________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૩૮૯
૩૯૦
પ્રતિક્રમણ
ટાઈમ મળે નહીં એટલે બે દહાડામાં પણ એક સામાયિક કરવું. એમાં વિષયોના દોષ જોવાના. એક દહાડો સામાયિકમાં હિંસાના દોષ જોવાના. એ બધા દોષો જોવાનું સામાયિક આપણે ગોઠવવું. અને તે આ ‘દાદાની' કૃપા છે કે સામાયિકમાં બધા જ દોષ દેખાય. નાની ઉંમર સુધીનું બધું તમને દેખાશે અને દોષ દેખાયા એટલે ધોવાઈ જશે અને ધોવાઈ જાય છતાંય, પાછી મોટામાં મોટી ગાંઠ પકડી રાખવી. તેને તો રોજ સામાયિકમાં પોતે લાવવી. એટલે આમ કરતાં કરતાં સામાયિક કરતા જાવ.
પ્રશ્નકર્તા : એ મોટી ગાંઠ છે એમ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : મોટી ગાંઠ તો, વારે ઘડીએ એના વિચાર આવે એ મોટી ગાંઠ. આ બાજુ લીંબુ મૂક્યાં હોય ને આ બાજુ સંતરાં મૂક્યાં હોય, ને આ બાજુ ડુંગળી મૂકી હોય, એ બધાંની ગંધ આવે. પણ જેની વધારે ગંધ આવે તે જાણવું કે આ માલ અહીં વધારે છે. એટલે મહીં આપણને ખબર પડે. બહુ વિચાર આવે, વિચાર પર વિચાર, વિચાર ઉપર વિચાર આવે એટલે આપણે જાણીએ કે ઓહો, આ માલ વધારે છે. એટલે એની પછી નોંધ કરવી કે આ ફર્સ્ટ, આ સેકન્ડ, એવી કેટલી ગાંઠો છે એ જોઈ લેવી. પછી રોજના ઉપયોગમાં લેવું એને. એક ફેરો જુએ-જાણે અને પ્રતિક્રમણ કરે, એટલે એક પડ જાય. એવાં કોઈને પાંચસો-પાંચસો પડ હોય, કોઈને સો પડે હોય, કોઈને બસો પડ હોય પણ બધું ખલાસ થઈ જાય. હવે તો મોક્ષે જવાનું તે નિગ્રંથ થઈને જવું પડે. નિગ્રંથ એટલે અંદરની ગ્રંથિ બધી ગઈ. હવે બહારની ગ્રંથિઓ રહી, બાહ્ય ગ્રંથિઓ અને એય પાછું આ ‘ચંદુભાઈ’ને રહી.
પ્રશ્નકર્તા : દાદા, આપના અમેરિકા જતાં પહેલાં આપની હાજરીમાં એક વખત પ્રતિક્રમણ કરવાનું રાખીશું બધા ?
દાદાશ્રી : હા, આજે સાંજે જ કરાવડાવીએ. મારી હાજરીમાં જ કરીએ. હું ત્યાં બેસીશ ને ! મારી હાજરીમાં બધાએ કરવાનું. આ
પ્રતિક્રમણ તો એક ફેર કરાવેલું, મારી હાજરીમાં જ કરાવેલું અને મેં જાતે કરાવેલું, બહુ વર્ષો પહેલાંની વાત કરું છું અને તે વિષય સંબંધીનું જ કરાવેલું. તે એ કરતાં કરતાં બધા ઊંડા ઊતર્યા ઊતર્યા, તે હવે ઘેર જાય તોય બંધ ના થાય. સૂતી વખતેય બંધ ના થાય, ખાતી વખતેય બંધ ના થાય, પછી અમારે જાતે બંધ કરાવવું પડ્યું !!! એ બધાને તો ખાતી વખતેય બંધ ના થાય અને સૂતી વખતે બંધ ના થાય. ફસાયા હતા બધા, નહીં ? એની મેળે પ્રતિક્રમણ નિરંતર રાત-દહાડો ચાલ્યા જ કરે. હવે પ્રતિક્રમણ કર્યા પછી ‘બંધ કરો, હવે બે કલાક થઈ ગયા એમ કહેવામાં આવે તોય પછી એની મેળે પ્રતિક્રમણ ચાલુ રહ્યા કરે. બંધ કરવાનું કહે તોય બંધ ના થાય. મશીનરી બધી ચાલુ થઈ ગઈ એટલે. મહીં ચાલુ રહ્યા કરે.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં ‘દાદા’ એવું કહે છે ને કે પાછલા દોષો એ બધા જે ઊભરો આવે, તે ગમે તેટલું કરે તોય સમાય નહીં એવું બધા ઊભરાયા જ કરે. દાદાશ્રી : હા, એ બધું ઊભરાયા કરે.
પૂર્વભવતા દોષોનું પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ વિધિમાં પૂર્વભવના દોષોની આલોચના કેવી રીતે કરી શકાય ?
દાદાશ્રી : પ્રતિક્રમણ વિધિ એટલે પૂર્વભવના જે દોષ છેને, તે જ આ ભવમાં પ્રગટ થાય, ત્યારે આલોચના કરવાની હોય છે. આ ભવમાં જે પ્રગટ થાય છે, એ પૂર્વભવના દોષો છે. દોષો પૂર્વભવમાં થાય છે, તે આયોજન રૂપે થાય છે અને ત્યાર પછી પ્રગટ થાય છે, ત્યારે આપણને દેખાય કે પૂર્વભવમાં આ દોષ કરેલો હતો. તેવું અહીં આપણને દેખાય, અનુભવમાં આવે.
પ્રશ્નકર્તા : અમુક દોષો એવા ના હોય કે જે આ ભવને ‘બાય પાસ કરીને આગેલા ભવમાં જતા રહે કે વહેલા આવી જાય ?