________________
(૧૭) વારણ, ‘મૂળ” કારણ અભિપ્રાયનું
૩૦૧
૩૨
પ્રતિક્રમણ
ગુણાકાર થતાં જ કો ભાગાકાર
ચેતો, અભિપ્રાય સામે અભિપ્રાય ના બંધાય એટલું જરા જોવું. મોટામાં મોટું સાચવવાનું છે અભિપ્રાયનું. બીજું કશું વાંધો નથી. કોઈકનું જોતા પહેલાં જ અભિપ્રાય બંધાય, આ સંસાર જાગૃતિ એટલી બધી કે અભિપ્રાય બંધાઈ જાય. એટલે અભિપ્રાય બંધાઈ જાય કે આપણે છોડી નાખવો. અભિપ્રાય માટે બહુ સાવચેત રહેવાની જરૂર છે. એટલે અભિપ્રાય બંધાશે તો ખરા, પણ બંધાય તો આપણે તરત છોડી નાખવો. અભિપ્રાય પ્રકૃતિ બાંધે છે. ને પ્રજ્ઞાશક્તિ અભિપ્રાય છોડ્યા કરે છે. પ્રકૃતિ અભિપ્રાય બાંધ્યા કરવાની, અમુક ટાઈમ સુધી બાંધ બાંધ જ કરશે, પણ આપણે એને છોડ છોડ કરવાં. અભિપ્રાય બંધાયા તેની તો આ બધી ભાંજગડ થઈ
અમારે અભિપ્રાય બંધાયેલો હોય ને કે, આ ભાઈ એટલે આવા છે, એટલે એ ભાઈ અહીં આવે ત્યારે અમારું મન એ ફેરફારવાળું દેખે, અમારામાં એને સમતા ના દેખાય, તો મને જોતાં પહેલાં એ સમજી જાય કે દાદાનામાં કંઈ ફેર લાગે છે. એટલે અભિપ્રાયની બધી આવી અસરો થાય. અને અભિપ્રાય છોડી દીધો કે કશું નથી. અમારે કોઈની ઉપર અભિપ્રાય નહીં એટલે અમને નિરંતર સમતા રહે. પ્રકૃતિ છે એટલે અભિપ્રાય બંધાઈ તો જવાના, નિરંતર બંધાયા કરવાના. પણ બંધાય પછી આપણે બેઠા બેઠા અભિપ્રાય છોડ છોડ કરવાના.
એવું છે, કે કોઈ રકમને સાતે ગુણી હોય તે સાતે જ ભાગવી પડે તો તેની તે જ રકમ થઈ જાય. આપણે રકમ તેની તે જ રાખવી છે ને ? આપણે જાણીએ છીએ કે આ કઈ રકમે ગુણાઈ ગયું છે, તેટલી રકમ આપણે ભાગવું. આપણને ખબર પડે કે અહીં આગળ તો બહુ ભારે રકમથી ગુણાકાર થઈ ગયો છે, તો આપણે ભારે રકમથી ભાગી નાખવું, એટલે ગુણાકાર તો થયા જ કરે, પણ ભાગાકારનું આપણી પાસે હથિયાર છે. આપણે પુરુષ થયા છીએ, અને પુરુષાર્થ આપણો ધર્મ છે ! સામો પેલો દેખાયો ને કે અભિપ્રાય તો અપાયા વગર રહેવાનું નથી, એટલે અભિપ્રાય બંધાઈ જાય તો તરત “આ તો ખરાબ કહેવાય, આવું શેને માટે ?’ એટલે એવી રીતે આપણે ભાગી નાખો કે છૂટું થઈ ગયું. બાકી, અભિપ્રાય તો બંધાઈ જ જવાના. અને અભિપ્રાય બંધાઈ જાય એટલે એ ફળ આપે, એનું ફળ આપીને જ જાય.
પ્રશ્નકર્તા : એનું ફળ આપીને જાય એટલે વેદના આપીને જાય?
દાદાશ્રી : ફળ આપે એટલે શું, કે તમે કોઈને માટે અભિપ્રાય બાંધીને તો પેલાનાં મન પર આવી અસર કુદરતી રીતે જ થયા કરે છે. એટલે પેલાય સમજી જાય કે આમને મારે માટે આવું છે. પણ જો આપણે એ અભિપ્રાય ભાંગી નાખીએ તો પછી પોતાના મન પર એની અસર ના થાય. અભિપ્રાય પડ્યો કે તરતને તરત સાતે ભાગી નાખીએ તો ત્યાં અસર પડતાં પહેલાં ભાંગી જાય. નહીં તો કોઈ પણ વસ્તુ નકામી જતી નથી અને તેની અસર આવ્યા વગર રહેતી જ ના હોય. અમારી જોડે બધાનું જુદી જુદી જાતનું વર્તન હોય પણ અમારે અભિપ્રાય ના હોય. અમે જાણીએ કે આ તો આવું જ હોય. કળિયુગમાં સાસુ આવી જ હોય, એવું વહુ જાણતી હોયને ? કે ના જાણતી હોય ? એટલે એમાં શું અભિપ્રાય બાંધવાનો ? કળિયુગ છે એટલે આવું જ હોય.
એવું છે, ગમતી વસ્તુ ભેગી થાય એનું નામ પુણ્ય અને ના ગમતી વસ્તુ ભેગી થાય એનું નામ પાપ ! એટલે પાપના ઉદય હોય
પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાય, તે છોડવા કેવી રીતે ?
દાદાશ્રી : અભિપ્રાય છોડવા માટે આપણે શું કરવું પડે કે “આ ભાઈ માટે મને આવો અભિપ્રાય બંધાયો, ખોટો છે, આપણાથી આવું કેમ બંધાય ?” એવું કહીએ તે અભિપ્રાય છૂટી જાય. આપણે જાહેર કરીએ કે “આ અભિપ્રાય ખોટો છે, આ ભાઈ માટે આવો અભિપ્રાય બંધાતો હશે ? આ તે તમે કેવું કરો છો ?” એટલે એને એ અભિપ્રાયને ખોટો કહ્યો, એટલે એ છૂટી જાય.