________________
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી...
૨૬૮
પ્રતિક્રમણ
અને જીવંતનું નામ લીધું હોય તો શુંનું શું કરી નાખે ! એટલે પેલો (જીવતો) ગયો ને આ (મડદાલ) રહ્યો.
કર્તાતી ગેરહાજરીમાં કર્મ ભૂંસાય એટલે ગુસ્સો આવી જાય. પછી કહે કે, “હે દાદા ભગવાન ! તમે તો ના કહ્યું છે. અને મારે તો આ થઈ ગયું, એની માફી માગું છું.’ એટલે ભૂંસાઈ જાય પછી.
પ્રશ્નકર્તા : આવું થવું ન ઘટે. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એ તરત થવું જોઈએ ?
દાદાશ્રી : હા, એટલે ભૂંસાઈ જાય પાછું. શાથી ભૂંસાઈ જાય ? પ્રતિક્રમણથી. બધાં જ કર્મ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે માટે સંપર્ણ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ. કર્તાની ગેરહાજરીમાં ભોક્તા છીએ. માટે આ ભૂંસાઈ જાય અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં ભોક્તા છે. એટલે પ્રતિક્રમણ કરે તોય એને થોડું ઢીલું થાય, પણ ઊડી ના જાય. ફળ આપ્યા વગર રહે નહીં અને તમારે તો એ કર્મ ઊડી જ જાય. ‘હે દાદા ભગવાન, આવું ના હોવું જોઈએ.’
સર્વવિરતિ ગુણસ્થાનક ‘શૂટ ઑન સાઈટ’ (દેખો ત્યાંથી ઠાર) જેના હાથમાં આવી ગયું એને રહ્યું શું ? અને દ્વેષ ગયો પછી રહ્યું શું છે ? વૈષ ગયો એટલે શું ? ચાર કષાયોમાંથી બે કષાય નિર્મૂળ થઈ ગયા. નિર્મૂળ થયા એટલે શું ? ક્રોધ. પણ ક્રોધના પરમાણુ નહીં. એટલે ચંદુભાઈને ગુસ્સો થાય પણ એમને પોતાને ના ગમે. એટલે દ્વેષ તો સંપૂર્ણ ગયો છે. અને કપટ અને લોભ કંઈક અંશે રહ્યું છે. એ જ્યારે પૂરું થશે ત્યારે વીતરાગ થાય. તે આ ચારિત્રમોહનીયમાં જતું રહેશે. દરેકનું વિભાજન કરીએ ત્યારે જુદું જુદું થઈ જાય.
સર્વવિરતિ કોને કહેવાય છે ? બીજા કોઈ જીવનો દોષ ના દેખાય. કોઈ ગાળો ભાંડતો હોય, પણ તેનો દોષ ના દેખાય એનું નામ સર્વવિરતિ ! આથી વધારે મોટું સર્વવિરતિ પદ હોતું નથી.
કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વવિરતિ પદ , સંસારમાં બેઠાંય ! એવું આ ‘અક્રમ વિજ્ઞાન’નું સર્વવિરતિ પદ જુદી જાતનું છે. સંસારમાં બેઠા, ધૂપેલ ઑઈલ માથામાં નાખતાંય, કાનમાં અત્તરનાં પૂમડાં ઘાલીને ફરતો હોય પણ એને કોઈનો દોષ ના દેખાય.
‘અક્રમનું સર્વવિરતિ પદ એને કહેવાય છે કે કોઈનો કિંચિત્માત્ર દોષ ના દેખાયો. ત્યારથી સર્વવિરતિ પદ , એવું માનીને ચાલજો. ભલે પછી કાનમાં અત્તરનાં પૂમડાં નાખ્યાં હોય તેનો “મને વાંધો નથી, પણ કોઈ જીવનો દોષ ના દેખાય, સાપ કરડે તોય સાપનો દોષ ના દેખાય, એવું આ વિજ્ઞાન છે આપણું.
પ્રશ્નકર્તા : પછી “અક્રમ'ના એ પદમાં ‘પ્રતિક્રમણ’ જેવું કશું જ ના રહેને ?
દાદાશ્રી : પછી પ્રતિક્રમણ રહેતું જ નથી. પણ એ દોષ ના દેખાય એવું માની ના લેશો, એના કરતાં પ્રતિક્રમણ કરજો ને ! તમને શું ખોટ જવાની ? એ પાછું નવું કંઈ ખોળી કાઢતાં ક્યાંય ઊંધું પાછું ચાલ્યું જાય.
વીતદ્વેષ થયો તેને એકાવતારી કહેવાય છે. વીતષમાં જેને કાચું રહ્યું હોય, તેને બે-ચાર અવતાર થાય.
જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં કષાય શૂન્યતા જ્ઞાનીપુરુષનું આપેલું પ્રતિક્રમણ હોય તો દોષ જાય, નહીં તો દોષ જાય નહીં. અનંત અવતાર પ્રતિક્રમણ કર્યા કરે તેનાથી પુણ્ય બંધાય. આ સાધુ, આચાર્યો પ્રતિક્રમણ બોલે એનાથી દોષ ભાગે નહીં, પુચ્ચે બંધાય અને જ્ઞાનીપુરુષનું આપેલું પ્રતિક્રમણ એ તો શૂટ ઑન સાઈટ હોય. દોષ થતાંની સાથે જ પ્રતિક્રમણ કરે. આ બધાને એટલી બધી