________________
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી...
૨૬૯
જાગૃતિ વર્તે છે કે દોષ થતાંની સાથે દેખાયા જ કરે. હજારો દોષ દેખાય, તે ઊભા થાય કે તરત દેખાય, કારણ કે કષાયભાવ બધા ઓગળી ગયા હોય છે.
કષાયભાવને લીધે અજાગૃતિ છે.
પ્રશ્નકર્તા : બીજા તરફ અતિક્રમણ ન હોય, અને કોઈ ને કોઈ કષાય ના હોય તો, તે વગર સો ટકા જ્ઞાતા-દ્રષ્ટા કેવી રીતે રહેવાય ?
દાદાશ્રી : એમ નહીં, કોઈના તરફ ભલે અતિક્રમણ વિચારમાં ય ન હોય, પણ મન તો કોઈને કોઈ કષાયમાં હોય જ, રાગમાં ના હોય તો દ્વેષમાં હોય. જ્ઞાતા-દ્રષ્ટામાં ના રહેવાય ત્યાં સુધી કષાય જ હોય.
પ્રશ્નકર્તા : આ કોઈ પણ વિચાર ચાલતો હોય ને એમાં કોઈને કોઈ કષાય હોય જ છે ?
દાદાશ્રી : હોય જ, હોય જ. પણ જે વિચારો આપણે જોઈ શકીએ એ વિચારમાં કષાય નથી.
પ્રશ્નકર્તા : એ ગૂંચળું આખું આવીને જાય પછી જ ખબર પડે. દાદાશ્રી : ના, એને જોઈ શકીએ, પછી ખબર પડે. તો પણ ત્યાં સુધી કષાય કહેવાય.
પ્રશ્નકર્તા : પંદર-વીસ મિનિટ ચાલે પછી દેખાય.
દાદાશ્રી : કષાય આપણી જાગૃતિ બંધ કરી દે. એટલે જ્ઞાતાદ્રષ્ટાપણું ના રહેવા દે. અને જો આપણને ખરાબમાં ખરાબ વિચાર આવતા હોય અને તે જોયા કરીએ તો કષાયનો કોઈ ભાગ અડતો નથી.
ક્રોધનો અભાવ ત્યાં વર્ષે ક્ષમા
આ લોકો કહેશે કે, ભગવાન મહાવીરને તો બહુ કષ્ટ પડ્યાં
પ્રતિક્રમણ
કહે છે. બહુ દુ:ખ વેઠ્યું ને બહુ તપ કર્યાં ને બહુ કષ્ટ કર્યાં.’ એ બધું કષ્ટો કરતાં મોક્ષ થાય નહીં. એ બધી શેના જેવી વાત છે, લોકો શું કહે કે કોઈ ગમે તેવો ભયંકર દોષ કરે પણ ભગવાન ક્ષમા રાખે. ભગવાન કોઈ દહાડો ક્ષમા રાખતા જ નથી. બધા લોકોને ક્ષમા દેખાય. કારણ કે ક્ષમાનો અર્થ શું છે ? ક્ષમા જેવી વસ્તુ જ નથી. ક્રોધનો અભાવ એનું નામ જ ક્ષમા. એટલે ક્ષમા કરવી ના પડે. તે આપણા આ સાધુઓને-બાધુઓને સમજાય નહીં એટલે કહે કે ભગવાન તો કેવી ક્ષમા રાખે છે ! ક્ષમા હોતી નથી. અહંકારે કરીને જે કહે છે કે જા, તને માફી આપું છું, એ બીજી વસ્તુ છે. એ ક્ષમા સમજાય છે પણ તે સ્થૂળ ભાગમાં. ક્રોધનો અભાવ એનું નામ જ ક્ષમા.'
કષાય પરવશપણે, પ્રતિક્રમણ સ્વવશપણે
૨૦૦
આ અક્રમ વિજ્ઞાન એટલું સ્વીકાર કરે છે તે ક્રોધ-માન-માયા
લોભ એ બંધ હોય તો જ સંયમ છે. નહીં તો એ થાય તો પ્રતિક્રમણ કરજો. કારણ કે એ અતિક્રમણ છે. વિષયો એ અતિક્રમણ હોતા નથી
અને આ કષાયો એ અતિક્રમણ કહેવાય. એ અતિક્રમણનું પ્રતિક્રમણ શીખવાડેલું છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી બંધ થઈ જશે. કષાયોના વ્યવહારથી જગત ઊભું થયું છે, વિષયોના વ્યવહારથી નથી થયું. કષાયોના વ્યવહારથી થયું છે જગત, એ અતિક્રમણ કહેવાય અને પ્રતિક્રમણ કરો તો ધોવાઈ જાય. કષાય થવા એ પરવશતાથી થાય છે અને એનું પ્રતિક્રમણ કરવું એ સ્વવશતાથી થાય છે. એટલે પુરુષાર્થ પ્રતિક્રમણથી છે.
તમારામાં અહંકાર અને માન એ જાય છે કે નહીં, ઓછા થાય છે કે નહીં ?
પ્રશ્નકર્તા : ઓછા થાય છે.
દાદાશ્રી : હું. તો એ બધો જે માલ છે તે જવા માંડ્યો, એ બાર મહિના થાય એટલે ચાલતા થયા. આ માલ છે એ ઓછો થઈ ગયો એટલે આત્મા થઈ ગયા.