________________
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી...
૨૭૧
૨૭૨
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ એ ડિસ્ચાર્જ છે, એટલે આવે તો ખરું, પણ હવે એને જોયા પછી પોતે છૂટા કેવી રીતે રહે ?
દાદાશ્રી : જાગૃતિ ઓછી, ડીમ થઈ જાય તો એમણે શું કરવું પડે ? મારી આજ્ઞામાં જ રહેવાનો પ્રયત્ન કર્યા જ કરવો. પછી ઢસરડો વાળ ને આજ્ઞામાં ના રહે, તો પછી એનું એ જ !
એટલે તું આજ્ઞામાં રહેવાનો કેટલો પ્રયાસ કરે છે ? પ્રશ્નકર્તા : ઘણો વખત. દાદાશ્રી : તમને હઉ ક્રોધ-માન બધું દેખાય છે ? પ્રશ્નકર્તા : થઈ ગયા પછી દેખાય.
દાદાશ્રી : તેનો વાંધો નહીં. થઈ ગયા પછી જ દેખાય ને. થતી વખતેય દેખાય, થયા પછીય દેખાય.
પ્રશ્નકર્તા : અને કોઈ વખત એવું થાય કે દોષ થતી વખતે દેખાતું હોય, ને તોય આ કર્યા કરે.
દાદાશ્રી : ના, એ અટકે નહીં, અટકાવવું એ ગુનો કહેવાય. કારણ કે ચાલુ ફિલ્મને જોઈ રહેવાની છે. પછી મારામારી કરતો હોય કે અહિંસા કરતો હોય કે હિંસા કરતો હોય. જોનારને હરકત નથી. એ મારામાર કરતી વખતે રડી ઊઠે તેનો વાંધો છે કે એમ ના મારશો, ના મારશો. અલ્યા ! આ ભરેલી જ ફિલ્મ છે. એટલે જોનારને કોઈ વાંધો નથી.
પ્રશ્નકર્તા : પણ એવી રીતે થતું હોય છે, ત્યારે ખબર પડેને આપણને ? અંદર વઢીએ પણ ખરા, કે આ તમે કરો છો એ સાચું નથી, તોય પાછા એક બાજુથી એ માને નહીં, તે કરે જ.
દાદાશ્રી : એનો વાંધો નહીં. કારણ કે જોનાર શુદ્ધ છે. જુએ છે. એ સારું અને ખરાબ છે, પણ તે સાપેક્ષ દૃષ્ટિથી છે. આપણને જોનારને માટે સારું-ખરાબ હોતું નથી. જોનારને તો બધું સરખું જ છે. આ તો
લોકોના મનમાં આ સારું-ખોટું છે, બાકી ભગવાનને ઘેર સારું-ખોટું છે નહીં. સમાજને સારું-ખોટું છે. ભગવાન તો શું કહે છે, જોઈ ગયો, એટલે છૂટો થઈ ગયો ! એ છૂટો ને આ છૂટું !
એટલે શું થયું કે, અજ્ઞાને કરીને, અણસમજણે કરીને બાંધેલા હિસાબ એ ‘જોઈને' કાઢો. એટલે તમે છૂટા ને એ છૂટા. “જોયા વગર બાંધેલા હિસાબ “જોઈને’ કાઢો એ છૂટા !
આ ટાંકી ખલાસ થતી થતી થતી અંતે જ્યારે ખલાસ થવા આવશે ને, ત્યારે તમને શરીર હલકું ફૂલ જેવું લાગશે. અહીં જ છૂટી ગયા એવું લાગશે.
હવે શાથી ટાંકી ખલાસ થશે ? કારણ કે એમાંથી નીકળ્યા કરે છે ખરું, પણ નવી આવક નથી અને આવક વગરની ટાંકીમાં શું રહે પછી એને ?
પ્રશ્નકર્તા : કાંઈ ન રહે. દાદાશ્રી : પછી એ વહેલું ખાલી થઈ જાય.