________________
૩૬૨
પ્રતિક્રમણ
(૨૨) નિકાલ, ચીકણી ફાઈલોનો
૩૬૧ હવે બધા લોકોના દોષ દેખાતા બંધ થઈ ગયા ? પ્રશ્નકર્તા : હા, દાદા. કોઈવાર દોષ દેખાય તો પ્રતિક્રમણ કરી
લઉં..
સત્સંગથી ભંગાય ભૂલો આપણી ભૂલ ના ભંગાય તો તે સત્સંગ કરેલો કામનો જ નથી. સત્સંગનો અર્થ જ ભૂલ ભાંગવી. આપણા નિમિત્તે કોઈને દુઃખ ના થવું જોઈએ. જો દુઃખ થાય તો આપણી ભૂલ છે અને ભૂલને ભાંગવી. અને જો ભૂલ ના જડતી હોય તો આપણા કર્મનો ઉદય છે માટે માફી માંગ માંગ કરવી. જો સામો સમજુ હોય તો પ્રત્યક્ષ માફી માંગવી ને સામો અવળો ચઢી જતો હોય તો ખાનગીમાં માફી માંગ માંગ કરવી.
પ્રશ્નકર્તા : સંસારમાં ફાઈલોનો નિકાલ કરવામાં ક્યારેક એટલા અસ્તવ્યસ્ત થઈ જઈએ છીએ કે પ્રતિક્રમણ-સામાયિકનો વિચાર સુદ્ધાં આવતો નથી. તે પોલ ખરી ?
દાદાશ્રી : એને પોલ ના કહેવાય. પોલ એને કહેવાય કે આપણી ઇચ્છા હોય ને ના કરીએ.
પ્રશ્નકર્તા : ભૂલો થઈ તેના ગમે ત્યારે પ્રતિક્રમણ કરવા પડશે ને ?
દાદાશ્રી : કંઈ વાંધો નહીં. ભૂલો જાણી તો બહુ થઈ ગયું. પ્રતિક્રમણ તો કોઈને બહુ દુઃખ થયું હોય ત્યારે કરવું.
આપણો આ અક્રમ માર્ગ, તે કર્મો ખપાવ્યા વગરનો માર્ગ, એટલે આ નિર્બળતા ઊભી થયા વગર રહે નહીં. હવે જેને કોઈને, એકલી માનસિક નિર્બળતા ઊભી થાયને, તો મનનું એકલું પ્રતિક્રમણ કરવાનું. બધું લાંબું પ્રતિક્રમણ કરવાનું રહ્યું નહીં ને પ્રતિક્રમણ કર્યું એટલે એ ચોખ્ખું થઈ ગયું. પણ જે માલ ભરેલો છે એ નીકળ્યા વગર રહે નહીંને ! નિર્બળતા ઊભી થાય છે છતાં મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરે એ ગુનેગાર નથી. પણ પ્રતિક્રમણ કરવાથી એ દાદાની આજ્ઞામાં જ છે. આ તો એકદમ શક્તિ ક્યાંથી લાવે ? તે અતિક્રમણ તો થાય
પણ પ્રતિક્રમણ કરી લઈએ. છતાં આપણું જ્ઞાન કેવું છે કે ગમે તેવા સંજોગોમાંથી બચી શકે ખરો, તે એનું નામ જ્ઞાન કહેવાય. એવું છે કે આપણો આ વીતરાગ માર્ગ છે, એમાં ગમતું હોય ત્યાં સુધી ક્રમણ થાય. પણ ના ગમતું થયું એટલે પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું.
આજ્ઞા ચૂક્યા ? કરો પ્રતિક્રમણ રસ્તો આ છે કે ‘દાદાની આજ્ઞામાં રહેવું છે” એવો નિશ્ચય કરીને બીજે દહાડેથી શરૂ કરી દે. અને જેટલું આજ્ઞામાં ના રહેવાય એટલાનાં પ્રતિક્રમણ કરવાનાં. અને ઘરનાં દરેક માણસને સંતોષ આપવો, સમભાવે નિકાલ કરીને. તોય એ ઘરનાં બધાં કૂદાકૂદ કરે, તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો હિસાબ છે તેથી કૂદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું. એટલે ઘરનાં બધાંને પ્રેમથી જીતો. એ તો પછી પોતાનેય ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરનાં માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો ઘરનાં માણસો એના પક્ષમાં જ હોય.
પોતે' જજ તે “ચંદુ’ આરોપી જે પુદ્ગલ નીકળતું હોય તે, કો'કની જોડે વઢવઢા કરતું હોય, મારમાર કરતું હોય તોય તમે તેને જોયા કરશો તો તમે તેના જોખમદાર નથી. કોઈ કહેશે કે જ્ઞાન લીધા પછી આ કેમ મારમાર કરે છે હવે ? તો આપણે શું કહેવાનું? જેવા ભાવે બંધ પડ્યો હતો તેવા ભાવે નિર્જરા થાય છે. તે નિર્જરાને જોયા કરો. છતાં નિર્જરામાં એક બાબત એવી હોવી જોઈએ કે કોઈની પર અતિક્રમણ ન થવું જોઈએ. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. તે પ્રતિક્રમણ ચંદુભાઈએ કરવાનું. આપણે કશું કરવાનું નહીં. જજને તો કશું કરવાનું છે નહીં. જે આરોપી છે, તેની પાસે જ કરાવવાનું. જે ખાય તે આરોપી. જે ખાય તે સંડાસ જાય. જજને તો ખાવાનું ના હોય, સંડાસ જવાનું ના હોય, જજ તો જજમેન્ટ જ આપ્યા કરે. આરોપીનો ગુનો મારો જ ગુનો છે, એવું જ કોઈ દહાડો બોલે નહીં. આપણા મહાત્મા કોઈ દહાડો બોલી જાય તો કેવી ભૂલ થઈ ગણાય ? બહુ ઝીણી વાત છે. સૂક્ષ્મ રીતે છે.