________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૪૧૫
૪૧૬
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. આ ઔરંગાબાદમાં જે પ્રતિક્રમણ કરાવીએ છીએ એવાં પ્રતિક્રમણ તો વર્લ્ડમાં ક્યાંય ના હોય.
ચોધાર આંસુ સાથે પગલાં પડે પ્રશ્નકર્તા : ત્યાં બધાં રડતાં હતાં ને ! મોટા મોટા શેઠિયાઓ રડતા હતા.
દાદાશ્રી : હા, આ ઔરંગાબાદનું જુઓને ! કેટલું બધું રડતા હતા ! હવે એવું પ્રતિક્રમણ આખી જિંદગીમાં એક કર્યું હોય તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : મોટા માણસને રડવાની જગ્યા ક્યાં છે ? આ કોક જ હોય.
દાદાશ્રી : હા, બરાબર. ત્યાં તો ખૂબ રડ્યા હતાં બધા.
પ્રશ્નકર્તા : મેં તો પહેલી જ વખત જોયું એવું કે, આવા બધા માણસો સમાજની અંદર જેને પ્રતિષ્ઠિત કહેવાય એવા માણસો ખુલ્લા મોઢે રડે ત્યાં !
દાદાશ્રી : ખુલ્લા મોઢે રડે અને પોતાની બૈરીના પગમાં નમસ્કાર કરે છે. ઔરંગાબાદમાં તમે આવ્યા હશોને, ત્યાં એવું જોયું નથી ?
પ્રશ્નકર્તા : હા, બીજે આવું દૃશ્ય કોઈ ઠેકાણે જોયેલું નહીં !
દાદાશ્રી : હોય જ નહીંને ! અને આવું અક્રમ વિજ્ઞાન ના હોય, આવું પ્રતિક્રમણ ના હોય, આવું કશું હોય જ નહીં.
પ્રશ્નકર્તા : આવો દાદોય ના હોય ! દાદાશ્રી : હા, આવો દાદોય ના હોય. દુનિયાની મોટામાં મોટી અજાયબી ઔરંગાબાદમાં આવું ઔરંગાબાદમાં અમે વરસમાં એક વાર સમૂહમાં પ્રતિક્રમણ
કરાવીએ છીએ એ તો અજાયબી જ કહેવાયને ! આ આપણું પ્રતિક્રમણ થયું એ તો દુનિયાની મોટામાં મોટી અજાયબી છે !
આનાથી તો બહુ શક્તિ વધે. આ તો નરી શક્તિનું જ કારખાનું છે. અને તે ઘડીએ અમે એવડી મોટી વિધિ કરીને મૂકીએ છીએ કે માણસમાં નરી શક્તિઓ જ ઉત્પન્ન થાય. નહીં તો આ વકીલ કંઈ જેવા તેવા માણસ છે ? મરી જાઉં પણ કોઈને પગે ના લાગું કહે, તે શૂરવીર (!) માણસ. પણ એમને એક ફેરો એ શક્તિ ઉત્પન્ન થઈ હતી, ઔરંગાબાદમાં પ્રતિક્રમણ કરાવ્યું ત્યારે સારી એવી શક્તિ ઉત્પન્ન થયેલી. અને એ સમજી ગયેલા કે મને આમાં લાભ છે. શક્તિ ઉત્પન્ન થાય, જબરજસ્ત ! નિર્બળતા જતી રહે બધી.
આલોચતા, આપ્તપુરુષ પાસે જ પ્રશ્નકર્તા : આપની પાસે એવા લોકો આવે છે કે જે પોતાના પાછલા દોષો થયા હોય તેની આપની પાસે આલોચના કરે, તો આપ એને છોડાવો છો ?
દાદાશ્રી : મારી પાસે આલોચના કરે એટલે મારે તો અભેદ થયો કહેવાય. અમારે તો છોડાવવા જ પડે. આલોચના કરવાનું સ્થળ જ નથી. જો સ્ત્રીને કહેવા જાય તો સ્ત્રી ચઢી બેસે, ભઈબંધને કહેવા જઈએ તો ભઈબંધ ચઢી બેસે. પોતાની જાતને કહેવા જઈએ તો જાત ચઢી બેસે ઊલટું, એટલે કોઈને કહે નહીં અને હલકું થવાતું નથી.
એટલે અમે આલોચનાની સિસ્ટમ (પદ્ધતિ) રાખી છે.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ સમક્ષ આ ભવમાં જે દોષો આપણે કર્યા હોય તેની માફી માંગી શકાય ?
દાદાશ્રી : હા. એ દોષો પછી મોળા થઈ જાય. જ્ઞાની પુરુષ પાસે આ કરવામાં આવે, તે પોતે મોઢે કહે તો ઉત્તમ. મોઢે ના કહી શકે તો કાગળ લખીને આપે એ સેકન્ડરી. અને મનમાં ને મનમાં કર્યા કરે એ થર્ડ સ્ટેજમાં. એટલે જે ‘સ્ટાન્ડર્ડ'માં બેસવું હોય તે ‘સ્ટાન્ડર્ડ'માં