________________
(૧૭) વારણ, ‘મૂળ” કારણ અભિપ્રાયનું
૩૩
૩૦૪
પ્રતિક્રમણ
ત્યારે આપણને ના ગમતી વસ્તુ ભેગી થઈ જાય, ના ગમતા સંયોગો મળતા આવે, એમાં ઉદય કોનો ? પાપનો. હવે એ કડવાશ આપે, પણ લાંબુ ના ચાલે પણ જો એમાં સાસુ માટે અભિપ્રાય બંધાયો તો પેલાં ઉપર એની અસર થાય ને લાંબુ ચાલ્યા કરે. માટે કોઈના માટે અભિપ્રાય તો બાંધવો જ નહીં. કારણ કે એ આત્મા જ છે, તો પછી એને માટે અભિપ્રાય બંધાય જ કેમ ? એ આત્મા જ છે, માટે બહારનું કશું જોશો જ નહીં.
છૂટવાનું વસ્તુથી નહીં પણ અભિપ્રાયથી પ્રશ્નકર્તા : સમજણમાં તો બધું બય છે, પણ એ પ્રમાણે નથી થતું એનું શું?
દાદાશ્રી : એ ના થાય એનો વાંધો નથી. સમજણની જ જરૂર છે. સમજણ એટલે અભિપ્રાય જુદો થયો ત્યાંથી એ છૂટ્યો એનાથી. કોઈ પણ ખરાબ કાર્ય ચંદુભાઈ કરતા હોય અને એ કહે કે મારે આ કામ નથી જોઈતું, કરવું નથી અને ત્યાંથી અભિપ્રાય જુદો થયો. ને એ અભિપ્રાય કાયમ રહે તો એ છૂટો જ પડે. અભિપ્રાયથી જ મુક્ત કરવાનું છે. વસ્તુથી મુક્ત કરવાનું નથી. વસ્તુ તો એની મેળે મુક્ત થાય ત્યારે ખરું. પણ એને નિરાધાર બનાવી દેવાનું છે. એટલે અભિપ્રાયથી મુક્ત થવાનું છે. એથી આપણે પ્રતિક્રમણ મૂક્યુંને ! પ્રતિક્રમણ એટલે અભિપ્રાયથી મુક્ત થઈ ગયો. એનું સચોટ, પ્રતિક્રમણ કરે, એટલે અભિપ્રાયથી મુક્ત થયો અને હવે પસ્તાવો કરું છું.
પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો, માટે તમે બંધનમાં આવ્યા. જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો. આ પ્રતિક્રમણ કરો એટલે પેલો અભિપ્રાય તૂટી ગયો. અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. જો મને કોઈ પણ માણસ ઉપર સહેજે મારો અભિપ્રાય નથી. કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી બીજો અભિપ્રાય હું બદલતો નથી. કોઈ માણસ સંજોગાનુસાર ચોરી કરે અને હું જાતે જોઉં તોય એને ચોર હું કહું નહીં. કારણ કે સંજોગાનુસાર છે. જગતના લોકો
શું કહે છે કે જે પકડાયો એને ચોર કહે છે. સંજોગાનુસાર હતો કે કેમ ? કે કાયમ ચોર હતો ? એવું જગતનાં લોકોને કંઈ પડેલી નથી. હું તો કાયમ ચોરને ચોર કહું છું. અને સંજોગાનુસારને ચોર હું કહેતો નથી. એટલે હું તો એક અભિપ્રાય બાંધ્યા પછી બીજો અભિપ્રાય જ બદલતો નથી. કોઈપણ માણસનો મેં અત્યાર સુધી બદલ્યો નથી.
“એનાથી’ તૂટે સહમતી પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો અભિપ્રાય ઊભા થાય છે એનાં જ કર કર કરવા પડે છે કે હવે ?
- દાદાશ્રી : એ અભિપ્રાય ઊભો થયો એ પહેલાંના હિસાબથી થયો છે. હવે પ્રતિક્રમણ કરીએ તો ફરી અમે અભિપ્રાય બાંધતા નથી એવું આમાં, આ વાતમાં અમે સહમત નથી, તે વખતે છૂટયો. પહેલાંનો બંધાયેલો અભિપ્રાય આ વખતે છૂટ્યો. અને એવું સમજાય એટલે કશું ડખલ રહે નહીં. તમારે ભૂલનું પ્રોટેક્શન (રક્ષણ) થતું હોય તે સુધારી લેવાનું. હા, બીજું કશું છે નહીં. ભૂલ થઈ, કોઈકને નુકસાન થાય એવું થયું તો પ્રતિક્રમણ કરી લીધું એટલે થઈ ગયું. એનો નિવેડો આવ્યો.
પ્રતિક્રમણનો અર્થ શું કહેવાય છે ? આ જે ભૂલ થઈ રહી છે એમાં હું સહમત નથી. એ પ્રતિક્રમણ ઈટસેલ્ફ મુવ (જાતે જ સાબિત) કરે છે આ, કે એમાં હું સહમત નથી. પહેલાં એ દોષમાં સહમત હતો કે આવું જ કરવું જોઈએ. હવે એમાં સહમત નથી. અભિપ્રાય ફર્યા એટલે થઈ રહ્યું. આ જગત અભિપ્રાયથી ઊભું રહ્યું છે.
ખ્યાલ તો ખપે તુર્ત જ તારે તો બધું સહમત થઈને ચાલે છેને ? સહમત સાથે ચાલું
પ્રશ્નકર્તા : આજનો અભિપ્રાય જુદો પડી જાય.
દાદાશ્રી : આજનો અભિપ્રાય તારે ક્યાં જુદો પડે છે, ત્યાં આગળ પેલા ભાઈ જોડે તું બાઝયો'તોને !