________________
ક્રોધનો અભાવ જ્યાં, એ ક્ષમા મહાવીરની; આપવાની ચીજ હોય, સહજ ક્ષમા શૂરવીરની !
જ્ઞાતા-દ્રષ્ટા રહે ત્યાં, કષાય છે સંપૂર્ણ બંધ; જ્ઞાતા-દ્રષ્ટાપણું ચૂકે, કષાયનું વર્તે ચલણ !
પ્રતિક્રમણ કર્યા કરે, બને ચીકણું કર્મ હળવું; સીસુ કાનમાં રેડ્યું તેથી, મહાવીરને પડ્યું ભોગવવું ! જ્યાં જ્યાં હિંસાઓ કરી, મચ્છર, માંકડને માર્યા; જીવોને સામા મૂકી, પસ્તાવાથી થાય છૂટકારો !
ભાવમાં સદા રાખો, સર્વ જીવોને બચાવાય; પછી બચે કે ના બચે, પણ જોખમથી તો છૂટાય !
ખેતીમાં દવા છાંટે, ઘાસ ને કૂંપણ તોડે; તેનો પસ્તાવો કરો, ભલે પછી તે કરવું પડે !
દરરોજ દસ મિનિટ, પ્રભુને દિલથી પોકારે; ક્યાંથી કરવાનો આવ્યો, હિંસક ધંધો ભાગ મારે ! ભાવમાં સંપૂર્ણ અહિંસક, તેથી હિસાબ ના બંધાય; વેર-હિંસા-રાગ-દ્વેષનાં, પ્રતિક્રમણથી છૂટાય !
ગમ્મે તેવાં વેર પણ, પ્રતિક્રમણે છૂટી જાય; સામો છોડે કે ના છોડે, હવે જોખમ તો ‘એનું’ ગણાય !
પાછલા દોષોનું પ્રતિક્રમણ, દોષનો થાય પછી નિકાલ; નવું નથી ચીતરામણ તો, બંધનો રહ્યો ક્યાં સવાલ !
ભૂતકાળ ગયો કાયમ, ભવિષ્ય ‘વ્યવસ્થિત’ હાથ; વર્તમાનમાં વર્તે સદા, પકડ જ્ઞાનીની વાત !
લૂમ સળગી ત્યાં કરે શું ? ટેટાઓ ફૂટતા જાય; પ્રતિક્રમણ કરે બોંબનું, તેનું સૂરસૂરીયું થાય !
30
પ્રતિક્રમણ કરતાં કરતાં, અતિક્રમણ થાય ચાલુ; ધોયા કરો ધીરજથી, ના ખૂટે કિંદ આ ‘સાબુ’! વેરવી પ્રત્યે પણ ન ઘટે, અવળો એક માત્ર વિચાર; એ તો છે ઉદયાધીન, જાગૃત છે તે છૂટનાર !
પાર્શ્વનાથને પડ્યું ચૂકવવું, દસ ભવ સુધીનું વેર; અક્રમમાં જાગૃતિ ઉકેલે, સમતાથી આ વેરઝેર ! આત્મા પ્રગટ થયો હવે, પુરુષાર્થથી પરાક્રમ; અટકણ અભિપ્રાયો ઉખેડ, પછી તેનાં કર પ્રતિક્રમણ !
પ્રકૃતિ બાંધે અભિપ્રાય, પ્રજ્ઞા એને છોડતી જાય; અભિપ્રાયને ખોટો કહી, છેદ ઉડાડ્યે એ કપાય ! અભિપ્રાયની પડે અસર, સામો તો બાંધે અભાવ; ફળ તેનું આપે અચૂક, ચૂકાય આત્મનો સ્વભાવ !
ગમતું-ના ગમતું મળે, પુણ્ય ને પાપાધીન; નિમિત્તે આત્મરૂપ દેખી, પુદ્ગલ છે પર-પરાધીન ! પ્રતિક્રમણે અભિપ્રાય મુક્ત, નથી સહમતી ક્રિયામાં; સંજોગાધીન ચોર થયો, ન ધર દોષ હૃદયમાં !
અભિપ્રાય ફરતાં છૂટ્યો, દોષ મૂળથી જાતે; પૂર્વે પ્રોટેકશન ભૂલનું, તેથી બેઠેલી માથે ! અભિપ્રાય છૂટ્યો એટલે, પરમાણુ બને વિશ્વસા; બંધ પડ્યા વિણ શુદ્ધ થયાં, ફલિત થયાં તો મિશ્રસા !
પુદ્ગલ પરમાણુ કહે, ‘તમે’ થયાં’તા અમ પર લુબ્ધ; હવે થયા શુદ્ધાત્મા તમે, તો કરો અમને શુદ્ધ ! પ્રતિક્રમણ કર્યે થશો, અભિપ્રાયના વિરુદ્ધ; રિલેટિવમાં નિર્દોષ જો, રિયલમાં જુઓ શુદ્ધ !
31