________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૪૧૧
દાદાશ્રી : દોષિત ક્યારે ગણાય ? એનો શુદ્ધાત્મા એવું કરતો હોય ત્યારે. પણ શુદ્ધાત્મા તો અકર્તા છે. એ કશુંય કરી શકે તેમ નથી. આ તો ‘ડિસ્ચાર્જ થાય છે, એમાં તું એને દોષિત ગણે છે. દોષ દેખાય તેનું પ્રતિક્રમણ કરવું. જ્યાં સુધી જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય છે, ત્યાં સુધી સમજવું કે અંદર શુદ્ધિકરણ થયું નથી, ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે.
પ્રતીતિમાં નિર્દોષ તે વર્તતમાં ? ‘ડિસ્ચાર્જ માલના આધારે સામો દોષિત દેખાય. પણ પોતાના મનમાં રહેવું ના જોઈએ, નિર્દોષ દેખાવું જોઈએ.
પ્રશ્નકર્તા : નિશ્ચયમાં તો ખાતરી છે કે જગત આખું નિર્દોષ છે.
દાદાશ્રી : એ તો પ્રતીતિમાં આવ્યું કહેવાય. અનુભવમાં કેટલું આવ્યું ? એ વસ્તુ એવી સહેલી નથી. એ તો માંકડ ફરી વળે, મછરાં ફરી વળે, સાપ ફરી વળે, ત્યારે નિર્દોષ લાગે ત્યારે ખરું, પણ પ્રતીતિમાં આપણને રહેવું જોઈએ કે નિર્દોષ છે. આપણને દોષિત દેખાય છે, એ આપણી ભૂલ છે. એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અમારી પ્રતીતિમાંય નિર્દોષ છે અને અમારા વર્તનમાંય નિર્દોષ છે. તને તો હજુ પ્રતીતિમાંય નિર્દોષ નથી આવ્યું, હજુ તને દોષિત લાગે છે. કોઈ કશું કરે તો પછી તેનું પ્રતિક્રમણ કરું છું એટલે શરૂઆતમાં તો દોષિત લાગે છે. નથી લાગતું ?
પ્રશ્નકર્તા : પછી પ્રતિક્રમણ કરે એને પ્રતીતિમાં ના કહેવાય ?
દાદાશ્રી : પણ આમ તો શરૂઆતમાં તો દોષિત જ લાગે છે ત્યારે પ્રતિક્રમણ કરવું પડે છેને ?
પ્રશ્નકર્તા : હા, પછી પ્રતિક્રમણ કરવું પડે છે.
દાદાશ્રી : પણ દોષિત લાગે ત્યારે ને ? માટે નિર્દોષ હજુ તને બેઠું નથીને ?
૪૧૨
પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : એ નિર્દોષની પ્રતીતિ બેઠી હોય ત્યારે પ્રતિક્રમણ કરી શાયને ? દાદાશ્રી : પણ દોષિત લાગે છે તેને જોયા કરવાનો.
જાગૃતિ વધે તેમ અતિક્રમણ ઘટે પ્રશ્નકર્તા: જેમ જેમ જાગૃતિની અખંડતા વધતી જાય તેમ તેમ પ્રતિક્રમણો ઓછાં થતાં જાય.
દાદાશ્રી : પ્રતિક્રમણ તો જો મહીં દોષ થયો હોય તો જ કરવાનાં છે, અતિક્રમણ થયું હોય તો જ. જાગૃતિ વધતી હોય તે દહાડે અતિક્રમણ ભારે થયેલું હોય એવો કોઈ નિયમ નથી.
પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ હોય તો અતિક્રમણ થાય ? દાદાશ્રી : થાય, અતિક્રમણેય થાય ને પ્રતિક્રમણેય થાય.
ઉપયોગ ચૂક્યાતાંય પ્રતિક્રમણ આવું સરસ વિજ્ઞાન હાથમાં આવ્યા પછી કોણ છોડે ? પહેલાં પાંચ મિનિટ પણ ઉપયોગમાં રહેવાતું નહોતું. એક ગુંઠાણું સામાયિક કરવું હોય તો મહા મહા કષ્ટ કરીને રહેવાય અને આ તો સહેજેય તમે જ્યાં જાવ ત્યાં ઉપયોગપૂર્વક રહી શકાય એવું થયું છે !
પ્રશ્નકર્તા : એ સમજાય છે, દાદા.
દાદાશ્રી : હવે જરા ભૂલોને આંતરો, એટલે કે પ્રતિક્રમણ કરો. આપણે નક્કી કરીને નીકળવું કે આજે આ કરવું છે. શુદ્ધ ઉપયોગમાં રહેવું છે. એવું નક્કી ના કરીએ તો પછી ઉપયોગમાં ચૂકી જવાય અને આપણું વિજ્ઞાન તો બહુ સરસ છે. નથી બીજી કોઈ ભાંજગડ.
આપણને એમ લાગે કે આ તો આપણે ઉપયોગ ચૂકીને ઊંધે રસ્તે ચાલ્યા. તે ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઊંધો રસ્તો એટલે વેસ્ટ ઑફ ટાઈમ એન્ડ એનર્જી (સમય અને શક્તિનો