________________
બન્ને સામસામા કરે, તો જલદી ઉકલી જાય; અડધામાં પતી જાય તો, બીજું ઘણું ઉકેલાય ! એક દોષ પાછળ પછી, દોષોની શરૂ પરંપરા; ભેળસેળ ભ્રષ્ટાચાર, પશુગતિમાં લઈ જનારા !
પ્રતિક્રમણ યથાર્થ કહીએ, પ્રત્યેક પળે જે થાય; આખી જિંદગીના દોષો, જોઈ જાણીને ધોવાય ! અપૂર્વ પ્રતિક્રમણ અક્રમનું, સૈદ્ધાંતિક પારિણામિક; નાનપણથી આજ સુધીના, વિડીયોની જેમ દીસે લીંક !
હળવાં ફૂલ ને મુક્ત થવાય, સ્થૂળથી સૂક્ષ્મતમ ધોવાય; અંતે મૂળ ભૂલ જડતાં, અનેરો આનંદ ઉભરાય !
એક ફેર ચાલુ પ્રતિક્રમ, અટકે ના ક્યાંય લગી; બંધ કરવાનું કહે તોય, ચાલુ રહે ગરગડી !
જિંદગીના પ્રતિક્રમ સમે, ન દશા મોક્ષ કે સંસાર; પ્રગટે શક્તિ આત્માની, પ્રજ્ઞા દેખાડે ફોડી પાતાળ ! અંતઃકરણ સંપૂર્ણ બંધ, માત્ર પ્રજ્ઞા ક્રિયાવંત; એક-એક તોડે પડળ, સરવૈયે જન્મ-મરણ અંત !
પ્રતિક્રમણ કરે ત્યારે, આત્માને ન થાય અસર; રાગ-દ્વેષની સહી થયે, તેથી દોષ બંધાય અંદર ! પ્રતિક્રમણની લાગે લીંક, ને થાય આત્મ અનુભવ; સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા પદ, ને આનંદનો ઉદ્ભવ !
દોષનો થાય સ્વીકાર તો, તુર્ત એ ગયો ગણ; ઘરના નિર્દોષ દેખે ત્યારે, થાશે સાચું પ્રતિક્રમણ ! સામો સાચો દોષિત ક્યારે ? આત્મા જો કરે ત્યારે; પણ આત્મા તો અકર્તા, ક્રિયા માત્ર ડિસ્ચાર્જ રે !
કોઈ જીવ દોષિત દેખાય, નથી થઈ હજી શુદ્ધિ; ઈન્દ્રિયજ્ઞાન ત્યાં સુધી રહે, પ્રતિક્રમણ ધો અશુદ્ધિ !
38
નિર્દોષ જગ છે પ્રતીતિમાં, અનુભવમાં આવે ક્યારે ? મછરાં-સાપ ફરી વળે, નિર્દોષ લાગે ત્યારે !
જ્ઞાનીને પ્રતીતિ-વર્તને, નિર્દોષ જગ વર્તાય; ઉપયોગ ચૂક્યાનાં પ્રતિક્રમણે, જાગૃત દશા સચવાય ! ઔરંગાબાદમાં વિધિ મૂકતાં, ‘દાદા’ વર્ષે એકવાર; સામસામી માફી માંગતા, ધોયાં વેર અનંત અવતાર !
બહુ મોટી વિધિ મૂકે, ચોખ્ખું સહુનું કરવા; એકબીજાના પગે પડી, રડી, છૂટ્ટે મોં થાય હળવાં ! ધર્મબંધુ જોડે જ બાંધે, ભવોભવથી વેર; પ્રતિક્રમણ કરી જા છૂટી, હૃદયે જ્ઞાની આજ્ઞા ધર !
જ્ઞાની કને આલોચના, કહી પ્રત્યક્ષ કે પેપરમાં; જ્ઞાનીને છોડાવા પડે, થયો અભેદ અંતરમાં !
જાહેર કરે ગુપ્ત દોષો, જ્ઞાની વિધિ કરી ધોઈ આપે; પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ કરાવે, મહિનો આલોચના વંચાવે !
જ્યાં પ્યોરીટી હાર્ટની, એકતા લાગે સહુ સંગે; મોટો દોષ રૂબરૂ ખોલ્યે, મન રંગાય જ્ઞાની રંગે ! ભગવાનની કૃપા ઉતરે, પામે આલોચનાનું ફળ; આલોચના રહે ગુપ્ત સદા, ન કરે જ્ઞાની એમાં છળ !
જ્ઞાની પાસે ઢાંકે દોષ, તો દોષો ડબલ થાય; છૂટકારો મુશ્કેલ બને, જાગૃતિ ખૂબ આવરાય ! આલોચના થાય ગુરુ કને, યા મહીંલા ‘દાદા’ની પાસ; પ્રત્યક્ષ મહીંલા ન થયે, ભજ ‘આ’ દાદાને ખાસ !
વિષય દોષ વિચિત્ર આ કાળે, પુત્રી-ભાઈ-બેન વેરે; સત્સંગમાં, સહાધ્યાયીમાં, હજુ ચેત ધોઈ લે રે !
39