________________
પાછલા દોષ દેખાય તે, ઉપયોગ છેદે આવરણ;
યાદ આવે તે ધોવા માટે, કરી લે ઝટ પ્રતિક્રમણ ! પ્રતિક્રમણ કર્યા નહીં, યાદ આવે તેથી; પ્રત્યાખ્યાન કર્યા નહીં, ઈચ્છા થાય તેથી !
ફરી ફરી દોષો યાદ આવે, ફરી ફરી એ ધોવાના;
ડુંગળીના પડ જેમ નીકળે, અંતે મૂળથી જવાના ! યાદનું કર પ્રતિક્રમણ, ઈચ્છાના કર પ્રત્યાખ્યાન; પૂર્વે સુખ માન્યા તેની ઈચ્છા, વોસરાવ ને મિથ્યા માન !
સામાં શુદ્ધાત્મા હાજરીએ, ફોન કરી ભૂલો જોઈ;
પસ્તાવા સહ માફી માંગી, શોર્ટ પ્રતિક્રમણ અક્રમી ! થાય પૂર્વભવમાં દોષો, આ ભવે તે પ્રગટે; પ્રતિક્રમણ યથાર્થ થયે, આનંદ અમાપ ઉમટે !
અક્રમ જ્ઞાન પામ્યા પછી, ક્યારે ખાલી થાય ટાંકી;
અગિયાર કે ચૌદ વરસે, પછી ન રહે બાકી ! કોઈકવાર જ ડખો, કોઈકવાર જ મરણ; ‘થવાનું ન વ્યવસ્થિતાધીન, ‘બન્યું' તે જ વ્યવસ્થિત !
ભયંકર ઉદયોમાં પણ, રહે ‘વ્યવસ્થિત'નું જ્ઞાન;
‘જોયા’ કર શું બને છે, ત્યાં ન ખપે પ્રતિક્રમણ ! સાચું પ્રતિક્રમણ તેને કહીએ, જે “બોલે’ ત્રીજે દા'ડે; આકર્ષણ આપણી પર, ‘દાદા’ પણ કરે જાતે !
મરેલાનું પ્રતિક્રમણ કર્યું, અમર આત્માને પહોંચે;
ગૂંચો ઉકલે આપણી, “મરતા નથી’ એમ શોચે ! વાણી-દેહનાં પ્રતિકાર, રહે જ્યાં લગી વ્યવહારે; ન પ્રગટે સંપૂર્ણ શક્તિ, જો મનથી પણ પ્રતિકારે !
મનના વિચારો જોવાને, તે જુદા રાખે ઊંડે;
દુ:ખ કોઈને થાય તેનાં, પ્રતિક્રમણ તો કરવો પડે ! બગડે આપણા ભાવ કે, સામાના આપણા માટે; કેમ બગડ્યા ન જોવાય, ચઢ પ્રતિક્રમણની વાટે !
ના ગમતું ચોખ્ખા મને, સહેવાશે ત્યારે વીતરાગ;
બગડે ત્યાં કર પ્રતિક્રમણ, શક્તિ એની તું અહીં માંગ ! રાત્રે ચોપડો શુદ્ધાત્માનો, તપાસી ચોખ્ખો કરવો; જગતને નિર્દોષ જોઈ, પ્રતિક્રમણ કરી સુવો !
જ્ઞાની કે તીર્થકરો માટે, અવળાં ભાવ, તુર્તે ધો;
ફરી ફરી માફી માંગી લે, મનના ચાળાને તું ‘જો' ! દેવસ્થાનની અશાતનાઓ, ધો કરી પ્રતિક્રમણઃ અભ્યદય પછી થાશે, નથી અન્ય નિવારણ !
રોજ એક કલાક જો, કાઢો પ્રતિક્રમણ કાજે; સગાં સંબંધી પાડોશીઓ, ધોવાનો મેળ બાઝે !
એથી દોષો ભસ્મીભૂત થશે, મેળે ફિલ્મ દેખાશે; આવી રીતે નિવારણ લાવી, જગ સંબંધોથી છૂટાશે !
દાદા કહે, અમે આમ કરેલું, એક-એકનું ધોયું;
સામો મનમાં થાય દુઃખી, ત્યાં લગી “મને’ ઝંપ ન વળ્યું ! કામ કાઢી લો અક્રમથી, ફરી ન આવો સરળ માર્ગ; છોડો શોખ ગલીપચીનો, રહ્યો અડધો ભવ જાગ !
જ્ઞાની દેખાડે તે જ કરવું, ન નંખાય નિજછંદ રંગ;
પરિણામ ક્યાંથી ક્યાં વહે, એને કહ્યો છે સ્વછંદ પ્રતિક્રમણથી છટે, આ ભવે જ સર્વ વેર; સિદ્ધાંત છે આ મહાવીરનો, નથી બીજું એની પર !