________________
[૧૬] વસમી વેરની વસૂલાત
(૧૫) ભાવઅહિંસાની વાટે
૨૮૧ વટાઈ જાય. એનું એ ‘ચંદુભાઈ’ પાસે પ્રતિક્રમણ કરાવવું.
પ્રશ્નકર્તા : મનમાં એવું થયેલું કે વ્યવસ્થિત રીતે એનો પણ એ રીતનો હિસાબ હશે, એવું નહીં ?
દાદાશ્રી : હિસાબ ખરો ને, એનો હિસાબ ને નિમિત્ત આપણે. પણ આપણા મહાત્માઓ એ નિમિત્ત ના થાય. એ ગાડી હાંકતા હોય ને તોય ના થાય કે મનમાં ભાવ ના હોય કે મારે કોઈને મારવું છે.
અને આપણે તો જરા ઉતાવળ આ કરે ને તો વચમાં આવી જાય તો ‘શું કરીએ” કહેશે.
પ્રશ્નકર્તા : એમાં મનના વિચારો કેવી રીતે બદલવા હવે ?
દાદાશ્રી : હવે એ કશું કરવાનું નથી. હવે તો આની પાસે પ્રતિક્રમણ કરાય કરાય કરવાનું. પણ ચોખ્ખું થઈ ગયું ને ?
પ્રશ્નકર્તા : હા, થઈ ગયું. તમે પેલું વાક્ય કહ્યું હતું ને કે કોઈ જીવમાત્રને મન-વચન-કાયાથી દુઃખ ન હો. એટલું સવારમાં બોલે તો ચાલે કે ના ચાલે ?
દાદાશ્રી : એ પાંચ વખત બોલે, પણ આ એવી રીતે બોલવું જોઈએ કે પૈસા ગણેને, અને જેવી સ્થિતિ હોય એવી રીતે બોલવું જોઈએ. રૂપિયા ગણતી વખતે જેવું ચિત્ત હોય, જેવું અંતઃકરણ હોય એવું બોલતી વખતે રાખવું પડે.
વેરતાં પ્રતિક્રમણો પ્રશ્નકર્તા : મારો ઓળખાણવાળો છે તે કહે છે કે એનો ભાઈ એને મારવા ફરે છે. એટલે મને તરત વિચાર આવ્યો કે આ આમની સાથે હું ક્યાં વેર બાંધું ?”
દાદાશ્રી : હા, સીધું વેર બાંધે પેલો. આપણે વેર કરીએ અને પેલો જાણતો હોય કે, આ મારી જોડે વેર કરે છે, એટલે એ પછી સીધું બાંધે. તે આવતો ભવ કરડીને મારી નાખે.
પ્રશ્નકર્તા : એને તો ખબર નથી કે કોણે વેર બાંધ્યું છે તે ?
દાદાશ્રી : એટલે એ વેર બાંધતો નથી આમાં. તમે વેર બાંધી રહ્યા છો, એકાંતિક, બન્ને પક્ષનાં વેર હોયને, તો વેર કહેવાય. અને વેર એટલે એ વેર લે પેલો. અને આ તો આપણી મેળે જ ઉત્પન્ન થાય મહીં, પોતે જે બાંધ્યું. હવે શું કરશો ?
પ્રશ્નકર્તા : આ વિચાર આવ્યો એની પરથી આટલું બધું પીંજણ નીકળ્યું.
દાદાશ્રી : પણ વિચાર જ આવ્યો હતો, ને બીજું કશું ઇચ્છા નહીંને ? પછી પ્રતિક્રમણ કર્યું હતું ?
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ મારાથી નથી થતાં. દાદાશ્રી : એ કરવું પડે. એમ કંઈ ચાલતું હશે ?