________________
(૨૧) છૂટે પ્રકૃત્તિ દોષો આમ
૩૫૧
ઉપરે.
પ્રતિક્રમણ
પ્રતિષ્ઠિત આત્મા થયો પ્રતિક્રમણ આત્મા પ્રશ્નકર્તા : ઊંઘમાંથી જાગતાં જ પ્રતિક્રમણ શરૂ થાય છે.
દાદાશ્રી : આ પ્રતિક્રમણ આત્મા થયો. શુદ્ધાત્મા તો છે પણ આ પ્રતિષ્ઠિત આત્મા તે પ્રતિક્રમણ આત્મા થઈ ગયો. લોકોને કષાયી આત્મા છે. કોઈ એકય પ્રતિક્રમણ કરી શકે તેમ નથી વર્લ્ડમાં.
જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મન-વાણી ચોખ્ખાં થતાં જાય.
પ્રતિક્રમણ એટલે બીજને શેકીને વાવવું. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એટલે રોજનું સરવૈયું કાઢવું. જેટલા દોષ દેખાયા એટલા કમાયા. એટલાં પ્રતિક્રમણ કરવાનાં.
તથી જોખમદારી “એવા' પ્રકૃતિદોષમાં પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના થાય એ પ્રકૃતિદોષ છે કે અંતરાય કર્મ છે ?
દાદાશ્રી : એ પ્રકૃતિદોષ છે. અને આ પ્રકૃતિદોષ બધી જગ્યાએ નથી હોતો. અમુક જગ્યાએ દોષ થાય ને અમુક જગ્યાએ ના થાય. પ્રકૃતિદોષમાં પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નથી. આપણે તો એટલું જ જોવાનું છે કે આપણો શો ભાવ છે ? બીજું કંઈ આપણે જોવાનું નથી. તમારી ઇચ્છા પ્રતિક્રમણ કરવાની છેને ?
પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી.
દાદાશ્રી : તેમ છતાં પ્રતિક્રમણ ના થાય, તો એ પ્રકૃતિદોષ છે. પ્રકૃતિદોષમાં તમે જોખમદાર નથી. કોઈ વખતે પ્રકૃતિ બોલેય ખરી ને નાય પણ બોલે, આ તો વાજું કહેવાય. વાગે તો વાગે, નહીં તો નાય વાગે, આને અંતરાય ના કહેવાય.
નિકાચિત કર્મમાં ઊંડાં પ્રતિક્રમણ પ્રશ્નકર્તા: ‘સમભાવે નિકાલ” કરવાનો દૃઢ નિશ્ચય હોવા છતાંય ઝઘડો ઊભો રહે, એ શાથી ?
દાદાશ્રી : કેટલી જગ્યાએ એવું થાય છે ? સોએક જગ્યાએ ? પ્રશ્નકર્તા : એક જ જગ્યાએ થાય છે.
દાદાશ્રી : તો એ નિકાચિત કર્મ છે. એ નિકાચિત કર્મ ધોવાય શાનાથી ? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી. એનાથી કર્મ હલકું થઈ જાય. ત્યાર પછી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય. એના માટે તો પ્રતિક્રમણ નિરંતર કરવું પડે. જેટલા “ફોર્સથી નિકાચિત થયું હોય તેટલા જ ફોર્સ’વાળા પ્રતિક્રમણથી એ ધોવાય.
બોજો, જૂની ભૂલોનો પ્રશ્નકર્તા : જૂનું જે બધું થઈ ગયું હોય ને તેનો બોજો રહે.
દાદાશ્રી : જૂનાનો બોજો આપણે તો આમ બાજુએ નાખી દેવાનો. બોજો આપણે શું કરવા રાખીએ ? આપણને જો હજુ ટચ થતું (અડતું) હોય તો બોજો રહે.
પ્રશ્નકર્તા : પેલું જે જૂની ભૂલો હોયને, એનો બોજો લાગે. દાદાશ્રી : કેટલા વર્ષ પહેલાંની ? પ્રશ્નકર્તા : મહિના, બે મહિના પહેલાની.
દાદાશ્રી : એમાં શી મોટી ભૂલો તે ? પ્રતિક્રમણ કરી નાખવાનું. બીજું શું કરવાનું ?
પ્રશ્નકર્તા : આમ પ્રતિક્રમણ કરીએ પણ ભૂલ એક્ઝક્ટ દેખાય.
દાદાશ્રી : એ તો પ્રકૃતિ દેખાય. પ્રકૃતિ જાય નહીં. પ્રકૃતિ એટલે શું કે ડુંગળીની પેઠ હોય. એક ભૂલ નીકળી, પાછી બીજી નીકળે, ત્રીજી