________________
(૨૨) નિકાલ, ચીકણી ફાઈલોનો
૩૫૭
૩૫૮
પ્રતિક્રમણ
દાદાશ્રી : તો પ્રતિક્રમણની દવા આપેલી છે. અરે, કશું ના થાય તો કશું વાંધો નહીં. આલોચના નહીં કરે તેય મેં માફ કરી છે. આ હું જાણું એ આજના લોકોને કળ વળતી નથી. શું આલોચના કરવાનાં છે ? એના કરતાં પ્રતિક્રમણ કરવા દો ને !
પ્રશ્નકર્તા : એમાંય પ્રત્યાખ્યાન કરવાનું છે ને ?
દાદાશ્રી : અરે, પ્રત્યાખ્યાનેય નહીં કરે તો ચાલશે. અતિક્રમણ કર્યું ને પ્રતિક્રમણ કરશે, આજનાં કળ વગરનાં માણસો.
આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન આખું ના થાય તો પ્રતિક્રમણ કરે તો બહુ થઈ જાય. ચીકણી ફાઈલના પ્રતિક્રમણ કર કર કરીએ, દોષનાં પ્રતિક્રમણ કરીએ. એટલે આમ એની ડિઝાઈન રહે, પણ આમ હાથ અડે એટલે ઊડી જાય, પડી જાય. જે ચીકણું હતું તે પ્રતિક્રમણ કરવાથી ચીકાશ ના રહે એમાં પછી. ચીકાશ ‘હપુચી’ ઊડી જાય. નહીં તો આમ હાથ ઘસ ઘસ કરીએ તોય એ ના ખસે.
પ્રશ્નકર્તા : એટલે ચીકણાં કર્મોનો ક્ષય કરવા માટે પ્રતિક્રમણ કરવું?
દાદાશ્રી : બીજો ઉપાય જ નથી, આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન સિવાય. આલોચના એટલે દાદાને યાદ કરીને કહેવું કે “મારી આ ભૂલ થઈ છે અને તે હવે ફરી નહીં કરું એટલું પ્રત્યાખ્યાન કરી લે એક ફેરો, બસ. આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી.
ભાવ જ કરવાના સમભાવે નિકાલતા ઘણા માણસો મને કહે છે કે, ‘દાદા, સમભાવે નિકાલ કરવા જઉ પણ થતું નથી !' ત્યારે હું કહું છું, “અરે ભઈ, નિકાલ કરવાનો નથી ! તારે સમભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સમભાવે નિકાલ થાય કે ના થાય, તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહેને ! એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે અને ના પડે તો તે “નેચર'ના આધીન છે.”
અમે તો આટલું જ જોઈએ કે, “મારે સમભાવે નિકાલ કરવાનો છે.” એટલું તું નક્કી કર. પછી તેમ થયું કે ના થયું તે અમારે જોવાનું નથી. આ નાટક જોવા ક્યાં સુધી બેસી રહીએ ? એનો પાર જ ક્યાં આવે ? આપણે તો આગળ ચાલવા માંડવાનું. વખતે સમભાવે નિકાલ ના પણ થાય. હોળી સળગી, નહીં તો આગળ ઉપર સળગાવીશું. આમ ફૂટાફુટ કરવાથી ઓછી સળગે ? એનો ક્યારે પાર આવે ? આપણે દીવાસળીઓ સળગાવવી, બીજું સળગાવ્યું, પછી આપણે શું કામ ? મેલ પૂળો ને આગળ ચાલો.
આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે, કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઈલો હોય એનો સમભાવે નિકાલ કરી કહ્યું છે અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા ઉપર ઊભું રહેવાય જ નહીંને ! કિનારા પર જોખમ છે.
એમાં પ્રતિક્રમણોતી નથી જરૂર પ્રશ્નકર્તા : બીજી બધી ફાઈલો છે એનો તો આપણે સમભાવે નિકાલ કરી શકીએ પણ આ ફાઈલ નંબર એકનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો એ વિગતવાર સમજાવોને ? કારણ કે ફાઈલ નંબર એકના જ બધા ડખા હોય છે.
દાદાશ્રી : એ ડખાને જોવાથી જ જતા રહે, ફાઈલ જોવાથી જ. વાંકો હોય કે ચૂંકો હોય, એને ફાઈલની સાથે ભાંજગડ બહુ ના હોય. એને જોવાથી જ જતા રહે. સામો ફાઈલવાળો ક્લેઈમ માંડે તો એનું પ્રતિક્રમણ કરવું પડે. આમાં કોઈ દાવા માંડનારો કોઈ નહીં ને ! દાવો માંડનાર કોઈ નહીં એટલે એને જોવાથી જ જતા રહે. ખરાબ વિચાર મનમાં આવતા હોય, થોડા આડા આવતા હોય, બુદ્ધિ ખરાબ થતી હોય, એ બધું જોયા જ કરવાનું, જે જે કાર્ય કરતા હોય તેનો વાંધો નહીં, આપણે તો એ જોયા કરવાનું.
આ તો સરળમાં સરળ મોક્ષમાર્ગ છે, સહેલામાં સહેલો મોક્ષ !