________________
૩૬૦
પ્રતિક્રમણ
(૨૨) નિકાલ, ચીકણી ફાઈલોનો
૩૫૯ પ્રશ્નકર્તા : એ જોયા કરવાનું એટલે એની સાથે સહમત નહીં થવાનું ?
દાદાશ્રી : સહમત તો હોય જ નહીં, જોયા કરનાર સહમત તો હોય જ નહીં. આપણે આ હોળી જોઈએ તો માણસ દાઝે ?
પ્રશ્નકર્તા : ના દાઝે.
દાદાશ્રી : હોળી મોટી જબરજસ્ત કરી હોય, પણ તે આંખે જુએ તો આંખને શું ?
પ્રશ્નકર્તા : પણ દાદા, આપણાથી ડખો થયો એને આપણે જોયો-જાણ્યો, પણ આપણા આ ડખાથી સામેવાળાને દુ:ખ થયું હોય તો આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે ને ?
દાદાશ્રી : એ તેનું પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ કેમ કર્યું ? સામાને દુઃખ થાય એવું ના કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : મારી દીકરી રોજ પ્રતિક્રમણ કરે છે છતાંય એનું સુધરતું નથી.
દાદાશ્રી : એ તો બહુ માલ ભરેલો, જબરજસ્ત માલ ભરેલો. પ્રતિક્રમણ કરે એ જ પુરુષાર્થ.
પ્રશ્નકર્તા : બહુ માલ ભર્યો છે એમ કહીએ તો એ બચાવ નથી થઈ જતો ?
દાદાશ્રી : ના, ના, આમાં બચાવ હોય જ નહીંને ! બચાવ ના હોય. જગત આખું પ્રતિક્રમણ ના કરે. એક તો ગોદો મારે ને પછી પાછું કહે છે કે “મેં ખરું કર્યું છે'.
સામાની જ ભૂલ દેખાયા પ્રશ્નકર્તા : દાદા, ઘણીવાર એવું થાય છે કે મારી ભૂલ જ નથી. કો'ક વાર મારી ભૂલની મને ખબર પડે અને ઘણીવાર મારી કંઈ ભૂલ
જ થતી નથી, “એમનો’ જ વાંક છે એવું લાગે.
દાદાશ્રી : તને એવું લાગે ? પછી પ્રતિક્રમણ કરતી વખતે ?
પ્રશ્નકર્તા : પણ પછી “એમને’ જરા કઢાપો-અજંપો વધારે થઈ જાય ત્યારે થાય કે હવે આપણી નિમિત્તે આવું ના થવું જોઈએ.
દાદાશ્રી : પણ “મારી ભૂલ થઈ’ એમ કરીને પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : પણ મને મારી પોતાની ભૂલ લાગતી જ નથી. મને તો એમની જ ભૂલ લાગે.
દાદાશ્રી : ભૂલ થયા વગર કોઈને દુઃખ થાય જ નહીંને ! આપણી ભૂલ થાય તો કો'કને દુઃખ થાય.
પ્રશ્નકર્તા : મને તો એવું લાગે કે એમની પ્રકૃતિ જ એવી છે તેથી આવું તેમને લાગે છે.
દાદાશ્રી : એવી પ્રકૃતિ ગણાય નહીં. આ બધા લોક સારી પ્રકૃતિ છે કહે છે ને તું એકલી જ કહું છું કે ખરાબ છે. એય ઋણાનુબંધ છે, હિસાબ છે.
પ્રશ્નકર્તા : મને એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.
દાદાશ્રી : એથી કરીને એ તારી ભૂલ છે એમાં. ભૂલ તારી છે. આ મારાથી મારા માબાપને કેમ દુઃખ થયું ? એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ ના થવું જોઈએ. હવે સુખ આપવા આવી છું, એવું મનમાં હોવું જોઈએ. મારી એવી શી ભૂલ થઈ કે માબાપને દુ:ખ થયું ?
ત્યારે સંસાર છૂટે દોષો દેખાતા બંધ થાય તો સંસાર છૂટે. આપણને ગાળો ભાંડે, નુકસાન કરે, મારે તોય પણ દોષ ના દેખાય ત્યારે સંસાર છૂટે. નહીં તો સંસાર છૂટે નહીં.