________________
(૨૧) છૂટે પ્રકૃત્તિ દોષો આમ
૩૫૫ દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે ભાનમાં રાખે. પ્રતિક્રમણ કરે, બધું જ કરે. તમારે ભાન રહે છે કે નહીં ? પ્રશ્નકર્તા : રહે છે, દાદા.
એ કહેવાય પ્રત્યાખ્યાત પ્રશ્નકર્તા : ભૂલનું પ્રતિક્રમણ હાર્દિક કરે, બહુ સારું કરે, પણ પાછો નિશ્ચય બહુ સારો ન કર્યો તો ?
દાદાશ્રી : નિશ્ચય એ પ્રત્યાખ્યાન બરાબર છે. નિશ્ચય કરે તો ઉત્તમ વસ્તુ છે. ના નિશ્ચય કરે ને ફક્ત પ્રતિક્રમણ કરે એટલે પેલી ભૂલ તો ભૂંસાઈ ગઈ પછી ફરી આવશે એટલે ફરી ભૂંસી નાખશે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે નહીં કરું એવું. પ્રત્યાખ્યાનનો અર્થ એ ફરી નહીં કરું એટલે નિશ્ચય કરેને, એ ઉત્તમ વસ્તુ છે.
[૨૨] તિમલ, ચીકણી ફાઈલોનો
હિસાબ પ્રમાણે ચૂકવાય પ્રશ્નકર્તા : એમની ફાઈલ નંબર એકને હજી રાગ વર્તે છે ને? એ રાગને લઈને બધું ઊભું થાય.
દાદાશ્રી : શું રાગ વર્તે છે ?
પ્રશ્નકર્તા: આ મારો ભાઈ છે. તો ભાઈનું કો'ક વિરુદ્ધ બોલે તો એની સામે જરાક...
દાદાશ્રી : એ તો બધો ભરેલો માલ છે, એ થાય. પણ પછી પ્રતિક્રમણ કરે એટલે શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ કોનું નામ કહેવાય ? પ્રતિક્રમણ કરતો હોય એ શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ હેતુ માટે પ્રતિક્રમણ કરે છે ? આમાં એનો હેતુ શો છે? શુદ્ધ ઉપયોગનો. તમારી બે નંબરની ફાઈલ જબરી જ છે ને ?
પ્રશ્નકર્તા : આપણે જબરી માનતા જ નથી. આપણી જબરી છે જ નહીં. અને ફાઈલને ગા ગા કરીએ તો આપણે દોષમાં પડીએ કે નહીં ?
દાદાશ્રી : પડીએ ! ફાઈલને શું કરવા ગા ગા કરીએ ? આપણે શું લેવાદેવા ? આ ફાઈલ. આ તો કર્મના ઉદય પ્રમાણે હિસાબ ચૂકવાયા કરે. જેટલું ઋણાનુબંધ છે એટલું ચૂકવાયા કરે.
ચીકણાં કર્મોનાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરતાં કરતાં પણ અતિક્રમણ થાય.