________________
(૧૬) વસમી વેરની વસુલાત
૨૯૧
૨૯૨
પ્રતિક્રમણ
સો જ્ઞાની જગમાંહી.” એટલે આ “જ્ઞાન” પછી તમારે નિરંતર વર્તમાન જ હોવો જોઈએ. જે વખતે જે સંયોગ હોય ત્યાં વર્તમાનમાં જ રહેવું, એક ક્ષણ પણ વર્તમાન ન જાય, ‘અમે' નિરંતર વર્તમાનમાં જ હોઈએ. અમે અમારા સ્વરૂપમાં રહીએ અને આ ‘પટેલ વર્તમાનમાં રહે નિરંતર !!!
પ્રતિક્રમણ કરવા માટે તો ભૂતકાળને સંભારવો પડે. પ્રતિક્રમણ તો જેટલાં કંઈ આપણે ભૂલી ગયા હોઈએ તેને બોલાવીને, આજે પાછું એનું અતિક્રમણ થયું હોય તો તેને સંભારીને કરવું પડે. તે તો ચાલે જ નહીં ને ? આ પ્રતિક્રમણનો મુખ્ય માર્ગ છે આપણો ! અને “જ્ઞાન” લીધા પછી, આત્મા પ્રાપ્ત થયા પછી પ્રતિક્રમણ ના હોય. પણ આ અક્રમ માર્ગ એટલે કર્મો ખપાવ્યા સિવાય આત્મા પ્રાપ્ત કર્યો છે.
ટેટા તો ફૂટ્યા જ કરવાના પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કરીએ તે ટાઈમે જ અતિક્રમણ થાય તો શું કરવું ?
દાદાશ્રી : પછી થોડીવાર પછી કરવું. આપણે દારૂખાનું હોલવવા ગયા ત્યાં ફરી એક ટેટો ફૂટ્યો તો આપણે ફરી જવું. પાછા થોડીવાર પછી હોલવવું. એ તો ટેટા ફૂટ્યા જ કરવાના, એનું નામ સંસાર.
પ્રતિક્રમણ કરતાં કરતાં અતિક્રમણો પ્રશ્નકર્તા : ઘણીવાર એવું બને કે આ પ્રતિક્રમણ કરવા બેઠા, તો પ્રતિક્રમણ કરતાં કરતાં ડબલ અતિક્રમણ થાય, એના દોષ વધારે જોશથી દેખાવા માંડે, તો પ્રતિક્રમણ બાજુએ રહે અને ડબલ અતિક્રમણ ચાલુ થઈ જાય તો એ કઈ જાતનો કર્મનો ઉદય છે ?
દાદાશ્રી : એ તો થઈ જાય તો આપણે બંધ કરી દઈએ અને ફરી જોવું, બંધ કરીને ફરી પાછું આપણું ચાલું કરવું.
કેટલાકને થોડા પ્રતિક્રમણ કરવાથી ચોપડો ચોખ્ખો થાય. કેટલાકને
બહુ પ્રતિક્રમણ કરવાં પડે ત્યારે ચોપડો ચોખ્ખો થાય. કારણ કે ચોપડો બહુ ચીતરેલો હોય !
પ્રશ્નકર્તા : એનો અર્થ એ થયો, વારંવાર પ્રતિક્રમણ કરવાં ? દાદાશ્રી : બસ, એ જ પુરુષાર્થ !
પ્રશ્નકર્તા : એટલે જે આવું અતિક્રમણ ચાલુ થઈ જાય, પ્રતિક્રમણ કરતાં કરતાં, એ ચીકાશ જે પકડી લે તો એમાં ભૂલ તો નથી થતીને ?
દાદાશ્રી : ના, તે ઘડીએ બંધ કરી દેવું આપણે આ જેમ દૂધપાકને આપણે ઊકાળવો તો છે જ, તે ઊકળતાં ઊકળતાં ઊભરાય એટલે લાકડાં જરા બહાર ખેંચી લેવાં, વળી પાછું ફરીવાર લાકડાં ઘાલવાં. અને તે ઘડીએ બંધ ન થાય તો એમ કહેવું કે એ તો મહાન ઉપકારી છે, આવા ફરી પાછા આવા લોચામાં ક્યાં પડે છે ? એ તો મહાન ઉપકારી છે.
પ્રશ્નકર્તા : મહાન ઉપકારી કહેવાથી થોડીકવાર શાંત રહે છે, પણ પાછા જરા છેટા પડીએ કે ચઢી બેસે છે.
દાદાશ્રી : પણ તોય પછી વધારે ચીકણા નહીં થાય, આય અજાયબી છે ! આ આટલું રાગે પડ્યું છે એ જ સારું છે ! જબરદસ્ત કષાય છે અને ચોપડો બહુ છે, પાર વગરનો..
એ શું પ્રતિક્રમણ કે અતિક્રમણ ? પ્રશ્નકર્તા : મને એક વ્યક્તિ જોડે પ્રતિક્રમણ બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી ચાલે. મારું પાર જ નથી પડતું. ત્યારે હું એટલો થાકી જાઉં છું કે બેહદ થાકી જાઉં છું ત્યારે મને એમ થાય છે કે મૂક લપ, આ પ્રતિક્રમણ નહીં જોઈએ આપણને. આ તે પ્રતિક્રમણ છે કે અતિક્રમણ છે એવું થાય છે. પણ એટલું છે એના પછી શાંતિ મેળવી શકાય છે.
દાદાશ્રી : પ્રતિક્રમણ કરો કે જબરજસ્ત શાંતિ થાય. ચાખી ના હોય એવી શાંતિ ઉત્પન્ન થાય.