________________
(૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન
તો એ કહે, ‘આવતે ભવે સાપણ થઈને એને કરડીશ ! એવું વેર બાંધ્યું છે.’ મેં કહ્યું, ‘વેર ના બાંધશો.’ ત્યારે એણે કહ્યું કે મેં તો આવું વેર બાંધ્યું છે તો મારે શું કરવું ?” એટલે પછી મેં એને ધોઈ આપ્યું. પણ એણે આવતે ભવ શું વેર બાંધ્યું ?
પ્રશ્નકર્તા : સાપણ થઈને કરડીશ !
૪૨૧
દાદાશ્રી : મેં કહ્યું, ‘બેન, આવડું મોટું જોખમ શું કરવા માંડ્યું ?’ ત્યારે એ કહે, “અમે પૈણ્યા ત્યારે એને મારા ધણી જોડે મિત્રચારી હતી. એ મારા ધણીને છોડતી જ નથી. એટલે મેં તે દહાડે જ નક્કી કર્યું કે હવે આવતે ભવ હું તને છોડું નહીં. આવતે ભવે સાપણ થઈને પણ તને કરડીશ.’ હવે મેં કહ્યું, ‘હવે તને વેર છે ?’ ત્યારે એ કહે, ‘ના, દાદાજી હવે મારે વેરમાંથી છૂટવું છે.' ત્યારે મેં કહ્યું કે ‘હું તને છોડી આપું.' પેલાને બોલાવવાનું નહીં પાછું, એની ગેરહાજરીમાં એ બેનને સમજાવવાનું. ધણીને બોલાવીએ તો ઊલટી ઉપાધિઓ થાય પછી.
અહીં માથામાં વાગ્યું હોયને, તોય બેભાન થઈ જાય. અરે ! આટલી શીશી પી જાય તોય બેભાન થઈ જાય. એટલે બેભાન થવું એમાં કંઈ ગુનો નથી. એટલે એવું બેભાનપણું થાય તો ગભરાવાનું નહીં. પણ જે દોષ થાયને એની દાદા પાસે આલોચના કરી નાખવાની કે દાદા, મને માફ કરો. ત્યારે અમે એને વિધિ કરી આપીએ, કે જે દોષ હતા એને શેક્યા અને શેક્યા એટલે એ ઊગવાને પાત્ર રહ્યા નહીં હવે, ફરી ફળ નહીં આપે. એ બધા નિષ્ફળ ગયા.
આલોચતા પાત્ર કૃત્યો
આ અમે જે જાગૃતિ આપેલી છે, તે જ જાગૃતિ છે, આ કંઈ બીજી જાગૃતિ નથી. એ જાગૃતિને આવરણ આવ્યાં ના હોય તો આજે બહુ દશા ઊંચી હોત. અમે જ્ઞાન આપીએ છીએ, તે દહાડે બહુ ઊંચી જાગૃતિ આવેલી હોય છે. તે ખરી જાગૃતિ છે.
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : અમે બધા દાદા પાસે ‘કન્ફેશન' (કબૂલાત) નથી કરતા, દાદાને કશું કહેતા નથી, આવીને ચૂપચાપ બેસી રહીએ છીએ. પોતાના દોષોનું કંઈ વર્ણન કરતા નથી...
૪૨૨
દાદાશ્રી : અહીં દોષોનું વર્ણન ના કરે તેનો કશો વાંધો નહીં, પણ મહીં જે દાદા બેઠા છે તેની પાસે તો વર્ણન કરે છેને ?
પ્રશ્નકર્તા : હા, એ તો કરું છું પણ જાગૃતિ તો વધવી જોઈએને ? નહીં તો જાગૃતિ વધારવા માટે અમે બધા દોષ દાદાને બતાવ્યા કરીએ ?
દાદાશ્રી : બધા દોષ મને કહેવાના ના હોય. બધા દોષ કહેવા જાવ તો એનો ક્યારે પાર આવે ?
જેને દોષ કાઢવા હોય તેણે મારી પાસે આલોચના કરવી જોઈએ. જેને બહુ મોટો દોષ થયો હોય અને એ દોષ કાઢવો હોય, તો મારી પાસે આલોચના કરે તો આલોચના કરતાંની સાથે જ તે દોષ બંધાઈ ગયો. તેનું મન મારી પાસે બંધાઈ ગયું. પછી એ એનાથી શી રીતે છૂટે ? પછી અમે ભગવાનની કૃપા ઉતારીએ પણ એનું મન અમારી પાસે બંધાઈ જવું જોઈએ. આ બધી માથાકૂટ હું ક્યાં કરવા જઉં ? એટલે એની મેળે આવશે ને કહેશે તો હું દવા કરીશ. હું ક્યાં બધાને ઘેર ઘેર પૂછવા જઉં ?
જેટલો ફાયદો થયો, એટલો તો લાભ થયો. બાકી એનો પાર નથી આવે એવો. અને જેને બહુ જાગૃતિ હોય અને ચોખ્ખું કરવાની ઇચ્છા હોય તો તે મારી પાસે આવશે અને મને ખાનગીમાં આવીને કહેશે કે મારો આવો દોષ થઈ ગયો છે. તો એ દોષ બંધાઈ જાય. હંમેશાં આલોચના કરવાથી દોષ બંધાઈ જાય. દોષ બંધાઈ જાય એટલે
એ દોષ આપણને બહુ ચોંટે નહીં.
જગતને ગમતા હોય એટલા જ દોષ બધાની વચ્ચે મને કહેવા, બીજા બધા ખાનગીમાં જ કહેવા. અમારી પાસે ખાનગીમાં બહુ જણના દોષ આવેલા હોય, પણ તે બધા પ્રાઈવેટ હોય. દોષને ઓપન