________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૪૨૭
૪૨૮
પ્રતિક્રમણ
અલ્યા મૂઆ, આ બધું કરતો'તો ? અલ્યા, સત્સંગમાં પંદર માણસોની શરમ નહીં ? એવું બધું પ્રાયશ્ચિત્ત, ક્ષમા કરવા જેવું. કાળનો પ્રભાવને ! અત્યારે તો બેનો જોડે, ભાઈઓ જોડે, આ બધું કઈ જાતનું ? આ તો સાંભળવામાં ના આવ્યું હોય, આંખને, કાનને પીડા થઈ પડે. ભટકી ગયા છે ! બહુ થયું, ચેતો, હજી ચેતો !
એક-એક દોષ અસંખ્ય પડવાળા એવું છે ને, આ દુનિયામાં માફી એ મોટામાં મોટું શસ્ત્ર છે. પશ્ચાત્તાપ અને માફી. ભગવાન માફ કરતા નથી. ભગવાનને માફ કરવાનો રાઈટ જ નથી. આ જ્ઞાનીપુરુષ બધા દોષો માફ કરી આપે. એ એજન્ટો છે. મૂળ ભગવાન દેહધારી છે જ નહીં. દેહધારી હોય તે જ કરી શકે. એટલે હજુ કંઈ દોષ થયા, તે મારી પાસે માફી માંગી લેવી. તને તારા કેટલા દોષ રોજ દેખાય છે ?
પ્રશ્નકર્તા : બસ્સો-ત્રણસો દેખાય.
દાદાશ્રી : સાત વર્ષથી, બસ્સો-ત્રણસો દેખાય છે ને, બસોત્રણસો નીકળ્યા કરે છે. પાછા બીજાં નવી દોષ દેખાય.
અગર તો એ દોષની પાંખડી બહુ હોય ને નવા દોષોય હોય પણ આ બધા દોષો છે ને તે અનંત પડવાળા !
પ્રશ્નકર્તા: આમાં રોજ દોષ થયા જ કરે અને એનો પશ્ચાત્તાપ આ રીતે કરીએ એ લીંક તૂટે ક્યારે ?
દાદાશ્રી : એ ખલાસ થાય જ, આ રીતે કરે તો બધા દોષ ખલાસ થાય છે. જે રસ્તે હું ગયો છું તે રસ્તો તમને દેખાડું છું.
પ્રતિમણ જોડે પ્રીતિ પત્નીની જેમ સ્ત્રી જોડે જેટલી ઓળખાણ છે એટલી પ્રતિક્રમણ જોડે ઓળખાણ હોવી જોઈએ. જેમ સ્ત્રી ભુલાતી નથી તેમ પ્રતિક્રમણ ભુલાવું ના જોઈએ. આખો દહાડો માફી માંગ માંગ કરવી. માફી માગવાની ટેવ
જ પાડી નાખવી. આ તો પારકાના દોષ જોવાની દૃષ્ટિ જ પડી છે.
પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ કેટલાંક તે કરવાનાં ?
દાદાશ્રી : આ ખાવ છો, પીવો છો. આખો દહાડો હવા લો છો, તેમ આ આખો દહાડો પ્રતિક્રમણ કરવાનાં.
પ્રતિક્રમણોની વણજાર જેટલા દોષનું પ્રતિક્રમણ કર્યુ, એમ દોષ વધારે દેખાતા જાય. પછી તો કેટલાકને બસ્સો-બસ્સો દેખાય છે. એક ભાઈ કહે છે, શી રીતે દાદા પહોંચી વળે ? આ મારું મગજ થાકી જાય છે, પાંચસો-પાંચસો, હજાર પ્રતિક્રમણ કરું છું છતાં દહાડો નથી વળતો ! કારણ કે માલય એવો જ ભરેલોને ! આમની પાસે બિચારા પાસે માલ જ ક્યાં છે, નાની નાની હાટડીઓ માંડેલી અને પેલાં મોટા ગોડાઉન ભરેલાં, બહુ ખાલી કરી નાખ્યું.
પ્રશ્નકર્તા : આ મહાત્માઓને તો આમ કંઈ થયું કે તરત જ પ્રતિક્રમણના ભાવ આવે.
દાદાશ્રી : તરત જ, એની મેળે જ આવે. સહજમય જ થઈ જાય. તમારે કેટલાં પ્રતિક્રમણ થાય છે ? નીરુબેન : રોજના પાંચસો થઈ જાય.
દાદાશ્રી: ‘આ’ બેન રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે ! તે કોઈ પચાસ કરે, કોઈ સો કરે, જેટલી જેટલી જાગૃતિ વધી તે એટલાં પ્રતિક્રમણ કરે. પણ નિરંતર પ્રતિક્રમણ કરવાનો માર્ગ છે આ.
આ પ્રતિક્રમણ એટલે ‘શૂટ ઑન સાઈટ’. ‘શૂટ ઑન સાઈટ’ એટલે દોષ થતાંની સાથે જ એનું નિવારણ કરી નાખવું, તરત જ ‘ન ધી મોમેન્ટ !” જાગૃતિ એટલી બધી રહે કે ‘શૂટ ઑન સાઈટ’ કર્યા વગર રહે જ નહીં. એક પણ દોષ જોયાની બહાર ન જાય. અને તો માણસના દોષો ખાલી થઈ જાય. અને નિરંતર સંયમ રહે ! નિરંતર