________________
(૨) જાગૃતિ, વાણી વહે ત્યારે ..
૩૩૯
૩૪૦
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : ખરાબ શબ્દ બોલતાં વિનય જળવાઈ શકે ?
દાદાશ્રી : એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે ‘ડ્રામેટિક’ (નાટકીય) છેને ! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, “હું ભર્તુહરિ રાજા છું, આ રાણીનો ધણી થઉં.’ પછી ‘ભિક્ષા દેને મૈયા પીંગળા' કહીને આંખમાંથી પાણી કાઢે. ત્યારે “અલ્યા, તું તો લક્ષ્મીચંદ છેને શું ? તું સાચું રડે છે ?” ત્યારે કહેશે, “હું કરવા સાચું રડું ? આ તો મારે અભિનય કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.” એવી રીતે અભિનય કરવાનો છે જ્ઞાન મળ્યા પછી, આ તો નાટક છે.
પ્રશ્નકર્તા : એટલે સામેવાળી વ્યક્તિને દુઃખ થાય તોય આપણને કાંઈ કર્મ ન બંધાય ?
દાદાશ્રી : દુઃખ થાય એવું આપણા નિમિત્તે ન કરવું. તેમ છતાં થયા કરે તો તો એ એનું પોતાનું. આપણે આપણા નિમિત્તે ન થાય એવી રીતે સાચવણી રાખવી જોઈએ.
પ્રશ્નકર્તા : છતાં આવેશમાં કંઈ બોલાઈ જવાય તો ? દાદાશ્રી : બોલાઈ જવાય તો પછી પ્રતિક્રમણ કરવું.
જોક’તું પણ ઘટે પ્રતિક્રમણ કોઈને ઊંચે સાદે બોલ્યા ને એનાથી સામાવાળાને દુઃખ થાય, અરે, સહેજેય કોઈને ‘જોક' (મજાક) કર્યો હોય અને સામો જરા કાચો હોય ને જરા ચલાવી લેતો હોય તો એ અતિક્રમણ કર્યું કહેવાય. અમે ‘જોક' કરીએ પણ નિર્દોષ ‘જોક” કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળા બનાવવા માટે “જોક' કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. બાકી એ ‘જોક' કોઈને દુ:ખ ના કરે. આવી આ ગમ્મત જોઈએ કે ના જોઈએ ? પેલોય સમજે કે આ ગમ્મત કરે છે. મશ્કરી નથી કરતા, ગમ્મત કરે છે.
હવે આ અમે કોઈની ગમ્મત કરીએ તો એનાંય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમને એમ એવું ચાલે નહીં.
પ્રશ્નકર્તા : એ તો ગમ્મત કહેવાય. એવું તો થાયને !
દાદાશ્રી : ના, પણ એય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. તમે ના કરો તો ચાલે પણ અમારે તો કરવાં પડે. નહીં તો અમારું આ જ્ઞાન, આ ‘ટેપરેકર્ડ’ નીકળેને, તે પછી ઝાંખી નીકળે.
પ્રશ્નકર્તા : તમારે પ્રતિક્રમણ તો “ઓન ધ સ્પોટ' થઈ જતાં હશેને ?
દાદાશ્રી : હા, એમાં મારો ભાવ ખરાબ નહીં. પણ તોય એ હાસ્ય નામનો કષાય કહેવાય છે. મશ્કરી કરતા નથી તોય હાસ્ય નામનો કષાય કહેવાય છે. એ બિચારો ભોળો છે ત્યારે એને ગોદા માર માર કરો છો ? પણ અમે પ્રતિક્રમણ કરીએ.
તે અમનેય જરા ગમ્મત પડે. ગોદા મારીએ ત્યારે ગમ્મત પડે જરા. પણ આ લોકો મજબૂત તો થશે એવું અમે જાણીએ એટલે ‘હલ થશે’ કરીને અમે ગમ્મત કરીએ.
પ્રશ્નકર્તા : પણ આ ભાઈને માટે જે હાસ્ય કર્યું, તો એનાં પ્રતિક્રમણ એ કેવું ?
દાદાશ્રી : હા, એ કરુણાનાં પ્રતિક્રમણ કહેવાય, એને આગળ વધવાને માટે. આ બીજા અમને રોજ કહે કે “અમને કેમ કશું કહેતાં નથી ?” મેં કહ્યું, ‘તમને ના કહેવાય.’ એ વધારવા જેવા છે નહીં, એની મેળે જ વધે એવા છે. એ ડહાપણથી ‘ગ્રાસ્પિંગ’ (ગ્રહણ) કરી શકે એમ છે. પણ પ્રતિક્રમણ અમારે કરવું પડે ! એ અજાયબી જ છે !
મશ્કરી કરવી એ મોટું જોખમ બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (કડક મગજ) હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો, બધાની. સારા-સારા માણસોની, મોટામોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી