________________
(૧૫) ભાવઅહિંસાની વાટે
૨૭૫
૨૭૬
પ્રતિક્રમણ
દાદાશ્રી : એ હઉ દાઝે ? એટલે કશું છોડે નહીં. અજાણતાથી કરો કે જાણીને કરો, કશું છોડે નહીં.
એ અજાગૃતિ કહેવાય. પ્રશ્નકર્તા : કોઈ મહાત્માને જ્ઞાન પછી, રાત્રે મચ્છર કેડતા હોય, તો તે રાત્રે ઊઠીને મારવા માંડે, તો તે શું કહેવાય ?
દાદાશ્રી : એ ભાવ બગડ્યો કહેવાય. જ્ઞાનની જાગૃતિ ન કહેવાય.
પ્રશ્નકર્તા : એને હિંસક ભાવ કહેવાય ?
દાદાશ્રી : હિંસક ભાવ તો શું, પણ હતો તેવો ને તેવો થઈ ગયો કહેવાય. પણ પછી પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય.
પ્રશ્નકર્તા : પાછું ફરી તેવું ને તેવું, બીજે દહાડે કરે તો ? દાદાશ્રી : અરે, સો વખત કરે તોય પ્રતિક્રમણથી ધોવાઈ જાય.
એનાથી' નિકાચિત પણ બતે હળવાં પ્રશ્નકર્તા: ગયા ભવનું નિકાચિત કર્મ આ ભવમાં ભોગવવાનું, પણ આ ભવનું નિકાચિત કર્યું હોય એ ?
દાદાશ્રી : એ તો આવતા ભવમાં ભોગવવાનું. એ તરત ફળ આપે નહીં. પાક્યા સિવાય ફળ આપે નહીં.
પ્રશ્નકર્તા : એ નાશ પામે જ નહીંને, ભોગવવું જ પડેને ?
દાદાશ્રી : મોળું થાય, હલકું થાય, જો એની પર પસ્તાવો કર કર કરીએ તો હલકું થાય. અડધો રસ નીકળી જાય. હજુ રસ, એમાં જે કડવા રસો, જે પેઠા હોય ને તે પાછા નીકળી જાય. નિકાચિત એટલે ભોગવ્યે જ છૂટકો થાય. બીજા કોઈ ઉપાય જ નહીં. પણ એને મોળું કરી શકાય.
પ્રશ્નકર્તા : ભોગવટામાં ફેર થઈ જાય ?
દાદાશ્રી : હા, એક જણને અહીં વાગ્યું હોય તે રહેવાય નહીં. અને બીજાને એવું લાગ્યું હોય તો એ તો શાંતિથી હરેફરે બધું જ કરે, પાટો બાંધીને.
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને જ્યારે કાનમાં બરૂ માર્યા.... દાદાશ્રી : એ નિકાચિત હતું.
પ્રશ્નકર્તા : એ તો ભગવાન હતા, એટલે એમને હલકું થઈ ગયું હશે ને ?
દાદાશ્રી : ના, હલકું નથી થયું. પ્રશ્નકર્તા : તો પછી આપણા જેવાને કેવી રીતે હલકું થાય ?
દાદાશ્રી : તમે કરો તો હલકું થાય હજુ. એ તો મોટા માણસ હતા. એટલે હલકું ના કરે. એ તો રાજા હતા, તે પેલાના કાનમાં સીસું રેડાવ્યું પછી પ્રતિક્રમણેય કરેલું નહીં ને !
પ્રશ્નકર્તા : પણ એમણે તો જાણીને સીસું રેડાવ્યું પણ આપણે માંકડ કે એવી જીવાતને આમ સોયા ઘાલી ઘાલીને માર્યા હોય...
દાદાશ્રી : સોયા મરાતા હશે કે ? કેવા માણસ છો ? એ માણસને કેમ નથી મારતા ? એને માબાપ નહીં એટલે ? છોકરો ઉપરાણું લેનાર નહીં એટલે ?
પ્રશ્નકર્તા : હવે રસ્તો બતાડો એનો. આવાં તો બહુ પાપ કરેલાં છે, એના માટે શું કરવું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણ ! (કલ્પનાથી) એક વાડકીમાં માંકડ રાખી પછી એનો દેહ જોઈને, પ્રતિક્રમણ બધું કરીને, પછી એને જમાડીને છૂટો કરી દેવાનો.
પ્રશ્નકર્તા : અંદર બહુ રડવું જ આવે કે આટલું બધું પાપ કર્યું