________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
દાદાશ્રી : ના, ના એ એવા ના હોય. કોઈ આંબો એવો હોય કે જે મોર આવ્યા સિવાય, શાખ પડેલી કેરીઓ તરત આપે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તેવી રીતે પહેલાં આનો મોર આવે. આ બધુ વિધિપૂર્વક છે, અવિધિપૂર્વક નથી, ગપ્પુ નથી આ. એટલે ગયા અવતારમાં મોર આવે અને આ અવતારમાં હાફૂસ કેરી તૈયાર થાય. ત્યાર પછી કડવુંમીઠું ફળ આપે.
પ્રશ્નકર્તા : ફળ એક ભવ પછી, મોડું ના આવે ?
દાદાશ્રી : ના, એવું નહીં.
પ્રશ્નકર્તા : આ જ ભવમાં ફળ આવે બધાં ?
૩૯૧
દાદાશ્રી : આ ભવમાં આવી જવું પડે. કારણ કે બીજા ભવનો શો વિશ્વાસ ? બીજા ભવમાં તો ગધેડામાં ગયો હોય અને મનુષ્યનાં કર્મો હોય ! એટલે મનુષ્યમાં જ ફળ આવી જાય બધાં.
કાઢો દરરોજ એક કલાક
દાદાશ્રી : તમે તમારા મોટાભાઈનું પ્રતિક્રમણ કરેલું ? પ્રશ્નકર્તા : એવું કંઈ પ્રતિક્રમણ નથી કર્યું.
દાદાશ્રી : એ બધાં પ્રતિક્રમણ કરવાં પડે. ત્યારે ભેગા થયેલા હોય તો છૂટે. આ પ્રતિક્રમણ કરતી વખતે જે આનંદ થાય તે ખરેખરો થાય. પહેલું તમારા ઘરનાં માણસો જોડે, પછી કુટુંબીઓ જોડે, પછી આપ બેઉની સરખામણી કરતા જાવ રોજ. બપોરે જે આરામ કરોને, તે વખતે કરતાં જાવ. એક એક માણસને. પેલા ઘરનાં છોકરાં-બોકરાં બધુંય. છોકરાં, છોકરાંની વહુ, પછી જુઓ આનંદ ! ઘરમાં આવી રીતે પ્રતિક્રમણ કરો. એક ક્લાકનો પ્રયોગ રાખવો. તે ઘડીએ આનંદ તો જો, જો, સંભારી સંભારીને ! નાનું છોકરું હઉ દેખાય !
પ્રતિક્રમણ
આપણું આ જ્ઞાન તો જુઓ, આપણું જ્ઞાન કેટલું બધું ક્રિયાકારી છે ?! આમ યાદ ના આવે, પણ આમ પ્રતિક્રમણ કરવા બેઠા તો ઘરનાં છોકરાં-બોકરાં બધું ય દેખાય.
૩૯૨
પ્રશ્નકર્તા : દાદા, જો આપે ટકોર કરી હોય કોઈ બાબતમાં કે પ્રતિક્રમણ રોજ કરવાં. પછી એક દિવસ ના થાય, ઓછાં થાય એટલે જે આપણે ટાઈમ કાઢતા હોઈએ, એની પાછળ એ ઓછાં થાય તો હવે ખૂંચે છે. પહેલાં તો એમ કે કર્યા હવે પ્રતિક્રમણ, એવું થતું હતું.
દાદાશ્રી : ખૂંચે એટલે જાણવું કે આપણે આ બાજુ ગયા. હવે આ બાજુ આપણું વોટીંગ કર્યું.
પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણનું બહુ સારું થઈ ગયું, દાદા.
દાદાશ્રી : પ્રતિક્રમણ તો કામ કાઢી નાખે.
આજે રાત્રે પહેલાં નજીકનાં જે બધાં હોય ને, ફાધર-મધરથી માંડીને શરૂઆત કરવાની. તે ભાઈ, બહેન, કાકા, કાકી, મામા, મામી, બધાં લઈને ઠેઠ નાનામાં નાના છોકરા સુધી બધાંનું પ્રતિક્રમણ તું કરી લેજે. ઘરનાં છે એટલા સુધીનું કરી લેજે. પછી કાલે વિસ્તાર વધારવાનું પાછું. રોજ વિસ્તાર વધારવાનો પછી. ઓળખાણવાળા, માસ્તર બધાં આવી જાય. પછી તારી જોડેના કોલેજિયનો એનું પ્રતિક્રમણ કરવાનું. બધાંની સાથે ચોખ્ખું કરવાનું. માનસિક સંબંધ ચોખ્ખો કરવાનો. જે કર્મો બંધાઈ ગયેલાં હશે તે પછી જોઈ લેવાશે.
પ્રતિક્રમણ કરો છો કોઈ દહાડો કોઈનાં ? અત્યાર સુધી આ બધાં શેઠીયાઓ-બેઠીયાઓ, બધા ઓળખાણ થયેલાંને, તે આપણા નિમિત્તે કોઈને દુઃખ થયું હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે.
પહેલાં રાગ-દ્વેષ જ્યાં કરેલાં હોય, ત્યાં પ્રતિક્રમણ કરવાં પડશેને ? અને એ ચોખ્ખું કરવામાં જે આનંદ આવે છે એના જેવો કોઈ આનંદ જ નથી બીજો. થઈ ગયા એ તો અજ્ઞાનતામાં થયા, પણ હવે જ્ઞાન થયા પછી આપણે એને ધોઈએ નહીં, એ કપડાં પેટીમાં મૂકી રાખીએ તો ?