________________
‘આ’ સત્સંગનું વિષ સારું, બહારનું અમૃત ખોટું; અહીં લઢ-ઝઘડ, તોય મોક્ષ, કરે પ્રતિક્રમણ મોટું !
આખી જિંદગી કરવાનું એક, ‘ચંદુ’ કરે તે જોયા કરો;
સારાં-ખોટાનો નિકાલ કરો, દુકાન ખાલી, નવું ના ભરો ! વાણીથી દુઃખ થાય રે, તેનું તુરંત પ્રતિક્રમણ; આજ્ઞામાં રહેવાનો નિશ્ચય, વાણી જાણો પર ને પરાધીન !
આપણાથી ટકોર થાય, અભિપ્રાય દેખાડે ભિન્ન;
આત્માર્થે બોલે જૂઠું, તે છે મહાસત્ય જાણ ! જગને દાદે કહી દીધું, વ્યવહાર છે ફરજિયાત; વ્યવહાર વ્યવસ્થિતાધીન, પ્રતિક્રમણ છે મરજિયાત !
બધી રીતે માફી માંગી, રૂબરૂમાં કે આંખ નરમ;
છતાં ટપલી મારે તે, તો નમવાનું કરો બંધ ! ટકોરમાં હેતુ સોનાનો, પણ સામાને દુઃખ થાય; કહેતા ના આવડ્યું તેનું, આમ પ્રતિક્રમણ કરાય !
સામાને દુઃખ થાય નહીં, એવી વાણી નીકળે;
ડ્રામેટીક વ્યવહાર કરે, નહીંતર એ ધોવું પડે ! મશ્કરી, ગમ્મત, ‘જોક'ના, પ્રતિક્રમણ કરવાં પડે; નહીંતર જ્ઞાનીની વાણી, ‘ટેપરેકર્ડ' ઝાંખી નીકળે !
બુદ્ધિશાળીથી મશ્કરી, ઓછી બુદ્ધિવાળાની;
પ્રકાશનો છે “મીસ-યુઝ', થાય અંતે મહીંવાળાની ! વાણીમાં કે ભાવમાં, અવળું જો નીકળે; ટેપ સામો કરે તુર્ત, પ્રતિક્રમણ ત્યાં ખપે !
પ્રતિક્રમણ કરવાથી, વાણી સુધરે આ ભવે;
સ્યાદવાદ નીકળી દાદાની, વ્યવહાર શુદ્ધ થયે ! ખેદ કર્યા કરવા કરતાં, જાગૃતિ રાખો વિશેષ; અંતરાય આવે તેને, ધોઈ કરો નિઃશેષ !
34
દાદા પાસે ન અવાય, તે ખેદ ને પ્રતિક્રમણ: ચિંતા, રાગ-દ્વેષ ધો, કર દાદાનું નિત્ય સ્મરણ !
પેશાબમાં કીડી તણાઈ, દાદા કરે પ્રતિક્રમણ;
પુસ્તકની વિધિ વિના, વાંચ્યું તે થઈ ભૂલ ! હોય હિત સર્વનું છતાં, છૂટાં પાડ્યા બે જણ; અજ્ઞાનીનું સારું કર્યું, તોય કરવું પડે પ્રતિક્રમણ !
પ્રતિક્રમણ ના થાય તે, છે પ્રકૃતિનો દોષ;
અંતરાય કર્મ નથી, રાખ ભાવમાં જોવાનું જોશ ! નિકાચિત કર્મો ધોવા, ચિકાશ મુજબ રાખો સાબુ; જોર વધુ કરવું પડે, પછી જ્ઞાતા-દ્રષ્ટા પાકું !
રહે જૂની ભૂલોનો બોજ, ધોયા વિણ ન છૂટકો;
પ્રકૃતિ ધો ‘પ્રતિક્રમણે', એક જ દાદાઈ ગૂટકો ! ચીકણી ફાઈલોનું પ્રતિક્રમણ, કલાક બેસીને કર; નરમ થશે, પાછો વળશે, થશે જરૂર ફેરફાર !
પ્રતિક્રમણ પછી પ્રત્યાખ્યાન, ઉત્તમ થતું શુદ્ધિકરણ;
‘ફરી નહીં કરું’ એ નિશ્ચય, મહાવીરનું છે પચ્ચખાણ ! તું તો કર માત્ર ભાવ, કે કરવો સમભાવે નિકાલ; નિકાલ થવો કે ના થવો, એ નેચરનો સવાલ !
ફાઈલ નંબર એક ચીકણી, તેને “જોવાથી જ જાય;
ત્યાં જરૂર નથી પ્રતિક્રમણની, અક્રમ જ્ઞાને સરળ ઉપાય ! ગુનો આરોપી જ કરે, જજે ના લેવું કદિ માથે; ભૂલ કરે ચંદુલાલ, પ્રતિક્રમણ પણ એને માથે !
35