________________
(૨૦) જાગૃતિ, વાણી વહે ત્યારે....
૩૩૭
૩૩૮
પ્રતિક્રમણ
દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવું પડે, પેલાને દુઃખ થાય અને વ્યવહારમાં લોકો કહેશે, જો આ બાઈ કેવી ધણીને દબડાવે છે ! પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય પણ શું કામનો ? એ ચાલે નહીં હતું. હેતુ સાવ સોનાનો હોય તોય અમારેય પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધાય મહાત્માઓની ઇચ્છા છે, હવે જગતલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તોય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડા ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છોને ? એવા આ કપડા ઉપરના ડાઘ છે.
આ કોઈ જીવતા નથી બોલતા, આ બધી ટેપરેકર્ડ બોલે છે. પછી એ પસ્તાય ખરો પાછો. તો એ નથી બોલ્યા, એ ખાતરી થઈ ગઈ આપણને ? હવે એ પસ્તાય તેવું કરવાની જરૂર છે, તેને બદલે ‘કેમ બોલ્યો ?” કહીએ એટલે ઊલટો પસ્તાવાનું છોડી દઈને અને પાછો આપણી સામે હલ થાય એ. શી ભૂલ થાય છે ? એને પસ્તાવા જેવું કરવાનું છે.
આ ‘અમારી’ ટેપરેકર્ડ વાગે તેમાં કંઈ ભૂલચૂક થાય તો અમારે તરત જ એનો પસ્તાવો લઈ લેવાનો, નહીં તો ના ચાલે.
ટોકાય પણ દુઃખ ના થાય તેમ પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે છે. એનાથી તેને દુઃખ થાય છે, તો કેવી રીતે એનો નિકાલ કરવો ?
દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે માટે એનું પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ?
દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો
એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો ‘ટેસ્ટેડ' (પરીક્ષણ થયેલી) વાણી જોઈએ. ‘અનટેસ્ટેડ’ વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તોય સીધું થઈ જશે.
પ્રશ્નકર્તા : આપણે કેટલીક વખતે સામાના હિત માટે એને ટોકવા પડે, અટકાવવા પડે, તો તે વખતે એને દુઃખ પહોંચે તો ?
દાદાશ્રી : હા. સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું, ‘હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? ફરી આવું નહીં બોલું અને આ બોલ્યો તેનો પશ્ચાત્તાપ કરું છું. એટલું પ્રતિક્રમણ કરવું પડે.
કહેવાનો અધિકાર છે પણ કહેતાં આવડવું જોઈએ. આ તો ભાઈ આવે તેને જોતાં જ કહે કે ‘તું આવો છું ને તું તેવો છું', તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. અને તેનું પ્રતિક્રમણ કરવું પડે.
વિનયપૂર્વક અવળાં વેણ પ્રશ્નકર્તા : એટલે બીજાને માઠું લાગે એ આપણે જોવાનું નહીં. આપણે કહી દેવાનું.
દાદાશ્રી : એવું ના કહેવું જોઈએ. દુઃખ થાય એવી વાત શા માટે કહેવી જોઈએ ?
પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં ?
દાદાશ્રી : બોલવાનું. એવું કહેવાય, ‘આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.’ આપણે એવું કહેવાય. પણ આપણે એમના બોસ (ઉપરી) હોય, એવી રીતે વાત કરીએ છીએ, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય એને વિનયથી કહેવા જોઈએ.