________________
[૧૫]
ભાવઅહિંસાની વાટે
અંતિમ પ્રતિક્રમણે લેણદેણ સમાપ્ત
પ્રશ્નકર્તા : મોક્ષે જતાં પહેલાં, કોઈ પણ જાતના જીવ સાથે લેણદેણ હોય તો, આપણે એનાં પ્રતિક્રમણ કર્યા કરીએ તો એ આપણને છુટકારો આપી દે ?
દાદાશ્રી : હું.
પ્રશ્નકર્તા : આપણે જાણતા ન હોય એવા બધા જીવો ? દાદાશ્રી : ભેગા મળીને, જેટલું લખેલું એટલું જ, પછી કંઇ નહીં. પ્રશ્નકર્તા : પણ એ શું બોલાય ?
દાદાશ્રી : જે જે જીવોને કંઈ પણ મારાથી દુઃખ થયાં હોય, તે બધા મને માફ કરો.
પ્રશ્નકર્તા : જીવમાત્ર ?
દાદાશ્રી : જીવમાત્રને.
પ્રશ્નકર્તા : એટલે પછી એમાં વાયુકાય, તેઉકાય બધા જીવો આવી જાય ?
દાદાશ્રી : એ બધું બોલ્યા, એટલે એમાં બધું આવી જાય.
દુઃખ ત દેવાતો ભાવ
પ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું
૨૭૪
પ્રતિક્રમણ
કરવું ?
દાદાશ્રી : અજાણથી હિંસા થાય એટલે આપણને તરત જ પશ્ચાત્તાપ થવો જોઈએ, કે આવું ન થાય. ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની. એવો આપણો ઉદ્દેશ રાખવાનો. ભગવાને કહ્યું હતું, કોઈને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે. કોઈ જીવને સહેજેય દુ:ખ નથી દેવું, એવું રોજ પાંચ વખત ભાવના રાખજે. મન-વચનકાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો એવું પાંચ વખત સવારમાં બોલી અને સંસારી પ્રક્રિયા ચાલુ કરજે. એટલે જવાબદારી ઓછી થઈ જાય. કારણ કે ભાવનો અધિકાર છે. પેલું સત્તામાં નથી. અજાણતાતી ભૂલ, પાપ બાંધે ?
અત્યારે મહીં બીજા આડાઅવળા ભાવ આવે છે, તે પડી ગયેલાં બીજ છે. તમારે હવે જીવડું મારવું નથી, છતાંય જીવડું તમારા પગ નીચે વટાઈ જાય તો જાણવું કે આ પડી ગયેલું બીજ. ત્યાં જાગૃત રહીને પ્રતિક્રમણ કરી લેવું.
તમને શું ખબર પડે કે એ જીવડું તમારાથી વટાઈ ગયું તે શુંય વેર બાંધે ? ભૂલથી વટાઈ ગયું તે વેર કેટલું બધું બાંધે ! કારણ કે એ જીવડાંના જે સંસારી, એનાં બૈરાં-છોકરાં બધાં હોયને, ઋણાનુબંધી તો હોયને ? એ તો એમ જ જાણે કે આ ભાઈએ જાણી જોઈને માર્યું, આ ભાઈએ ખૂન કર્યું. તમને અજાણથી લાગે, પણ એમને તો એમ જ લાગેને કે મારા ઘરનો માણસ મરી ગયો, ખૂન થઈ ગયું. એનેય સંસાર તો ખરોને ? જ્યાં જાય ત્યાં સંસાર તો ખરોને ?
પ્રશ્નકર્તા : ભૂલથી થઈ ગયું હોય તો પણ પાપ લાગેને ? દાદાશ્રી : ભૂલથી દેવતામાં હાથ મૂકું તો શું થાય ? પ્રશ્નકર્તા : દાઝી જવાય.
દાદાશ્રી : નાનું છોકરું ના દાઝે ?
પ્રશ્નકર્તા : દાઝે.