________________
૩00
પ્રતિક્રમણ
(૧૭) વારણ, ‘મૂળ’ કારણ અભિપ્રાયનું
૨૯૯ દાદાશ્રી : બંધાઈ જાય તો માફી માંગવાની. જેના માટે અવળો અભિપ્રાય બંધાઈ ગયો એના એ જ માણસની માફી માંગવાની.
પ્રશ્નકર્તા : સારો અભિપ્રાય આપવો કે નહીં ?
દાદાશ્રી : કોઈ અભિપ્રાય જ આપવો નહીં. અને એ અપાઈ જાયને, તે પછી ભૂંસી નાખવું આપણે. તમારી પાસે ભૂંસી નાખવાનું સાધન છે, અમોઘ શસ્ત્ર છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનનું ‘અમોઘ શસ્ત્ર'.
પ્રશ્નકર્તા : જ્યાં આગળ આપણને રાગ-દ્વેષ ના હોય, કંઈ સ્વાર્થ ના હોય, કોઈ વ્યક્તિને સ્પર્શતું ના હોય, એવું બિનઅંગત અભિપ્રાય આપ્યા હોય એનું પ્રતિક્રમણ કરવાની જરૂર ખરી ?
દાદાશ્રી : બિનઅંગત અભિપ્રાય આપવાની જરૂર જ નહીં. અને આપવા હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે. એ અંગત હો કે બિનઅંગત હો, તમારા હાથમાં અભિપ્રાય આપવાનો કોઈ રાઈટ (અધિકાર) જ નથી. એ પોતાનો સ્વછંદ છે એટલે એમાં આપણે પોતાની મેળે જરાક ભૂંસી નાખવો જોઈએ.
પ્રશ્નકર્તા : દાખલા તરીકે હિટલરે સમાજનું બહુ અહિત કર્યું એવો આપણો અભિપ્રાય આપીએ તો એમાં તો ક્યાં કશું ખોટું છે ?
દાદાશ્રી : આપણે હાથ જ ના ઘાલવો જોઈએ. લેવાદેવા વગરનો હાથ ઘાલવો નહીં. હિટલર જોડે આપણને લેવાય નહીં ને દેવાય નહીં. અને છતાંય બોલી જવાય એ વ્યવસ્થિત. તો પછી એને આપણે ધોઈ નાખવાનું. શબ્દ તો બોલી જવાય. એ તો અમેય બોલીએ કે ભઈ. રોટલી સરસ છે, કેરી સારી છે. એવું બોલીએ પણ ધોઈ નાખીએ પછી. અમે કોઈ કારણસર કો'કને હેલ્પ કરીએ માટે કહીએ કે સારું બનાવ્યું છે. તો પછી અમે ધોઈ નાખીએ. જેટલો અભિપ્રાય આપ્યો ને તરત ધોઈ નાખીએ. ધોવાનું સાધન આવી ગયુંને ?
પ્રશ્નકર્તા: એ કયું સાધન ધોવાનું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ.
પ્રતિક્રમણથી પલટાય અભિપ્રાય તમે સામાના જેટલા ગુણ જુઓ અને આપણો એના પર અભિપ્રાય બેઠો કે આ ગુણ તો ઉત્તમ છે. એટલે પોતાનામાં એ ગુણો ઉત્પન્ન થાય. અભિપ્રાય ફરવો જોઈએ. સામાનો દોષ કાઢીએ કે તરત આપણામાં દોષ ઊભો થઈ જાય.
પ્રશ્નકર્તા: કોઈનામાં ભૂલચૂકથી ય દોષ જોવાઈ જાય કે તરત જ પ્રતિક્રમણ કરી નાખવું. પછી માથાકૂટ નહીં.
દાદાશ્રી : હા, પ્રતિક્રમણ કરી નાખવું. એના જેવો ઉપાય જ નહીં એનુય !
આપણને આ ચંદુભાઈ માટે ખરાબ વિચાર આવતો હોય તો તમારા મોઢા પર તેની અસર રહે. તે ચંદુભાઈ એ ભાવો વાંચી જાય. તો એના માટે શું કરવું કે ‘ચંદુભાઈ મારા બહુ ઉપકારી છે, ઉપકારી છે' એમ કહેવું.
- આમ ગાઢ અભિપ્રાય કઢાય. પ્રશ્નકર્તા : ગાઢ અભિપ્રાય કાઢવા કેવી રીતે ?
દાદાશ્રી : જ્યારથી નક્કી કર્યું કે કાઢવા છે ત્યારથી એ નીકળવા માંડે. બહુ ગાઢ હોય તેને રોજ બબ્બે કલાક ખોદીએ તો એ ખલાસ થાય. આત્મા પ્રાપ્ત થયા પછી, પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય અને પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે, જે ગમે તેવી અટકણને ઉખાડી ફેંકી શકે. પણ એકવાર જાણવું પડે કે આ કારણથી આ ઊભું થયું છે, પછી એનાં પ્રતિક્રમણ કરવાં.
તમે ઓપીનિયન (અભિપ્રાય) આપો છો હવે ? પ્રશ્નકર્તા : ના, બિલકુલ નહીં હવે. દાદાશ્રી : તો બસ, નિવેડો આવી ગયો.