________________
(૧૭) વારણ, ‘મૂળ’ કારણ અભિપ્રાયનું
૩૦૭
૩૦૮
પ્રતિક્રમણ
દાદાશ્રી : તે લોકોને તો એટલા બધા બંધાય છે, તે આ સાયક્લ લઈને ફરે છે. સવારનો સાત વાગ્યાનો, પ્લેનમાં ફરે તોય કર્મ પૂરાં નથી થતાં રાતે અગિયાર વાગ્યા સુધી.
પ્રશ્નકર્તા : હવે એ લોકોની શું દશા થતી હશે ? કારણ કે એક દિવસનું કર્મ છે ને એક વર્ષમાંય પૂરાં ના થાય એટલાં કર્મ બંધાય છે.
દાદાશ્રી : હા, તે એ કર્મ બંધાતાં બંધાતાં શું થશે ? કે આ મનુષ્યમાંથી પાંચ ઇન્દ્રિયો ખલાસ થશે ને ચારમાં જશે, ચારમાંથી ત્રણમાં જશે, ત્રણમાંથી બેમાં જઈ ને એક ઇન્દ્રિય જીવો થઈ જશે. એટલાં બધાં ભયંકર કર્મો બંધાઈ રહ્યાં છે.
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : એટલે આપણે શું આજ્ઞા કરી ? કે આ સમભાવે નિકાલ કરવો. હા, અને શુદ્ધ જ જુઓ. અને છે તે કોઈને ના ગમે એવું હોય, એવું મહીંથી થઈ ગયું હોય, ચંદુભાઈ થકી, તો એણે અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરો. એટલે એના અભિપ્રાયની વિરુદ્ધ છીએ, એવું કહેવા માગીએ છીએ. અભિપ્રાય અમે ફેરવ્યો. પહેલાંના અભિપ્રાયમાં અમે નથી હવે. અભિપ્રાય ફર્યો કે એ ચોખ્ખા થઈ ગયા. અભિપ્રાય જો એનો એ જ રહ્યો તો પાછો મૂળ બગાડ રહ્યો. અભિપ્રાય ફેરવવા માટે છે આ !
એ દષ્ટિથી છૂટે અભિપ્રાય પ્રશ્નકર્તા : એટલે સંપૂર્ણ અભિપ્રાય રહિત કેવી રીતે થવાય ?
દાદાશ્રી : આ તમને અભિપ્રાય રહિત જ જ્ઞાન આપ્યું છે. બાય રીયલ વ્યુ પોઈન્ટ એ ‘શુદ્ધાત્મા' છે અને બાય રિલેટિવ યૂ પોઈન્ટ એ ‘ચંદુભાઈ છે અને રિલેટિવ માત્ર કર્મના આધીન હોવાથી “ચંદુભાઈ પણ નિર્દોષ છે. જો પોતાના સ્વાધીન હોય તો ‘એ” દોષિત ગણાત. પણ “એ” બિચારો ભમરડાની પેઠ છે. એટલે “એ” નિર્દોષ છે. ‘આમ શુદ્ધાત્મા છે અને બહારનું નિર્દોષ છે.’ બોલો હવે, ત્યાં આગળ અભિપ્રાય રહિત જ રહેવાય ને !
ભયંકર કર્મબંધનો પ્રશ્નકર્તા : મનુષ્યને કર્મો રાતદિન એટલાં બધાં બંધાય છે કે એક અવતારના કર્મોની નિર્જરા થતાં અનંતકાળ લાગે, તો મનુષ્ય છૂટે ક્યારે ?
દાદાશ્રી : કોણે કહ્યું આ ? આ તો લોકોને બંધાય, તમને (મહાત્માઓને) ક્યાં બંધાય છે ?
પ્રશ્નકર્તા : હું લોકોની જ વાત કરું છું.