________________
૨૯૮
પ્રતિક્રમણ
[૧૭] વારણ, “મૂળ' કારણ અભિપ્રાયતું
એક અવતારમાં જ પ્રતિક્રમણો પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં જે કહ્યાં છે, તે ડગલે ને પગલે, રાતદિન, નિરંતર પ્રતિક્રમણ કરે, તો એક અવતારના દોષોનાં જ પ્રતિક્રમણ કરવાનાં છેને ?
દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે શું કે આપણો અભિપ્રાય ન હોવો જોઈએ. પ્રતિક્રમણ એટલે અભિપ્રાય આપણો ‘ચેન્જ' (બદલાયો) છે. આપણો અભિપ્રાય હવે રહ્યો નથી. કોઇ ખોટું કાર્ય થયું. એ કાર્યમાં જે આપણો અભિપ્રાય હતો કે આ બરોબર છે, એ બરોબરપણું છોડવા માટે પ્રતિક્રમણ કરવાનું છે કે અમે આની માફી માગીએ છીએ. ને હવે ફરી નહીં કરીએ. એટલે પ્રતિક્રમણ, અભિપ્રાય છોડવા માટે જ છે ખાલી !
પ્રશ્નકર્તા : પણ તમે મળ્યા ત્યારથી અભિપ્રાય તો છૂટ્યા જ હોય છે.
દાદાશ્રી : એ બરોબર છે, પણ તોય છે તે પ્રતિક્રમણ કરવું જોઈએ.
પ્રશ્નકર્તા: કોઈ પૂર્વગ્રહ અથવા તો અભિપ્રાય બહુ કઠણ હોય, તેને વારંવાર પ્રતિક્રમણ કરવાથી ધોવાઈ જાય ?
દાદાશ્રી : હા, ધોવાઈ જાય. પ્રશ્નકર્તા : એ જેટલીવાર અભિપ્રાય કે પૂર્વગ્રહ ઊભો થતો હોય
એટલીવાર એનું પ્રતિક્રમણ કર્યા કરવું ? - દાદાશ્રી : પ્રતિક્રમણ કર કર કરે ને એટલે ધોવાઈ જાય બધું. પૂર્વગ્રહ કેમ થાય છે ? ત્યારે કહે, ‘એને જ ચોપડ ચોપડે કર્યું.’ અતિક્રમણ કર કર કર્યા. એટલે પ્રતિક્રમણ કરે એટલે ધોવાઈ જાય. અતિક્રમણ કર્યું. એને ચોપડ ચોપડ એને જ કર્યું તે પૂર્વગ્રહ ઊભો થઈ જાય. આટલાં બધાં માણસો છે ને અહીં ક્યાંથી આ જ જડ્યો ?
ચોરતે ક્ષમા અપાય પણ સંગ ત રખાય આપણા ગુસ્સાથી સામાને દુ:ખ થયું હોય કે સામાને કંઈ પણ નુકસાન થયું હોય, ત્યારે આપણે ચંદુલાલને કહેવું કે, “હે ચંદુલાલ ! પ્રતિક્રમણ કરી લો, માફી માગી લો. સામો માણસ જો પાંસરો ના હોય, ને એને આપણે પગે લાગીએ ત્યારે એ ઉપરથી આપણને ટપલી મારે કે જુઓ, હવે ઠેકાણે આવ્યું ! મોટા ઠેકાણે લાવનાર આ લોક ! આવા લોકની જોડ ઓછી ભાંજગડ કરી નાખવી. પણ એનો ગુનો તો માફ કરી દેવો જ જોઈએ. એ ગમે તેવા સારા ભાવથી કે ખરાબ ભાવથી તમારી પાસે આવ્યો હોય, પણ એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું. સામાની પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ. પ્રકૃતિનો જ જો એ ચોર હોય, આપણે દસ વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપણને આવીને પગે લાગી જાય તો આપણે એના ઉપર શું વિશ્વાસ મૂકવો ? વિશ્વાસ ના મૂકાય. ચોરી કરે તેને માફી આપણે આપી દઈએ કે તું જા, હવે તું છૂટ્યો. અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે. પણ એના ઉપર વિશ્વાસ ના મૂકાય અને એનો પછી સંગેય ના રખાય. છતાં સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ન મૂકો તો તે પણ ગુનો છે. ખરી રીતે સંગ રાખવો નહીં ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો ના જોઈએ. જે બને તે ખરું એમ રાખવું.
અમોઘ શસ્ત્ર, અભિપ્રાયો સામે પ્રશ્નકર્તા : છતાં અવળો અભિપ્રાય બંધાઈ જાય તો શું કરવું?