________________
(૨૨) નિકાલ, ચીકણી ફાઈલોનો
૩૬૩
૩૬૪
પ્રતિક્રમણ
કચરો માલ ભરેલો છે તે નિર્જરા થયા કરે. એ પછી આવક નહીં એટલે હલકા થયા કરે. પાછો સાંજે ભારે લાગે, પાછો બીજે દહાડે હલકો થાય, પાછો સાંજે ભારે લાગે, પાછો હલકો થાય. આમ કરતાં કરતાં નિર્જરા થતી થતી થતી માલ ખાલી થાય.
ટાંકી ખાલી ક્યારે થઈ રહે ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી મોક્ષ છે ? અત્યારે મોક્ષ માટે પ્રતિક્રમણ કરવાની જરૂર ?
દાદાશ્રી : અતિક્રમણ કરે તો જ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. બાકી પ્રતિક્રમણની જરૂર નથી. અતિક્રમણ કરે એવો સ્વભાવ હોય તો જ પ્રતિક્રમણ કરવાનું. અને તેય સ્વભાવ ક્યાં સુધી રહે છે ? ગમે એટલો તોફાની માણસ હોય, તોય અગિયાર કે ચૌદ વર્ષ સુધી એની કોઠી ભરેલી હોય છે. પછી તો એ બધું ખલાસ થઈ ગયેલું હોય છે. ભરેલી કોઠી કેટલા દહાડા ચાલે ? ટાંકી ભરેલી છે, બીજું નવું મહીં રેડીએ નહીં તો એ કેટલા દહાડા ચાલે ? પણ પ્રતિક્રમણ કરવું સારું, અતિક્રમણ થાય તો.
ડખો “વ્યવસ્થિત' છે ? તારે બહુ ડખો થઈ જાય છેને ? પ્રશ્નકર્તા: કો'ક વખત થઈ જાય. દાદાશ્રી : કો'ક વખત માણસ મરી જાય તો પછી ? પ્રશ્નકર્તા : ડખો થઈ જાય એ વ્યવસ્થિતને આધીન હશે ને ?
દાદાશ્રી : ‘થઈ ગયું એ ભાગ વ્યવસ્થિતને આધીન, પણ થવાનું છે એ વ્યવસ્થિતને આધીન નથી. થઈ ગયું એની ચિંતા ના કરો. એનું પ્રતિક્રમણ કરો. ખોટું થાય છે અને જેણે કર્યું હોય તેને કહો કે, ‘પ્રતિક્રમણ કર.” ચંદુભાઈએ કહ્યું, તો ચંદુભાઈને કહીએ કે, ‘તું પ્રતિક્રમણ કર.”
પ્રશ્નકર્તા : આપણે વ્યવસ્થિતને તાબે મૂકી દઈએ છીએ તો આપણે પુરુષાર્થ શું કરવાનો ?
દાદાશ્રી : પુરુષાર્થ તો આ આપણે ‘ચંદુભાઈ’ શું કરે છે એ જોયા કરવું, એ આપણો પુરુષાર્થ. ચંદુભાઈનું પૂતળું શું કર્યા કરે છે, આખો દહાડો એ જોયા કરવું એ પુરુષાર્થ !
તે જોયા કરતાં કરતાં એમ વચ્ચે એવું કરાય ખરું કે “કેમ ચંદુભાઈ,’ ‘તમે દીકરા જોડે આટલું કડક થઈ ગયા છો ?” માટે તમે પ્રતિક્રમણ કરો. તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. એવું વચ્ચે વચ્ચે કરાય.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો પાછું થઈ જાય છે.
દાદાશ્રી : પ્રતિક્રમણ થઈ જાય છે તે જ કહું છું ને ! પ્રતિક્રમણ જોડે થઇ જ જાય છે, આપમેળે થઈ જાય છે. એટલે જોયા જ કરવાનું છે. પ્રતિક્રમણ થઈ રહ્યું છે તે આપણે જોયા કરવાનું.
“શું બન્યું', જોયા કરો આપણે આ ભાવકર્મ આમાં છે જ નહીં. આપણે તો ભાવકર્મથી મુક્ત થઈ ગયેલા છીએ. ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી મુક્ત શુદ્ધાત્મા થયેલા છીએ. એટલે તમે શુદ્ધાત્મા અને આ ‘ચંદુભાઈ’ બે જુદા છે. પ્રકૃતિને જોયા કરવી એનું નામ પુરુષ. પુરુષ થઈને પુરુષાર્થ કરે એ મોક્ષનો પુરુષાર્થ કહેવાય.
ગમે તેવું કાર્ય કર્યું હોય અને ફળ ભયંકર આવ્યું હોય પણ એ વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેતો હોય તો પ્રતિક્રમણ કરશો નહીં.
વ્યવસ્થિતનો અર્થ શો ? ‘ચંદુલાલ શું કરે છે, તેને જોયા જ કરવાનું એ વ્યવસ્થિતનો અર્થ. બીજું ‘ચંદુલાલે’ કો'કનું બે લાખનું નુકસાન કર્યું તેય જોયા કરવાનું. આપણે એમાં તન્મયાકાર નહીં થવાનું. આવું કેમ કર્યું ? એનું પ્રતિક્રમણ કરવાનું. એકસ્યુઅલી (ખરેખર) આ બધાને ના સમજણ પડે. વ્યવસ્થિત એટલે જે છે એ જ કરેક્ટ, પણ