________________
(૧૫) ભાવઅહિંસાની વાટે
૨૭૯
૨૮૦
પ્રતિક્રમણ
થઈને છોડવાને ફેંકી દે. તમને સમજણ પડે છે ? અમારા કહ્યા પ્રમાણે કરજોને, તમારી બધી અમારી જવાબદારી. છોડવો ફેંકી દો તેનો વાંધો નથી, પશ્ચાત્તાપ થવો જોઈએ કે મારે ભાગે આ ક્યાંથી આવ્યું ?
પ્રશ્નકર્તા : સમજ્યો. આ ખેડૂત કરતાં વેપારીઓ પાપ વધારે કરે છે. અને વેપારીઓ કરતાં આ ઘેર બેસી રહે છે તે બહુ પાપ કરે છે મૂઆ, પાપ તો મનથી થાય છે, શરીરથી પાપ થાય નહીં.
દાદાશ્રી : તમારે વાત સમજવાની. આ બીજા લોકોને સમજવાની જરૂર નહીં. તમારે તમારા પૂરતી સમજવાની. બીજા લોકો જે સમજે છે એ જ બરોબર છે.
પ્રશ્નકર્તા : કપાસમાં દવા છાંટવી પડે છે તો શું કરવું ? એમાં હિંસા તો થાય જ ને ?
દાદાશ્રી : નાછૂટકે જે જે કાર્ય કરવું પડે તે પ્રતિક્રમણ કરવાની શરતે કરવું.
તમને આ સંસાર વ્યવહારમાં કેમ ચાલવું તે ના આવડે. એ અમે તમને શીખવાડીએ. એટલે નવાં પાપ બંધાય નહીં.
ખેતરમાં તો ખેતીવાડી કરે એટલે પાપ બંધાય જ. પણ એ બંધાય તેની સાથે અમે તમને દવા આપીએ કે આવું બોલજો. એટલે પાપ ઓછાં થઈ જાય. અમે પાપ ધોવાની દવા આપીએ. દવા ના જોઈએ? ખેતરમાં ગયા એટલે ખેડો-કરો, એટલે પાપ તો થવાનાં જ. મહીં કેટલાય જીવો માર્યા જાય. આ શેરડી કાપો તો પાપ કહેવાય નહીં ? એ જીવો જ છે ને બિચારા ? પણ એનું શું કરવાનું એ અમે તમને સમજાવીએ, એટલે તમને દોષ ઓછા બેસે. અને ભૌતિક સુખો સારી રીતે ભોગવો.
ખેતીવાડીમાં જીવજંતુ મરે તેનો દોષ તો લાગે ને ? એટલે ખેતીવાડીવાળાએ દરરોજ પાંચ-દસ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માગું છું. ખેડૂત હોય તેને કહીએ કે તું
આ ધંધો કરું છું તેના જીવો મરે છે. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. તું જે ખોટું કરું છું તેનો મને વાંધો નથી પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કર.
હિંસાતાં પ્રતિક્રમણો પ્રશ્નકર્તા : ગઈકાલે હું કાર ડ્રાઈવ કરતો'તો ને, ત્યારે ગાડી નીચે કબૂતર આવી ગયું. તો બહુ દુઃખ થયું.
દાદાશ્રી : તે ચંદુભાઈને દુ:ખ થયુંને ? તો ચંદુભાઈને કહીએ કે પસ્તાવો કરો, પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા : બધું કર્યું. દાદાશ્રી : કર્યું ને ? સારું.
પ્રશ્નકર્તા : પણ ખબર ન પડી કે કેવી રીતે ક્યાંથી રસ્તામાં એ આવી ગયું.
દાદાશ્રી : એવું છે ને કે એના કોઈ ગુનાથી એ મરવાનું હતું. પણ મારનારને ખોળતું હતું એ. કોઇ હિંસક જનાવર છે ? ત્યારે કહે, આ ચંદુભાઈ આવા ભાવવાળા છે, એવા મારનારને ખોળતું હતું.
અને જેણે નક્કી કર્યું છે કે મારે કોઈ જીવને મારવો નથી, તેને એ અડે નહીં. મારવો છે એવો ભાવ ના હોય, પણ ગાડી નીચે આવે તો મરી જાય, એમાં અમે શું કરીએ ? એવું કહે, તો એને એવું ભેગું થાય. સાચવવું હોય તેને એવું ભેગું થાય. જેવો ભાવ એવો તમારો હિસાબ. એ અત્યારે ભાવ થોડો મળી ગયો. જૈન થઈને ઉતાવળ કરે ને વચ્ચે કોઈ આવે તેને ‘હું શું કરું કહે.
| ગમે ત્યારે પણ સ્ટ્રોંગ પોલિસી રાખવી જોઈએ. ના, કોઈપણ સંજોગોમાં મારે મારવું નથી.
- હવે, આપણે અહીં પ્રતિક્રમણ કરાવીશું ને તો એ તો બધું ચોખ્ખું થઈ જાય. આ તો મોટા જીવ દેખાય છે, બીજા નાના જીવ તો કેટલાય