________________
(૧૬) વસમી વેરની વસુલાત
૨૮૩
૨૮૪
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ જ થયુંને ? આટલું બધું પીંજણ થયું ને ?
દાદાશ્રી : પોતાનો ભાઈ આવ્યો હોય તેને મારવાનો વિચાર આવે કોઈને ?
પ્રશ્નકર્તા : પણ આટલું બધું પછી એની પર વિચાર કર્યા કે આ વેર કોણ બાંધે છે, કેમ બાંધે છે, એ બધું પ્રતિક્રમણમાં જ જાયને ?
દાદાશ્રી : પીંજણ કર્યું. કો'ક બાંધે છે એ તો તમને લાગ્યુંને ? કોઈ કશું કરે છે ? પ્રશ્નકર્તા : પોતે પોતાની જાતને જ બધું કરે છે.
દાદાશ્રી : ત્યારે બીજું શું ? સામાને જાણતાં કે અજાણતાં એના અહંકારને “એ(છંછેડીએ) કરીએ તો બીજું એ બાંધે. અને જે પછી આવે વેરનું ફળ, એવું આવે કે જિંદગી ભલાડી દે, એવું દુ:ખ આવે. કોઈ જીવને ત્રાસ ના અપાય. એ તમને ત્રાસ આપતો હોય તો તમારો હિસાબ છે. માટે જમે કરી લો. અને નવેસરથી આપવાનું બંધ કરી દો, જો આનાથી છૂટા થવું હોય તો. તમે શું નક્કી કર્યું છે ?
પ્રશ્નકર્તા : એ જે આપે છે તે હિસાબનું જ આપે છે.
દાદાશ્રી : હંઅ, આ આપણી પાસે માર્ગ સરળ આવી ગયો. ઉપાધિઓ નથી, ચિંતાઓ ઘટી ગઈ, બીજું બધું નથી. તો પછી હવે જે ધારેલું હોય એ કરી શકાય એવું છે. અને પ્રતિક્રમણ થઈ ગયાં એટલે ગમે તેટલું વેર હોય તોય આ ભવમાં જ છૂટી જવાય. પ્રતિક્રમણ એ એક જ ઉપાય છે.
ચીકણી ફાઈલો સામે પ્રતિકારભાવ પ્રશ્નકર્તા : મારી ઑફિસમાં ત્રણ-ચાર ચીકણી ફાઈલો છે. આ ફાઈલો સળી કરે, તો ફેણ મારવાના ભાવ થાય છે.
દાદાશ્રી : એમ ? હજુ આમ પહેલાંના ભાવ થાય, ફેણ માંડે નહીં ?
પ્રશ્નકર્તા: તો આવા ભાવ અહંકારને દબાવી દેવાના કે ક્રિયામાં આવવા દેવાના ?
દાદાશ્રી : આપણે દબાવવાના યે નહીં ને ક્રિયામાં આવવા દેવાનાય નહીં. શું થાય છે એ ‘જોવાનું'. ત્યારે ચંદુભાઈ શું કરે છે એ તમારે જોયા કરવાનું, બસ ! આ તમારી ફરજ, જ્ઞાતા-દ્રષ્ટાની અને ચંદુભાઈ કોના આધારે ચાલશે ? ત્યારે કહે, ‘વ્યવસ્થિત’ના આધારે. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ફાઈલોનો સમભાવે નિકાલ. બીજો કશો વાંધો નહીં. બધું કમ્પ્લીટ (સંપૂર્ણ) છે.
આમ તૂટે વેરતા તાંતા પ્રશ્નકર્તા : મારે એ વેર છૂટતાં નથી, વેરના તાંતા જે ઊભા છે, જે વાણીથી એ બંધાયેલાં છે, એ તાંતા છોડવા જતાં, એના એવાં પડ જામેલાં પડ્યાં છે કે ઉખડતાં નથી અને એની સામે જ્યારે દાદાને યાદ કર્યા, પછી અતિક્રમણનું પ્રતિક્રમણ કરવા જતાં પ્રતિક્રમણ અટકી જાય છે અને તાંતા ઊભા રહે છે. અને તાંતા પાછા જોર કરે છે. એટલે હજી એમ થાય છે કે આ કેમ છૂટતા નથી ?
દાદાશ્રી : એ તો બહુ ‘કોપેક્ટ’ કરેલું તેથી. જેમ આ રૂ હોય છેને, તે જો ગાંસડી છૂટી કરી નાખે તો આખો રૂમ ભરાઈ જાય. તેવું આ દબાવીને ‘કોમ્પક્ટ' (ઠાંસી ઠાંસીને) કરી કરીને માલ ભરેલો છે એટલે તમારે તો નિરંતર પ્રતિક્રમણ ચાલુ રાખવા પડે, તો પાર આવશે.
પ્રશ્નકર્તા : પણ ગમે એટલો પ્રયત્ન કરીએ તોય પ્રતિક્રમણ કરતાં અટકાવી દે છે. એમ થાય છે કે એની સામે પેલા વેરના તાંતા જોર કરે છે. એટલે પુરુષાર્થને પણ થકવી દે છે.
દાદાશ્રી : એ તો એવું છે ને કે ગમે એટલું જોર કરે તોય રાતે સૂઈ જવાનું. ભગવાને કહ્યું છે, દહાડે કામ કરજે પણ રાતે સૂઈ જજે.