________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૪૧૯
૪૨૦
પ્રતિક્રમણ
કરુણા છૂટે કે અરેરે ! આ શું દશા છે ! અમે ધોઈ આપીએ અને અમારામાં કંઈ દોષ ન હતા એવું અમે ઓછું કહીએ છીએ ? અમેય કળિયુગમાં જ જન્મેલા ને ! કંઈ ને કંઈ તો દોષ હોય જ ને ! કોઈના વધારે હોય ને કોઈના ઓછા હોય.
આલોચતા, સંપૂર્ણ ગુપ્ત એ (આલોચના) બીજાને વાંચવા આપીએ તો (પેલો) માણસ આપઘાત કરી નાખે. માટે એ જ કાગળિયું અને એને વિધિ કરી આપીએ. એના દોષો ભાંગી અને એને જ પાછું આપી દઈએ. કારણ કે તમારા દોષ હું બીજા કો'કને કહું તો તમે આપઘાત કરો. દોષ કહેવા જેવા ના હોય એવા હોય બધા. આ પેપરમાં આવે છે એવા નહીં, સાંભળ્યા ના હોય, વિચારમાં ના આવ્યા હોય એવા દોષો હોય. પ્રાઈવેટ (ખાનગી) દોષો કહેવામાં આવે છે ને એવાં પ્રાઈવેટ દોષો !
પ્રશ્નકર્તા : પણ જ્ઞાની ચરણે આવ્યા પછી આપઘાત શું કરવા કરે ?
દાદાશ્રી : જ્યાં સુધી પોતાના દોષો જ્ઞાની જાણે ત્યાં સુધી સારું છે. પણ બીજો કોઈ એ દોષો જાણે તો વ્યવહારમાં મુશ્કેલી ઊભી થાય. એટલે અમે એવું કરીએ નહીં. એવું કોઈને જાણવા ના દઈએ. એ કેટલું ખુલ્લા હૃદયથી એનું ઓપન કરે છે ! પછી એને એનું કાગળિયું પાછું શા માટે આપું છું ? એને હું એમ કહું કે આને ગુપ્ત રાખજે અને મહિના સુધી આ પાંચ પાંચ કરજે અને પસ્તાવો કર્યા કર, હવે એની પર આંસુ પાડ, રડ અને પછી કાગળ બાળી મેલજે. મહિના સુધી વાંચીને પશ્ચાત્તાપ કરજે. મૂળ મેં ઉડાડી દીધું. હવે તારે ઉપરનો ભાગ ચોખ્ખો કરવાનો રહ્યો. એટલું તું કરજે.
યોર હાર્ટ ત્યાં જ એકતા એકતા આવી ગઈ એ ‘હાર્ટની પ્યૉરિટી' (હૃદયની શુદ્ધતા) કહેવાય. મારે બધાની જોડે એકતા આવી જાય. કારણ કે હાર્ટ ‘પ્યૉર”
જ છે ને ! મને તો અભેદ જ લાગે બધા. અને પોતાનું જે એફિડેવિટ (ગુનાની કબુલાત) લખે છે, તેમાં એકે દોષ લખવાનો બાકી નથી રાખતા. પંદર વર્ષની ઉંમરથી માંડીને ચાલીસ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીના બધા દોષો, એકેય દોષ બાકી નથી રાખતા, મને જાહેર કરી દે છે. આ છોકરા-છોકરીઓ બધાય જાહેર કરી દે છે તેનું શું કારણ ?
પ્રશ્નકર્તા : એ પ્યૉરિટી છે.
દાદાશ્રી : એ પ્યૉરિટી છે. એ જાહેર કરી દે છે, એ પછી હું એને જોઈ વિધિ કરી આપું અને કાગળિયું એને પાછું આપું.
આ તીર્થંકરોએ શું કહ્યું ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. અમારે ત્યાં આલોચના થઈ ગઈ એટલે થઈ ગયું. પછી આગળ કોઈ ઉપરી છે જ નહીં કે જે મંજૂર કરી શકે. અહીં છેલ્લી જ મંજૂરી છે. તે મંજૂર થઈ ગયું પછી તું એની મેળે પ્રતિક્રમણ કર અને પ્રત્યાખ્યાન ભાવ રાખ કે ફરી આ નથી કરવું.
વિવિધ આલોચતાઓ એટલે છોકરીઓ બધી માફી માંગી લે બધી. યાદ કરી કરીને બધું. હં. આ પંદર વરસે આવો ગુનો ર્યો હતો, વીસ વરસે આવો કર્યો હતો, આવા ગુના કર્યા હતા, તે બધા ગુના અહીંયાં યાદ કરીને માફી માગી લે. અને મને કહે કે આજે માફી માગું છું. માટે માફી આપી દેજો.
પછી રહે શું તે તમે જાણો છો ? આપણે આ ઘોડાગાંઠ વાળી હોયને, તે આવતે જન્મે છોડીઓને તે બહુ મુશ્કેલી પડી જાય. પણ એને અત્યારે બાળી મેલીએ તો બળેલી ઘોડાગાંઠ રહે, તે આમ કરીએ ને ઊડી જાય. પછી આવતે ભવ એટલું જ કરવાનું રહ્યું, બસ !
તે સહેલો માર્ગ છે કે ખોટો છે ? બધું ધોઈ આપીએ. એક બાઈ તો મને એવું કહેવા માંડી, ‘દાદાજી, મેં તો આ પેલી બેન જોડે વેર બાંધ્યું છે !” મેં કહ્યું, ‘શેના હારુ વેર બાંધ્યું ? શું વેર બાંધ્યું છે તે ?”