________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
સંયમ !!! બધાને કહેલું કે રસ-રોટલી ખાજો, થી લેજો, બધું લેજો, બધું ખાજો અને નિરંતર સંયમમાં રહે એવો વીતરાગનો માર્ગ છે.
૪૨૯
પ્રશ્નકર્તા : આપણે જે કહ્યું કે રોજ પાંચસો પ્રતિક્રમણ થાય છે. તો જેમ વધારે પ્રતિક્રમણ થાય તેમ સારું કે જેમ ઓછાં પ્રતિક્રમણ થાય તેમ સારું ?
દાદાશ્રી : જેમ વધારે થાય તેમ સારું. નર્યા દોષના જ ભંડાર છે. કૃપાળુદેવે કહ્યું કે ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.' પછી દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય ?’ આ દોષ તો પાંચ દોષ દેખાતા નથી, તે શી રીતે તરાય ? આખું દોષનું ભાજન છે. એટલે પાંચસો-પાંચસો દોષો જેના નીકળે એનું જલદી સાફ થાય છે. કોઈને પચાસ-પચાસ નીકળતા હોય, કોઈને સો-સો નીકળતા હોય, પણ દોષો નીકળવા માંડ્યા છે.
પ્રશ્નકર્તા : પણ જેમ ઊર્ધ્વકરણ થાય એમ દોષ ઓછા થતા જાય ને પછી ?
દાદાશ્રી : ના, ઊર્વીકરણની કોઈ જરૂર નથી. દોષ તો જેમ જાગૃતિ હોય કે તરત જ પકડાય. અને દોષ પકડાય એટલે તરત જ એને ત્યાં આગળ પ્રતિક્રમણ કરી નાખે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન, તરત જ ‘ઑન ધી મોમેન્ટ' કરી નાખે ! ‘શૂટ ઑન સાઈટ !’
પ્રશ્નકર્તા : આ જેટલાં જેટલાં પ્રતિક્રમણ થાય પછી અમુક સ્ટેજે
તો પ્રતિક્રમણ ઓછાં થઈ જાય ને ? વધતાં કેવી રીતે જાય પછી ? દાદાશ્રી : એ તો ઓછાં થતાં થતાં ઘણો ટાઈમ લાગે. કારણ કે અનંત અવતારનો બધો આ માલ ભરેલો છે.
તે થઈને રહે ભગવાત
આ નીરુબેન રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે, કેટલાય વર્ષથી. તે આજે એમનો ઉકેલ આવવા માંડ્યો છે. બીજું કશું કરવાનું નથી, આ આજ્ઞા જ લેવાની છે ને ‘શૂટ ઑન સાઈટ' પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
કરવાનું છે. મહીં કો'ક આવ્યો અને આપણા મનમાં એમ થાય કે, ‘આ વળી આટલી ભીડમાં શું કરવા આવ્યા ?” એ આપણે એના તરફ વિરાધના કરી, માટે એનો આત્મા મહીં જાણી ગયો બધુંય. એટલે આપણે તરત જ કહેવું કે, ‘ચંદુભાઈ, આવી કેમ ભાવના કરી ? અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો.'
૪૩૦
આ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનનો માર્ગ છે, ‘શૂટ ઑન સાઈટ’. રોજ ત્રણસો-ત્રણસો ભૂલો, ચારસો-ચારસો ભૂલો રોજ દેખાશે. પોતાની એક ભૂલ જ જેને દેખાય તે ભગવાન થાય. અને દોષ ના હોત માણસમાં, તો ભગવાન જ હોત બધે ! દોષરહિત જે માણસ થયો એ ભગવાન કહેવાય !
તમારું કામ નીકળી ગયું ! હજુ જેમ જેમ શક્તિ વધશે ને એમ દોષો દેખાતા જશે. અત્યારે સ્થૂળ દોષો દેખાય, પછી સૂક્ષ્મ દેખાય. જેટલા દેખાયા એટલા જાય. નિયમ એવો છે કે જે આપણી અંદર દોષો છે, જેટલા દેખાયા એટલા ગયા. જેમ આપણે ઊંઘી ગયા હોય ને ચોર પેઠો હોય, અને જાગીએ તો ? ચોર ભાગવાની તૈયારી કરે, જાગ્યા એટલે. એવું આ દોષો ભાગવાની તૈયારી કરે, જાગ્યા કે તરત !
ટૂંકામાં ટૂંકું તે પદ્ધતિસરનું પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણની ક્રિયા સમજાવોને. ઘણા એવું કહે છે મેં બસ્સો પ્રતિક્રમણ કર્યા, તો એ કેવી રીતે કરે ?
દાદાશ્રી : એવું છેને, જેમ જેમ વધારે ઊંડો ઉતરતો જાયને, તેમ પોતાના વધારે દોષ દેખાતા જાય.
પ્રશ્નકર્તા ઃ મને તો મારા જ દોષ દેખાય.
દાદાશ્રી : એ તો અત્યારે જ્ઞાન આપ્યું છે એટલે, નહીં તો પહેલાં ક્યાં દેખાતું હતું ? અત્યારે દેખાય છેને ? હવે, એ દેખાય એની માફી માગવી પડે. એનાં પ્રતિક્રમણ કરે એટલે દોષ દેખાવા માંડે પછી. તે કોઈને રોજના પચ્ચીસ દોષ દેખાય, કોઈને પચાસ દેખાય, કોઈને સો