________________
૪૨૬
પ્રતિક્રમણ
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૪૨૫ એફિડેવિટતી જેમ જ મારી પાસે સ્ત્રીઓ અને પુરુષો એફિડેવિટ કરાવે છેને જેમ ત્યાં પોપ (પાદરી) આગળ પોતાના ગુના, કે ભઈ, તમારા ગુના અમને કહો. ત્યારે ત્યાં અંધારું કરવામાં આવે છે, મોટું દેખવાનું નહીં. કારણ કે એ પેલો ગુનેગાર સહન કરી શકે નહીં. સામાને જુએ ત્યાં સુધી પોતાનો ગુનો બોલી શકવાની શક્તિ નથી ધરાવતા માણસો.
અને મારી પાસે તો ઘણીખરી સ્ત્રીઓ ને ઘણાખરા પુરુષો, સોળ વર્ષની ઉંમર હતી ત્યારથી અત્યાર સુધીનો આખો તકતો આપે છે. આ આવું મોટું એફિડેવિટ થયેલું નહીં. એને આલોચના કહે છે. આખો તકતો દેખાડે, એટલે હું જોઈ લઉં. આશીર્વાદ આપું. એટલે બધું એનું ઊડી જાય. એની મહીં રસકસ ઊડી જાય. જેમ દોરી હોય ને મહીં ગાંઠો પાડ પાડ કરી હોય, પણ એ દોરી આમ બાળી મેલીએ ને ગાંઠો રહે. એ ગાંઠો કંઈ નુકસાન કરે કંઈ ? ના. એવી રીતે હું દોરી બાળી મેલું. પછી ગાંઠો તો હોય પણ તે આમ આમ તમારે કરવું પડશે. એટલે ખરી પડશે બધું !
એને કેટલો વિશ્વાસ ! વર્લ્ડમાં ના બન્યા હોય એવા દોષો લખે છે? દોષો વાંચીને જ તમને એમ થઈ જાય કે અરેરે ! આ કેવા દોષ ?
આવા હજારો માણસોએ પોતાના દોષ લખી આપેલા. સ્ત્રીઓએ બધા દોષ ઉઘાડા કરીને કહેલાં છે, સંપૂર્ણ દોષ. સાત ધણીઓ કર્યા હોય તો સાતેયના નામ સાથે લખેલા હોય ! બોલો હવે, અમારે શું કરવું અહીં ? વાત સહેજ બહાર પડી તો એ આપઘાત કરી નાખે, તો અમારે જોખમદારી બહુ આવે. એટલે અમે શું કરીએ ? જોખમદારી અમારી પાસે, કારણ કે એની સાત ભૂલો થઈ હોય એને અમે ઉઘાડી કરીએ તો, શું ઉઘાડી કરવા માટે એણે આ આપ્યું છે ? એટલે આમાં તો અમે બહુ જોખમદારી લીધી છે ! કોઈ માણસ છે તે એમની દસ-અગિયાર વર્ષની છોકરી હોય ને એ પછી મને કહે કે, ‘દાદા, મારી નાખવા જેવો છું'. મેં કહ્યું, ‘અલ્યા કેમ ?” છોડીને પોતે જાતે ઊંચકીને પાછો મહીં હાથ ફેરવી લે, એવું કહે.
પ્રશ્નકર્તા : એવું કેવું બાંધ્યું છે એણે ?
દાદાશ્રી : એવું એક નહીં, કેટલાય આવ્યા'તા. એટલે તો એની બૈરીને એણે કહ્યું કે, “આ છોડી દસ-અગિયાર વર્ષની છેને, તે મને ભોગવવા દેને !” બાપ હાથ ફેરવે, પછી એ છોડીની દૃષ્ટિ ફરી જાય અને ફરી જાય એટલે એ બીજા બધાને જો જો કરતી હોય. છોડી વિકારી થઈ જાય પછી. બાપે તો બહુ સ્થિરતાથી રહેવું જોઈએ. એટલે એણે કોઈ સ્ત્રીને જોવાય નહીં. એવું કશું ભાન ના હોયને ! પેલાને તો મારેલો હઉં. એની બૈરી ને બધાયે ભેગા થઈને, કે કેમ આવી માંગણી કરી ? દુષમકાળનાં વર્તન જોયાં બધાં ?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી : એ છોકરાઓ સત્સંગમાં આવ્યા'તાને, ત્યાં જાત્રામાં, તે સત્સંગના જ માણસો જોડે પૈણેલા. પોતે હોય પચ્ચીસ વર્ષનો અને પેલા પણેલા હોય પાંત્રીસ વર્ષના. તોય મને લખે કે એની જોડે મને ભાવ ઉત્પન્ન થયો હતો, એનું પ્રતિક્રમણ કરું છું. આમનું પ્રતિક્રમણ કરું છું.
આલોચતા પત્ર
અમારી પાસે આલોચના લખી લાવે. તે જેટલા જેટલા દોષ એ પોતે જાણતો હોય, એ બધા જ દોષ આમાં લખે છે. તે પછી એક જણ નહીં, હજારો માણસ ! હવે એ દોષોનું અમે શું કરીએ છીએ ? એનો કાગળ વાંચી, એની પર વિધિ કરીને પાછો એના હાથમાં આપીએ છીએ. અમે કોઈને કહીએ કે આના આવા આવા દોષ છે, સહેજ વાત ફૂટે ને એના દોષો જયારે બહાર પડે તો... પોતાના દોષ એ બહાર પડવા નથી દેતો, એટલા માટે તો એ સાચવ સાચવ કરે બિચારો. પોતાના દોષ સાચવે કે ના સાચવે ? બહાર શાથી નહીં પડવા દેતા હોય ? આબરૂ જાય એમ કહેશે. એણે મને લખી આપ્યું તે કંઈ આબરૂ બગાડવા માટે કંઈ આપ્યું છે ? એ તો કહે, સાહેબ મને ધોઈ આપો, મારાં આવા આવા દોષ થયા છે, કંઈક માફ કરી આપો. તે