________________
(૧૬) વસમી વેરની વસુલાત
૨૩
૨૯૪
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : પણ આવું ત્રણ દહાડા સુધી એકનું જ પ્રતિક્રમણ ચાલે તો શું કરવું ?
દાદાશ્રી : એ ગૂંચાયેલું વધારે. ચોપડા મોટા વધારે એટલે. આવડા મોટા ચોપડાવાળા ફરે જ નહીં, પણ ફર્યા છે તે અજાયબી જ છેને !
પ્રશ્નકર્તા : બસ એટલું જાણવું છે કે આ હું ખોટે રસ્તે તો નથીને ?
દાદાશ્રી : ના, તમે તો ખોટે રસ્તે ક્યાં આવ્યા છો ? તમે તો સેફસાઈડ રસ્તે છો.
પ્રશ્નકર્તા : બસ અમને એટલી શક્તિ આપો.
દાદાશ્રી : હા, એ શક્તિ અમે આપ્યા જ કરીએ છીએ. પણ હવે અહીં આવો ત્યારે વધારે થાય.
મને ખાતરી થયેલી ને એટલે પછી એમનામાં ધ્યાન આપતો નથી. સેફસાઈડ નહોતી થઈ ત્યાં સુધી ધ્યાન રાખ્યું. હવે સેફસાઈડ ઉપર છે, જતે દહાડે કામ કાઢી લેશે.
ધોવાતું, વેરતી ચીકાશ પ્રમાણે પ્રશ્નકર્તા : આપણે કોઈ જીવ સાથે વેર હોય, એનું પ્રતિક્રમણ કર્યું, પાછું એ જ જીવ જોડે કેમ પ્રતિક્રમણ કરવાનું રહે ?
દાદાશ્રી : હા, પણ પ્રતિક્રમણ કરવાનું છે, તો આવડો મોટો દોષ હતો, તે પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂટ્યું, બીજાં બધાં લાખો પડ રહ્યાં. એનાં પડ ઉખડે છે એટલે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાનાં. કોઈ માણસ જોડે આપણે મહિના-બે મહિનાના પ્રતિક્રમણથી બધું પૂરું થઈ જાય. હિસાબ ચૂકતે થઈ જાય. કોઈ માણસનો આખી જિંદગી સુધી હિસાબ ચાલ્યા કરે. ગ્રંથિ બહુ મોટી હોય. આ ડુંગળી હોય છેને, તેનું એ પડ ઊડી જાય આપણે આમ ‘એ’ કરીએ એટલે, પણ પાછું ડુંગળી ને ડુંગળી દેખાયને.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એવી રીતે આનાં પડ હોય છે બધાં. પણ એક ફેરો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ જાય જ. એટલે તમારે બીજી વખત ના કરવું પડે. દોષના એક પડનું એક જ વખત હોય.
પોતે જ છૂટવાતું, સ્વબંધનથી આ એક્સિડન્ટમાં એ બચે એવા નહોતા, તે બચી ગયા. પેલા એક્સિડન્ટમાં તો બચે, પણ કષાયના માર્ગે જે જબરજસ્ત એક્સિડન્ટ થાય, તેમાં બચી ગયા અને કષાય માર્ગથી રહિત થઈ ગયા.
પ્રશ્નકર્તા : અને હું આ કષાય માર્ગે જઈશ તો એક્સિડન્ટ અવશ્ય થશે એવું એને ફીટ થઈ ગયું છે.
દાદાશ્રી : અવશ્ય થશે એવું ફીટ થઈ ગયું.
પ્રશ્નકર્તા : એટલે પોતે પ્રતિક્રમણ કર્યા કરે. તો પોતાનો નિવેડો આવે. એમને એમ થાય કે આ ભાઈઓ છે, બીજી બધી વ્યક્તિઓ છે, એ બધાને જેટલું પોતાને મહીં ઊંધું ઊભું થાય એવું પેલા લોકોને પણ મહીં થાય કે, આને સપડાવો બરોબર, તો હવે હું પ્રતિક્રમણ કર્યા કરીશ તો પછી પેલા લોકોની જે મારે માટે આંટી છે એનું શું થાય ? એટલે મને પાછો બંધમાં નાખશે ?
દાદાશ્રી : ના, તમે તમારા બંધથી છૂટી જાવ. એ એના બંધથી છૂટશે. નહીં તો એ બંધાયેલું ને બંધાયેલું રહેશે. આ તો જાય છે, ભગવાન મહાવીરનો ન્યાય. નહીં તો ભગવાન મહાવીર છૂટત જ નહીંને ! કોઈને કોઈ બંધ રહી જ જાય ને ભગવાન મહાવીરેય છૂટત નહીં. તમે જ્યાં જ્યાં બંધાયેલા ત્યાંથી છૂટી જાવ.
પ્રશ્નકર્તા : એટલે પોતે પોતાનું છોડી નાખવાનું. પોતે પ્રતિક્રમણથી પોતાનાં બંધનો છોડી નાખવાનાં ?
દાદાશ્રી : છોડી નાખવાનાં.