરે છે. એટલે પછી દોષ જ ઊભો ના થાયને !
પ્રશ્નકર્તા: આપણે પ્રતિક્રમણ કરીએ ત્યારે આખી લાંબી વિધિ પ્રતિક્રમણની બોલવાની કે પછી આપણે ભાવથી ટૂંકામાં કરવાની ?
દાદાશ્રી : ભાવથી ટૂંકામાં જ કરી નાખવાની. એ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ તો આપણે લખીએ એટલું જ છે. બાકી એને ટૂંકું કરીએ તોય ચાલી જાય.
પ્રશ્નકર્તા: તો દાદા, ટૂંકું પ્રતિક્રમણ કેવું કરવાનું ?
દાદાશ્રી : આ થયું એ બરાબર નથી, એવું આપણને લાગવું જોઈએ.
પ્રશ્નકર્તા : હા, પણ ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ આમ કરવાનું કેવી રીતે ?
દાદાશ્રી : દાદા ભગવાનની સાક્ષીએ, આ દોષ થયો તેની હું ક્ષમા માગું છું. હવે ફરી નહીં કરું, બસ એટલું જ. એનું ટૂંકામાં ટૂંકું પ્રતિક્રમણ. એના મન-વચન-કાયા ને ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ એવું બધું બોલવાની કંઈ જરૂર નથી. એ તો નવા માણસોને શીખવાડવા માટે છે.
અત્યારે જ્યારે કોઈ માણસને બીજા જોડે વેર હોયને, ત્યારે આ
પદ્ધતિસર બોલવું પડે. વેર હોય ત્યારે પહોંચાડવા માટે, તો વેર છૂટું થાય. એમ પદ્ધતિસરનું બોલ બોલ કરેને, આખું વિગતવાર લાંબું તો બધાનું વેર છૂટતું જાય. અને સાથે પેલાનેય ખબર પડે કે હવે મારું મન એમના તરફ સારું થતું જાય છે. પ્રતિક્રમણ તો એટલી બધી જબરજસ્ત શક્તિ છે.
પ્રશ્નકર્તા : દોષો માટે આપણે બોલીએ કે આ ભવ, સંખ્યાત ભવ, અસંખ્યાત ભવથી વાણીના દોષ થયા હોય, રાગ-દ્વેષના, કષાયના દોષ થયા હોય, એ બધું બોલવાનું ?
દાદાશ્રી : હા, તે બધું બોલવું જોઈએ. બીજા લોકોની જોડે હોય તો એમને એમ થાય. ક્ષમા માંગી લઈએ, પસ્તાવો કરી લઈએ તો ચાલી જાય.
એ છે અમારી ઝીણામાં ઝીણી શોધખોળ જેની જોડે વિશેષ અતિક્રમણ થયું હોય તેની જોડે પ્રતિક્રમણનો યજ્ઞ શરૂ કરી દેવો. અતિક્રમણ ઘણાં ક્યાં છે અને પ્રતિક્રમણ નથી કર્યા તેનું આ બધું છે.
આ પ્રતિક્રમણ તો અમારી ઝીણામાં ઝીણી શોધખોળ છે. જો એ શોધખોળને સમજી જાય તો કોઈની જોડે કશો ઝઘડો રહે નહીં.
ઊંડા પ્રતિકમણમાં પૂર્વભવ પણ દેખાય પ્રતિક્રમણમાં જે બહુ ઊંડા ઊતરે તેને પૂર્વભવ હઉ આરપાર દેખાઈ જાય ! કો'કને પૂર્વભવ હઉ દેખાઈ જાય. બધાને ના દેખાય. કો'કને સરળ પરિણામ હોય, તેને આરપાર દેખાઈ જાય. હવે પૂર્વભવ જોઈને આપણે શું કરવાનું છે ? આપણે તો મોક્ષ જોઈએ છેને ?
ભેગું પ્રતિક્રમણ, પ્રશ્નકર્તા : આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં જે જે દોષ થયા હોય, તેને યાદ કરીને આપણે ક્ષમા માગીએ છીએ. તો દોષો ઘણા