________________
(૨૧) છૂટે પ્રકૃત્તિ દોષો આમ
વાંચતી વખતે પુસ્તકને નમસ્કાર કરીને કહેવું કે, ‘દાદા, મને વાંચવાની શક્તિઓ આપો.' અને જો કોઈવાર ભૂલી જવાય તો ઉપાય કરવો. બે વાર નમસ્કાર કરવા અને કહેવું કે ‘દાદા ભગવાન, મારી ઇચ્છા નથી છતાંય ભૂલી ગયો તો તેની માફી માગું છું. તે ફરી આવું નહીં કરું.”
૩૪૯
ટાઈમે વિધિ કરવાની ભૂલી ગયા હોઈએ ને પછી યાદ આવે તો પ્રતિક્રમણ કરીને પછીથી કરીએ.
અમે બે જણને છૂટાં પાડીએ તેનો દોષ બેસે, તેથી પ્રતિક્રમણ કરીએ.
પ્રશ્નકર્તા : તમે કર્તાભાવથી ના કરો તોય ?
દાદાશ્રી : ગમે તે ભાવથી કરે પણ સામાને દુઃખ થાય તેવું કર્યું એટલે પ્રતિક્રમણ કરવું પડે.
‘ડિસ્ચાર્જ'માં જે અતિક્રમણો થયેલાં હોય છે તેનાં આપણે પ્રતિક્રમણો કરીએ છીએ. સામાને દુઃખ પહોંચાડે તેવા ‘ડિસ્ચાર્જ'નાં પ્રતિક્રમણો કરવાનાં. અહીં મહાત્માઓનું કે દાદાનું સારું કર્યું તેનાં પ્રતિક્રમણ ના હોય. પણ બહાર કોઈનું સારું કર્યું તો તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે ઉપયોગ ચૂક્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે.
પૂગે, સાચાં પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે ?
દાદાશ્રી : સામી વ્યક્તિને પહોંચે. એ નરમ થતો જાય. તેને ખબર પડે કે ના પડે, એનો આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. આપણાં પ્રતિક્રમણમાં તો બહુ અસર છે. એક કલાક જો કરો તો સામામાં ફેરફાર થાય છે, જો ચોખ્ખા થયા હોય તો. જ્યાં આપણે જેનું પ્રતિક્રમણ કરીએ તે આપણા દોષ તો જુએ નહીં પણ આપણા માટે તેને માન ઉત્પન્ન થાય.
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કરીએ તો નવું ‘ચાર્જ' ન થાય ? દાદાશ્રી : આત્મા કર્તા થાય તો કર્મ બંધાય. પ્રતિક્રમણ આત્મા કરતો નથી. ચંદુભાઈ કરે ને તમે તેના જ્ઞાતા-દ્રષ્ટા રહો.
૩૫૦
નિજસ્વરૂપની પ્રાપ્તિ પછી સાચાં પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરનાર જોઈએ, પ્રતિક્રમણ કરાવનાર જોઈએ.
આપણું પ્રતિક્રમણ એટલે શું ? કે ગરગડી ખોલતી વખતે જેટલા ટુકડા ટુકડા હોય તેને સાંધીને ચોખ્ખા કરી નાખીએ તે આપણું પ્રતિક્રમણ
છે.
પ્રશ્નકર્તા : ચારિત્રમોહ જોવામાં ભૂલ થાય ખરી ? રોજ પ્રતિક્રમણ કરીએ ને પછી એની એ જ ભૂલ કરે કે ના કરે ?
દાદાશ્રી : જે રોજ-રોજ ભૂલ થાય એને ઓળખી લેવી. એ જ ખરી. પ્રતિક્રમણ કરીએ તોય ખસે નહીં. એક-એક પડ તૂટતું જાય.
એક કલાક પ્રતિક્રમણ કરો તોય સ્વસત્તાનો અનુભવ થાય. પ્રતિક્રમણ જો તુર્ત જ રોકડું થઈ જાય તે ભગવાન પદમાં આવી જાય તેમ છે. એક-એક પ્રતિક્રમણમાં રૂપ ભરેલું હોય છે ને અપ્રતિક્રમણ એ કદરૂપું નિશાન છે.
સજીવત પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : સમૂહમાં બેસીને પ્રતિક્રમણ કરવું જોઈએ ?
દાદાશ્રી : એવું તો કશું નહીં. એકલા કરીએ તોય ચાલે. સૂતા સૂતા કરીએ તોય ચાલે, મનમાં કરીએ તોય ચાલે.
પ્રતિક્રમણ કેવું હોય ? સજીવન હોય.
આ તો મૃત પ્રતિક્રમણ. કોઈ દોષ ઘટ્યો નહીં, ઊલટા દોષ વધાર્યાને. પ્રતિક્રમણ ચાલુ રહ્યાં. લોકોને આઠ-આઠ વર્ષથી પ્રતિક્રમણ કરે છે ને એકેય દોષ ઘટતો નથી.