________________
૩૫૪
પ્રતિક્રમણ
(૨૧) છૂટે પ્રકૃત્તિ દોષો આમ
૩૫૩ નીકળે, એની એ જ ભૂલ નીકળ્યા કરે પણ પ્રતિક્રમણ તો કર્યો છૂટકો.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો કરે પણ પોતે આનાથી છૂટો ના થઈ જાય, ત્યાં સુધી બોજો રહે.
દાદાશ્રી : એ તો છૂટકો જ નહીં. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. અતિક્રમણથી આ ઊભું થયું છે ને પ્રતિક્રમણથી એ નાશ થાય છે, બસ !
પ્રશ્નકર્તા : આપણે નક્કી કરીએ કે ભવિષ્યમાં આવું નથી જ કરવું. આવી ભૂલ ફરી નથી જ કરવી. એવું હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) ભાવ સાથે નક્કી કરે. છતાંય ફરી એવી ભૂલ થાય કે ના થાય ? એ પોતાના હાથમાં ખરું ?
દાદાશ્રી : એ તો થાય ને પાછી. એવું છે ને આપણે અહીં આગળ એક દડો લાવ્યા અને મને આપ્યો, હું અહીંથી નાખું. મેં તો એક જ કાર્ય કરેલું. મેં તો એક જ ફેરો દડો નાખ્યો. એટલે હું કહું કે હવે મારી ઇચ્છા નથી. તું બંધ થઈ જા. તો એ બંધ થઈ જશે ?
પ્રશ્નકર્તા : ના થાય. દાદાશ્રી : તો શું થશે ? પ્રશ્નકર્તા : એ તો ત્રણ-ચાર-પાંચ વખત કૂદશે.
દાદાશ્રી : એટલે આપણા હાથમાંથી પછી નેચરના હાથમાં ગયો. પછી નેચર જ્યારે ટાઢો પાડે ત્યારે, તે એવું આ બધું છે. આપણી જે ભૂલો છે, એ નેચરના હાથમાં જાય છે.
પ્રશ્નકર્તા : નેચરના હાથમાં ગયું તો પણ પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો થાય છે ?
દાદાશ્રી : બહુ અસર થાય. પ્રતિક્રમણથી તો સામા માણસને એટલી બધી અસર થાય છે કે જો કદી એક કલાક એક માણસનું પ્રતિક્રમણ કરો તો એ માણસની અંદર કંઈ નવી જાતનો ફેરફાર થઈ
જાય, બહુ જબરદસ્ત ફેરફાર થાય. પ્રતિક્રમણ કરનારો તો આ જ્ઞાન આપેલો હોવો જોઈએ. ચોખ્ખો થયેલો, ‘હું શુદ્ધાત્મા છું' એવા ભાનવાળો. તો એના પ્રતિક્રમણની તો બહુ અસર થવાની. પ્રતિક્રમણ તો અમારું હથિયાર છે મોટામાં મોટું !
પ્રકૃતિ સુધરે ? જ્ઞાન” ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે. અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં કહેશે કે “ના, ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો તેનું પ્રતિક્રમણ કરો.” અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે.
મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, ‘મેલ છાલ, અલ્યા, ન સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધારને !' પછી આપણી ‘રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) નથી ! આટલું બધું આ સાયન્સ' છે ! બહાર ગમે તે હોય તેની ‘રિસ્પોન્સિબિલિટી જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. તમને સમજ પડી હું શું કહેવા માગું છું તે ?
પ્રશ્નકર્તા : હા, સમજણ પડી. દાદાશ્રી : શું સમજણ પડી ? પ્રશ્નકર્તા : ખાલી જોવાનું, એની જોડે તાદાસ્ય નહીં થવાનું.
દાદાશ્રી : એવું નહીં. તાદાસ્ય થઈ જાય તોય આપણે તરત કહેવું, ‘આમ ના હોવું જોઈએ.’ આ તો બધું ખોટું છે. પ્રકૃતિ તો બધું જ કરે, કારણ એ બેજવાબદાર છે. પણ આટલું બોલ્યા કે તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ?
પ્રશ્નકર્તા : વાંધો ના આવે, પણ જ્યારે ક્રોધ થાય ત્યારે તે વખતે ભાન ન આવે.