________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૩૮૭
૩૮૮
પ્રતિક્રમણ
શૂટ ઑન સાઈટ. જે દોષ થયો કે તરત શૂટ કરી દો. દાદા ભગવાનનું નામ લઈને તરત જ શુટ કરી દો. શૂટ થઈ જશે. પ્રતિક્રમણ તો ચા પીતાંય કરાય, નહાતાં નહાતાંય કરાય. જ્યાં દેહધર્મ છે, મનોધર્મ છે, બુદ્ધિધર્મ છે, ત્યાં સ્થાનને જોવું પડે. પણ આપણને આત્મધર્મ છે એટલે દેહધર્મ બધું જોવાની જરૂર નહીં, ગમે ત્યાં આપણે પ્રતિક્રમણ કરાય.
પ્રતિક્રમણ કરી કરીને જેટલી ભૂલ ભાંગી તેટલો મોક્ષ પાસે આવ્યો. પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચીટકે નહીંને, બીજા જન્મમાં ?
દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં ને અહીં પ્રતિક્રમણ એટલાં કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં.
એટલે પ્રતિક્રમણ કરાય કરાય કરવાં પડે. ચાલો. પ્રતિક્રમણ કરો આનાં, કહીએ. વ્યવહારમાં આપણાથી થાય એવું હોય ત્યારે ‘પ્રતિક્રમણ કરો’ કહીએ..
ધરતાં, કુટુંબીજનોનાં પ્રતિક્રમણો અને બીજું ઘરના માણસોનાંય રોજ પ્રતિક્રમણ કરવા જોઈએ. તારા મધર, ફાધર, ભાઈઓ, બહેનો, કુટુંબીઓ, બધાનું રોજેય પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે એની જોડે બહુ ચીકણી ફાઈલ હોય.
એટલે જો કુટુંબીઓ માટે એક કલાક પ્રતિક્રમણ કરીને, આપણા કુટુંબીઓને સંભારીને, બધા નજીકથી માંડીને દૂરના બધા, એમના ભાઈઓ, બઈઓ, એમના કાકા-કાકાના દીકરાઓ ને એ બધાં, એક ફેમીલી (કુટુંબ) હોયને, તો બે ત્રણ-ચાર પેઢી સુધીનું, તે બધાને સંભારીને દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય ને, તો મહીં અંદર ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય અને એ લોકોનાં મન ચોખાં થઈ જાય, આપણા તરફથી. એટલે આપણા નજીકનાંને, બધાને સંભારી સંભારીને કરવું. અને રાતે ઊંઘ ના આવતી હોય તે ઘડીએ આ ગોઠવી દીધું કે ચાલ્યું. આવું નથી
ગોઠવતા ? એવી એ ગોઠવણી, એ ફિલ્મ ચાલુ થઈ તો તે બહુ આનંદ તે ઘડીએ તો આવે. એ આનંદ માણે નહીં !
પ્રશ્નકર્તા : હા, ખરી વાત છે.
દાદાશ્રી : કારણ કે પ્રતિક્રમણ જ્યારે કરે છે ને, ત્યારે આત્માનો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય છે. એટલે વચ્ચે કોઈની ડખલ નથી હોતી.
પ્રતિક્રમણ કોણ કરે છે ? ચંદુભાઈ કરે. કોના માટે કરે ? ત્યારે કહે, આ કુટુંબીઓને સંભારી સંભારીને કરે. આત્મા જોનારો. એ જોયા જ કરે. બીજી કશી ડખલ છે જ નહીં એટલે બહુ શુદ્ધ ઉપયોગ રહે.
આજે રાતે પ્રતિક્રમણ કરજો ને તમારા બધા કુટુંબીઓના, ટાઈમ ખૂટી પડે તો કાલે રાતે કરજો. પછી ખૂટી પડે તો પરમ દહાડે રાતે, અને તે એટલે સુધી નહીં, આપણે ગામમાં ઓળખતા હોય એ બધાને સંભારીને પ્રતિક્રમણ કરવાં જોઈએ. ગામમાં કોઈને જરા આમ ધક્કો વાગ્યો હોય ને કોઈના ઉપર મારાથી રીસ ચઢી હોય, એ બધું ચોખ્ખું તો કરવું પડશે ને ? બધાં કાગળિયાં ચોખ્ખાં કરવાં પડશે.
પ્રશ્નકર્તા ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હોયને, તે આપણને યાદ પણ ના આવતું હોય તો ?
દાદાશ્રી : યાદ ના આવે તેને ? તે તો રહી ગયું એમને એમ જ ! એ પછી સામાયિક કરવાનું, એમાં યાદ આવશે.
પ્રશ્નકર્તા : સામાયિકમાં યાદ આવે ? દાદાશ્રી : હા, કેટલાકને તો પાંચ વર્ષ સુધીનું બધું યાદ આવે.
તિગ્રંથ દશા, ગ્રંથિઓ છેદીને પ્રશ્નકર્તા : આપણે બચપણમાં ભૂલ કરી છે, જુવાનીમાં ભૂલ કરી છે કે પછી ભૂલ કરી છે, એ બધું એક પછી એક દેખાય.
દાદાશ્રી : હવે તે રોજ એક કલાક ટાઈમ મળે ત્યારે કરવું. રોજ