________________
(૧૬) વસમી વેરની વસુલાત
૨૮૯
૨૯૦
પ્રતિક્રમણ
માલિકીપણું જ નહીં, તેમાં ઉપયોગ નહીં. માલિકીપણું તો મહીં નહીં, પણ ઉપયોગેય નહીં.
આ ટેબલને તું આમ ભાંગી નાખે, મારે, તો એને લેવાદેવા નહીં. યુ આર રિસ્પોન્સિબલ” (તું જવાબદાર છે) એવી રીતે આ દેહ એમને આની માફક છૂટો દેખાયેલો !
સ્મૃતિમાં નથી લાવવું છતાં આવે છે, એ ‘પ્રતિક્રમણ દોષ’ બાકી છે તેથી.
એમાં નથી ઉથામતાં ભૂતકાળ પ્રશ્નકર્તા: ગઈકાલે સત્સંગમાં એવી વાત નીકળી કે ભૂતકાળ યાદ કર મા અને વર્તમાનમાં રહે. હવે મને થયું કે ભૂતકાળ યાદ કરવો નથી પણ ભૂતકાળનું તો, મન અને ચિત્ત સામે આ એકદમ તાદેશ્ય ખડું થઈ જાય છે. એટલે ભૂતકાળ તો આમ ડંખે છે, રુંવાડે રૂંવાડે ભૂતકાળ ઊભો થાય છે. એટલે એમ થાય કે આ ભૂતકાળ ભૂલવો કેવી રીતે ?
દાદાશ્રી : એવું છે ને, તમારી આ ક્રિયા વેરના નિકાલ માટે ચાલે છે. તમારે તો ભૂતકાળ દેખાય, એટલે પછી પ્રતિક્રમણ ચાલુ થાય. એટલે ભૂતકાળ ઉથામ્યા વગર તમારે પેલા હિસાબ ના દેખાય ને ! બાકી આવું, તમારા જેવું કો'કને જ હોય. આવું બીજા બધાને ના હોય એટલે બીજા બધાને ‘વર્તમાનમાં રહો' એમ કહીએ.
ભૂતકાળ તો બુદ્ધિશાળી માણસો હોય, જે “જ્ઞાન” નથી સમજતા, તેય ભૂતકાળને નથી ઉથામતા. શાથી ભૂતકાળ ઉથામવો નહીં ? કે જેનો ઉપાય નહીં, તેનો સંકલ્પ નહીં. ભૂતકાળ એટલે ઉપાય વગરની વાત. એટલે આપણે શું કહીએ છીએ કે જ્ઞાન મળ્યું છે માટે ભૂતકાળને ઉથામશો નહીં. ભૂતકાળને મુખય ઉથામતો નથી, તો તમને તો આ ‘જ્ઞાન’ મળ્યું છે અને ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત'ના તાબામાં સોંપ્યો છે. એટલે વર્તમાનમાં રહો. વ્યવસ્થિત ઉપર તો તમને ખાતરી થઈ ગઈ
છે ને ? તો પછી ભવિષ્યકાળ માટે તમને કશું કરવાનું રહ્યું નહીં. અને આ ભૂતકાળ જે તમે ઉથામો છો તે તમારી પાછળની ફાઈલોનો નિકાલ કરો છો એટલે એને કંઈ ભૂતકાળ ઉથામ્યો ના કહેવાય.
પ્રશ્નકર્તા : હા, હવે એ બરોબર છે.
દાદાશ્રી : આ બીજા માણસોના અમથા અમથા બીજી બાબતોમાં ભૂતકાળ ઉથામ. ફાઈલોનો નિકાલ કરવા માટે તો ભૂતકાળ ઉથામવો જ પડે. કારણ કે દુકાન આપણે કાઢી નાખવી છે એટલે હવે આપણે શું કરવાનું ? ભરેલો માલ વેચવાનો અને નવો માલ લેવાનો નહીં. છતાંય પાછો એટલો વિવેક રાખવો પડે કે અમુક માલ વેચાતો ના હોય તો, ખાંડ ખલાસ થઈ ગઈ હોય તો બીજી નવી લાવવી પડે પાછી, એટલે વિવેકપૂર્વક આ દુકાન ખાલી કરવાની છે.
પ્રશ્નકર્તા : જો ભૂતકાળને ઉથામશે નહીં કહીએ તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર શી રહી ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરે છે તેને ભૂતકાળનો વાંધો નથી. પ્રતિક્રમણ એ તો આપણે અતિક્રમણને કાઢીને એનો નિકાલ કરીએ છીએ. ભૂતકાળ ઉથામવો નહીં એટલે શું કે પરમ દાડે કો'કની જોડે લઢવાડ થઈ હોય તે મનમાં અંદર રાખી મૂકીએ. બાકી પ્રતિક્રમણ કરવા માટે યાદ આવતું હોય તો તેનો વાંધો નથી. પણ મનમાં રાખી મૂકીએ નહીં, એને આપણે બોજારૂપ સમજીએ. એવું આપણે ના કરવું. ભૂતકાળ ઉથામવો એટલે ભૂતકાળની વાત આજે સંભારીને કોઈ માણસ રડે તે. પરમ દાડે એકનો એક છોકરો મરી ગયો હોય તેને સંભારીને આજે રડે તેને ભૂતકાળ ઉથામ્યો ના કહેવાય ?
પ્રતિક્રમણ તો કરવો જ પડે ને ? અને એ પ્રતિક્રમણ તો ભૂતકાળમાં થઈ ગયેલાના જ થાય ને ? ભવિષ્યકાળને માટે પ્રત્યાખ્યાન હોય. પ્રત્યાખ્યાન ભલે થાય કે આમ બધું કરવું પડે. પણ ભવિષ્યકાળ બધો વ્યવસ્થિતના તાબામાં સોંપો છો. પછી તમારે વર્તમાનમાં રહેવું જોઈએ. બસ આટલું જ આપણું વિજ્ઞાન કહે છે, “વર્તમાન વર્તે સદા