________________
૩૪૨
પ્રતિક્રમણ
(૨૦) જાગૃતિ, વાણી વહે ત્યારે....
૩૪૧ એ બુદ્ધિની નિશાની છે.
પ્રશ્નકર્તા : મને તો હજુય મશ્કરી કરવાનું મન થયા કરે છે.
દાદાશ્રી : મશ્કરી કરવાનાં બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી કરવાની શક્તિ હોય છે જ, અને એનું જોખમેય એટલું જ છે પછી. અમે આખી જિંદગી જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું.
પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં જોખમ શું શું આવે ? કઈ જાતનાં જોખમ આવે ?
દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. એટલે પછી ત્યાં આગળ ભગવાન કહેશે, “આને બુદ્ધિ નથી તેનો આ લહાવો લે છે ?” ત્યાં આગળ ખુદ ભગવાનને આપણે સામાવાળિયો કર્યો. પેલાને ધોલ મારી હોત તો, તો એ સમજી ગયો, એટલે પોતે માલિક થાય. પણ આ તો બુદ્ધિ પહોંચતી જ નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ એટલે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે “ઓહોહો, આને બુદ્ધિ ઓછી છે તેને તું સપડાવે છે ? આવી જા.' એ તો પછી, આપણા સાંધા તોડી નાખે.
પ્રશ્નકર્તા : અમે તો આ જ ધંધો મુખ્ય કરેલો.
દાદાશ્રી : પણ હજુ એનાં પ્રતિક્રમણ કરી શકો ને ! આ અમે તો એ જ કરેલું ને ! અને એ તો બહુ ખોટું. મારે તો એ જ ભાંજગડ પડી હતી. પેલી બુદ્ધિ અંતરાઈ રહી હતી તે શું કરે ! બળવો તો કરે જ ને ! તે વધુ બુદ્ધિ થઈ તેનો આટલો બધો લાભ (!) ને ! તેથી આ મશ્કરીવાળાને વગર લેવાદેવાનું દુઃખ ભોગવવાનું.
કોઈ આમ આમ ચાલતા હોય, ને એને જો હસીએને, મશ્કરી કરીએને, તો ભગવાન કહેશે, “આ ફળ લ્યો.” આ દુનિયામાં મશ્કરી કોઈ પણ પ્રકારની ના કરશો. મશ્કરી કરવાને લઈને જ આ બધાં
દવાખાનાં ઊભાં થયાં છે. આ પગ-બગ બધા જે ભંગાર માલ છે ને, તે મશ્કરીઓનું ફળ છે. તે અમારુંય આ મશ્કરીનું ફળ આવેલું છે.
તેથી અમે કહીએ છીએ ને, ‘મશ્કરી કરો તો બહુ ખોટું કહેવાય. કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. ભલેને, ગધેડો છે પણ આફટર ઓલ (અંતે તો) શું છે ? ભગવાન છે.” હા, છેવટે તો ભગવાન જ છે ને ! જીવમાત્રમાં ભગવાન જ રહેલા છે ને ! મશ્કરી કોઈની કરાય નહીં ને ! આપણે હસીએને, તો ભગવાન જાણે કે ‘હા, હવે આવી જા ને, તારો હિસાબ લાવી આપું છું આ ફેરો.’
પ્રશ્નકર્તા : હવે એના ઉપાયમાં પ્રતિક્રમણ તો કરવો જ પડેને ? દાદાશ્રી : હા, કરવાં જ પડેને ! છૂટકો જ નહીં.
પ્રશ્નકર્તા : દાદા ! આપની સાક્ષીએ જાહેર કરીને, માફી માગીને પ્રતિક્રમણ કરું છું, કહીએ તો ?
દાદાશ્રી : ‘દાદા ! આપની સાક્ષીએ” બોલોને, તોય ચાલે. ‘આ વાણી દોષથી જે જે લોકોને દુઃખ થયું હોય તે બધાની ક્ષમા માગું છું.” તો પહોંચી જાય.
ન રહે પ્રતિપક્ષી ભાવ ત્યારે આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે. સુષમકાળમાં મનથી બંધન હતું. આ શબ્દો ના હોતને તો મોક્ષ તો સહજાસહજ છે. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં. કોઈને ખોટું કહેવું તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલે તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે, અવળું વિચારે તો તેની મહીં પોતાની ઉપર ધૂળ પડે એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય. સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું ! આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એ જરાક સળી કરો તો