________________
(૧૬) વસમી વેરની વસુલાત
૨૮૫
૨૮૬
પ્રતિક્રમણ
એટલે આપણે મહીં બંધ થઈ જાયને તો પેલુંય બંધ કરી દેવું. એવું એકદમ એની ઉપર જોર ના કરવું.
પ્રશ્નકર્તા : જોર એટલે મારું શું કહેવાનું છે કે પ્રતિક્રમણ આપણા હાથમાં આવવા દેતાં પેલાં તાંતો અટકાવી દે છે. એટલે પુરુષાર્થ આપણો અટકી જાય છે.
દાદાશ્રી : પણ એ પુરુષાર્થ તો અટકી જાય એનું કારણ છે. ત્યાં આગળ આપણે બંધ રાખવું. થોડીવાર રિલીફ લીધા પછી પાછું બીજું ફરીવાર પ્રતિક્રમણ ચાલુ કરવું. પણ રિલીફ લેવાની. કારણ કે અનંત અવતારનાં આ બધાં અતિક્રમણ થયેલાં છે. અતિક્રમણ સિવાય બીજું કરે છે જ શું છે ? અતિક્રમણ સિવાય બીજું કશું થતું જ નથી. કાં તો પ્રેમ કરે છે, રાગ કરે છે, તેય અતિક્રમણ કહેવાય છે. કાં તો વૈષ કરે છે, તેય અતિક્રમણ કહેવાય છે. બન્ને અતિક્રમણ છે. અને અતિક્રમણ હોય ત્યાં પ્રતિક્રમણ અવશ્ય હોવું ઘટે. જ્યાં પ્રતિક્રમણ નથી તો મોક્ષમાર્ગ નથી. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. તો જ પેલાં અતિક્રમણ ભૂંસાય.
પ્રશ્નકર્તા : આમાં બહુ પુરુષાર્થ કરવો પડે છે. દાદાશ્રી : પુરુષ થયા માટે પુરુષાર્થ થઈ શકે. પ્રશ્નકર્તા : તો એમાંથી મુક્ત રહેવા માટે શું પુરુષાર્થ કરવો ?
દાદાશ્રી : મન શું કરે છે, ચિત્ત શું કરે છે, તે જોયા કરવું એ એનો પુરુષાર્થ છે.
એનાથી બધું ઓગળે પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી ગમે તેવી કોઈની દુશ્મની હોય, વેરભાવ હોય કે તેજોદ્વેષ કરતો હોય એ ઓગળી જાય ખરો ?
દાદાશ્રી : અતિક્રમણથી આ જગત ઊભું થયું છે. બધાં દુર્ગુણો ને એ બધું અતિક્રમણથી થયું છે અને પ્રતિક્રમણથી બધું ધોવાઈ જાય.
બે જ વસ્તુ છે આ.
પ્રશ્નકર્તા : એના હૃદયનું પરિવર્તન થઈ જાય ?
દાદાશ્રી : બધું હૃદયનું પરિવર્તન થાય. અને એ તમને ઘેર ખોળવા આવે. બધું થઈ જાય.
પ્રતિક્રમણનો અર્થ શું ? પોતાના દોષ જોવા. ને જો બીજાના દોષ જુઓ તો પાછું આગળ ને આગળ ચાલે. માટે બીજાના દોષ જોવાય જ નહીં તો જ વેર છૂટે.
તો બંધત રહે ચાલુ જ પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર ક્યાં રહી, આપણને ભેગો જ નથી થવાનો છે ?
દાદાશ્રી : એ પ્રતિક્રમણ એનો અર્થ જ એ કે આ “જે થઈ ગયું”ને તેનું પ્રતિક્રમણ કરીએ છીએ. ‘થવાનું છે તેનું પ્રતિક્રમણ નથી કરતા. આપણે થઈ ગયાનું પ્રતિક્રમણ કરીએ છીએ એટલે આ ભાવથી આપણે છૂટ્યા. આપણે છોડીએ છીએ, એ છોડતા નથી.
પ્રશ્નકર્તા : સમજો કે પ્રતિક્રમણ ન કરીએ તો પછી કોઈ વખત ચૂકવવા પણ જવું પડે ?
દાદાશ્રી : ના, એને ચૂકવવાનું નથી. આપણે બંધાયેલા રહ્યા, એની આપણે લેવાદેવા નથી. સામા જોડે આપણે કશી લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : પણ આપણે ચૂકવવું પડેને ?
દાદાશ્રી : એટલે આપણે જ ફરી બંધાયેલા છીએ. માટે આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી પ્રતિક્રમણથી મટે. તેથી તો તમને હથિયાર આપેલુંને, પ્રતિક્રમણ !
આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એનાથી બધા હિસાબ ચૂક્ત થાય. બાકી વેરથી તો વેર જ વધે. સામા થઈએ તો વેર વધે. બીજાની