________________
૩૦૬
પ્રતિક્રમણ
(૧૭) વારણ, ‘મૂળ’ કારણ અભિપ્રાયનું
૩૦૫ પ્રશ્નકર્તા : પછી પાછળથી અભિપ્રાય જુદો પડ્યો.
દાદાશ્રી : પણ કેટલા વખત પછી ? છ-આઠ મહિના સુધી અજાગૃતિ ? જાગૃતિ એક કલાક-બે કલાકમાં આવી જવી જોઈએ. પણ માલ એવો કચરો ભરેલો છે. મારું કહેવાનું કે કેટલો બધો કચરો ભરેલો છે, તને નથી લાગતું એવું ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : કેટલા કલાકમાં ખ્યાલ આવવો જોઈએ કે આ ખોટું
પ્રશ્નકર્તા : બે કલાકમાં !
દાદાશ્રી : બે કલાક-ચાર કલાક કે બાર કલાકેય પણ ખ્યાલ આવવો જોઈએ કે આ ખોટું થયું અને તે અમે તમને બોલીએ તોય પણ તમને ખ્યાલ ના આવે. હજુય કેટલીક બાબતમાં થાય છે પણ તમને ખબર ના પડે. મને ખબર પડી જાય કે આ વાંકા ચાલ્યા. અમને ખબર પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : પડેને.
દાદાશ્રી : છતાં ચાલવા દઈએ. પણ પાછું અમે જાણીએ કે હમણે રાગે આવી જશે.
હિંસક ભાવતો ખપે સંપૂર્ણ અભાવ ને આ સંસાર તો વધારે સમજવા જેવો છે, અમે બોલીએ છીએ ને, જોડે જોડે આ અભિપ્રાય બેઉ જુદુંજુદા રહે છે. બન્નેય અભિપ્રાય સાથે જ ચાલે છે.
આપણને હિંસક ભાવ તો હોવો જ ના જોઈએ. એક માણસ આપણને મારી નાખે તોય એ ખોટો છે, એવું ના હોય.
પ્રશ્નકર્તા : એ ખોટો છે એમ હોવું જ ના જોઈએ.
દાદાશ્રી : એ મારી નાખતો હોય તોય આપણે ‘આણે મારી હિંસા કરી છે' એમ ના કહેવાય. મારું ઉદયકર્મ અને એનું ઉદયકર્મ, બન્નેનું ઉદયકર્મ સામસામે લડે છે આ. હું જાણનાર છું, એય જાણનાર છે. ભલે એ જાણનાર રહેતો ના હોય, એણે દારૂ પીધો હોય, તોય મારે લેવાદેવા નથી પણ હું તો જાણનાર છું.
પુદ્ગલ પમાણુઓ શું કહે છે ? બહુ જાગૃત હોય તેને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ જેને જાગૃતિ જરા ઓછી છે તેને પ્રતિક્રમણ કરવાનાં કહીએ છીએ.
પ્રશ્નકર્તા: જાગૃતિ ઓછી હોય તો પ્રતિક્રમણ કરવું જ પડે ?
દાદાશ્રી : હા, એટલે અભિપ્રાય ફેરવવા માટે કે ‘આ અભિપ્રાય મારો નથી.' અમે આ અભિપ્રાયમાં નથી. અભિપ્રાયથી બંધાયા હતા. હવે એ અભિપ્રાય અમે છોડી દીધો. એના વિરુદ્ધ આપણે અભિપ્રાય ધરાવીએ છીએ. કોઈને ગાળ દેવી, કોઈને દુ:ખ દેવું એ અભિપ્રાય અમારો નથી. ગુસ્સો કર્યો તે અમારો અભિપ્રાય હવે અમારો નથી. એટલે આપણે એને શુદ્ધ કરીને પરમાણુ કાઢ્યા. શુદ્ધ કર્યું એટલે પરમાણુ પછી વિશ્રસા થઈ જાય છે. સંવર રહે છે, બંધ થતો નથી ને વિશ્રસા થાય છે. જો કે વિશ્રસા તો જીવ માત્રને થાય છે, પણ એમને બંધ પાડીને વિશ્રસા થાય છે. જ્યારે અહીં બંધ પડ્યા સિવાય વિશ્રા થાય
આપણે શુદ્ધ થયા અને ચંદુભાઈને શુદ્ધ કરવો એ આપણી ફરજ. એ પુદ્ગલ શું કહે છે કે ભઈ, અમે ચોખ્ખા જ હતા. તમે અમને ભાવ કરીને બગાડ્યા, અને આ સ્થિતિએ અમને બગાડ્યા. નહીં તો અમારામાં લોહી, પરુ, હાડકાં કશું જ નહોતું. અમે ચોખ્ખા હતા. તમે અમને બગાડ્યા. માટે અમને તમારે જો મુક્તિમાં રાખવા હોય, મોક્ષે જવું હોય તો તમે એકલા જ શુદ્ધ થઈ ગયા એટલે દહાડો વળશે નહીં. અમને શુદ્ધ કરશો તો જ તમારો છુટકારો થશે. તમને સમજ પડીને ?