________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૪૩૫
૪૩૬
પ્રતિક્રમણ
રહ્યાં. પછી ઓગણત્રીસમાંથી એક પડ જશે એટલે અઠ્ઠાવીસ રહેશે.
અનંત દોષનું ભાજન છે. તે ત્રણ-ત્રણ હજાર દોષ મહીં રોજ દેખાશે. તે ભઈ તો થાકી ગયો એટલે અમે તેનું લેવલ ઉતારી નાખ્યું. એટલું બધું માણસથી ના થાય. જાગૃતિ બહુ વધી ગઈ એટલે દોષો ખૂબ દેખાય. હવે એ માણસ મોટો ધંધાદારી એટલે એને મુશ્કેલી થાય ને ! એટલે એની જાગૃતિ પાછી અમે મંદ કરી નાખી ને એને ‘જાયું પ્રતિક્રમણ’ કરવાનું કહ્યું. જાથું એટલે બધાનું સામટું. જેટલા દોષ થયા હોય તેનું. બાકી આપણું પ્રતિક્રમણ કેવું હોવું જોઈએ ? શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. આ તો બધું કેશ જ હોવું જોઈએ.
દોષ થયો કે તેની સાથે જ પ્રતિક્રમણ, તે કેટલાક માણસો તો એટલે સુધી કહે છે કે દાદા, સહન થતું નથી. આ પ્રતિક્રમણ કરી શકાતું જ નથી મારાથી. એટલાં બધાં પ્રતિક્રમણ કરવાનાં, તે એક પછી એક, પૂરાં થતાં જ નથી. એટલા બધા દોષ દેખાય છે. એટલે પછી એમને જાથું પ્રતિક્રમણ કરવાનું કહીએ. બહુ દોષ થાય તેને શું થાય તે ? નર્યા દોષનો જ ભંડાર છે. અને મનમાં શુંય માની બેઠો છે કે હું કંઈક છું, હું કંઈક છું. શેમાં છું તે તું ? જરા અપમાન કરે ત્યારે ખબર પડે કે શું છે તે ?
ઉપાય, રહી ગયેલા દોષોતો પ્રશ્નકર્તા : ભૂલચૂકથી પ્રતિક્રમણ કરવાના રહી જાય તો સામૂહિક પ્રતિક્રમણથી નીકળી જાય ?
દાદાશ્રી : હા, એનાથી તો બધા બહુ નીકળી જાય. એ તો એક મોટામાં મોટો રસ્તો છે કે બહુ દહાડાની સિલક ભેગી થઈ હોય, તે હડહડાટ ઉડાડી મેલે ! ઊલટાનો એ રસ્તો સારો !
સામાયિકમાં દોષો ચકનાચૂર પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પહેલાંના જે બધા દોષો થયા હોય એ બધા દોષોનું શૂટ ઑન સાઈટ કેવી રીતે થઈ શકે ?
દાદાશ્રી : એ દોષો જરા જાડા હોયને, એટલે એની પ્રકૃતિમાં આવ્યા કરે. એટલે આપણને ખબર પડે, કે આ પહેલેથી છે. એટલે એ દોષનાં વધારે પ્રતિક્રમણ કરવાં.
પ્રશ્નકર્તા : એ સામાયિકથી વધારે ઓળખાયને ?
દાદાશ્રી : હા, સામાયિકથી તો બધા બહુ ઓળખાય. પણ મહીં તો આપણને આ દોષ આવેને, તે પહેલેથી આ પ્રકૃતિનો ગુણ છે, એટલે પહેલાં આ દોષ હતા, એટલે એનું પ્રતિક્રમણ વધારે કરવું. અને કેટલાક દોષો છે નહીં એનું કશું નહીં કરવાનું.
છૂટાય કર્મો થકી જ્ઞાતે કરીને પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી કર્મો બંધાય ખરાં કે ?
દાદાશ્રી : વાંકું બોલે તો બંધાય નહીં પણ છૂટેય નહીં. કર્મ છૂટે ક્યારે ? કે એ જ્ઞાનપૂર્વક હોય, એટલે સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વકથી એનો નિવેડો થાય. અજ્ઞાન કરીને બાંધેલા તે જ્ઞાન કરીને એનો નિવેડો કરી લાવીએ ત્યારે છૂટીએ. અત્યારે ના ગમે તોય એનો જ્ઞાન કરીને નિવેડો લાવવો પડે. ‘હું શુદ્ધાત્મા છું' થઈને એ બધું જોયા કરીએ, એ રીતે બધો નિવેડો લાવવો પડે.
પ્રતિક્રમણ તો (દોષમુક્ત થવા માટે) મોટામાં મોટું હથિયાર છે. ચરણવિધિમાં પ્રતિક્રમણ કે શક્તિઓની માંગણી ?
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરી નાખીએ ? તો વધારે જલદી ઉકેલ ના આવે ?
દાદાશ્રી : ક્યારે ? પ્રશ્નકર્તા : તમારી ચરણવિધિ કરીએ ત્યારે ?
દાદાશ્રી : ના. તે ઘડીએ તો શક્તિ ભરવાની. પ્રતિક્રમણ તો પછી એની મેળે કર્યા કરવાનું.