SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ડિસ્ચાર્જ કષાયથી, સામાને દુઃખ થઈ જાય; તેનું ઘટે પ્રતિક્રમણ, વાત તીર્થકરોની કહેવાય ! પ્રત્યાખ્યાની આવરણ જેમ રેતીમાં દોરે લકીર; ‘સંજ્વલન' કષાયમાં, પાણીમાં જેમ દોરે લકીર ! ઉદયમાં કષાય હોય, કાર્યકારી મહીં થાય; હોય દુ:ખ ભોગવટો, ‘પ્રત્યાખ્યાની' તેને કહેવાય ! ગમે તેવાં ભારી કષાય, અંતે પ્રાકૃતિક માલ; ‘જોનાર દાઝે નહીં, જ્ઞાન ત્યાં બને છે ઢાલ ! | ડિસ્ચાર્જ ગુના મડદાલ ગણ, જ્ઞાન પછીની દશાએ; તેનું કર્મ નહીં ભારે, જ્ઞાની ગુનામાંય હસાવે !!! દિલથી પ્રતિક્રમણ કરે, તો ટુકામાં દોષ પતે; પ્રતિક્રમણ કરતાં કરતાં, જંજાળો નિયમ છૂટે ! જાથું પ્રતિક્રમણ ચાલે, જ્યાં દોષોની વણઝાર; ‘દાદા! ભેગું કરું છું, કરો આનો પૂરો સ્વીકાર' રૂબરૂમાં હિંમત ના ચાલે. તો મનમાં માફી માંગ; નોબલ હોય તો ત્યાં રૂબરૂ, નહીં તો કરે દુરુપયોગ ! મોક્ષે જતાં પહેલાં, સૂક્ષ્મ કાયને ખમાય; કર ભેગું પ્રતિક્રમણ, અંતે સહુથી છૂટાય ! પુરુષાર્થ તેને કહે, દોષનું કરે પ્રતિક્રમણ; જાણનારની જાણકાર, રહે દશા એ પરાક્રમ ! અનંતાનુબંધી’ ક્રોધ, જેમ ભેખડમાં પડી ફાડ; પ્રતિક્રમણ ના કરે તો, ભવોભવ માડે હાટ ! ‘અપ્રત્યાખ્યાની ક્રોધ, એ તો ફાટ ખેતરે જેમ; પ્રત્યાખ્યાન કે પ્રતિક્રમણ, ન થયાં માટે છે તેમ ! ઉદયમાં કષાય હોય, કાર્યકારી નવ થાય; મહીં વર્તે સમાધિસુખ, ‘સંજવલન' તેને કહેવાય ! સમકિત થતાં ચોથ, પાંચમું ‘અપ્રત્યાખ્યાની'; છટ્ટ ‘પ્રત્યાખ્યાની'માં, વ્યવહારમાં ફાઈલ જાડી ! છઠ્ઠા ગુણસ્થાનકમાં, બાહ્ય ચારિત્ર ના ગણે; સાતમે ઉદય ‘અપ્રમત'નો, “અપૂર્વ’ આઠમે ગુંઠાણે ! વિષયે નિગ્રંથ થતાં, સ્ત્રી પરિગ્રહ પણ ઊડે; ત્યારે નવમું ઓળંગે, એમ પછી દસમે ચઢે ! ક્રોધ-માન-માયા-લોભનું, પરમાણુ રહે ન માત્ર; કષાયની શુન્યતા થયે, ભગવાન પદને માત્ર ! ડિસ્ચાર્જમાં ના દિસે, પરમાણુ માત્ર કષાયનું; દાદે દીઠો કેવળ આતમા, અનુભવ પદ ત્યાં પમાય ! કષાય સહિતની પ્રરૂપણા, પામે અવશ્ય નર્ક રે; વકીલ થઈને ગુનો કરે, સજામાં મોટો ફર્ક રે ! મિથ્યાત્વીથી ઉપદેશ, પાટ પરથી નવ દેવાય; સ્વાધ્યાય કરું છું,’ સાંભળીને લાભ સૌએ લેવાય ! પોતે શુદ્ધાત્મા થયો, ‘વ્યવસ્થિત'ને સમજે તં; પ્રતિક્રમણ તુર્ત જ કરે, વીતષ થયો માત્ર જ્ઞાતા ! કોઈના નવ દેખાય દોષ, વર્તે દશા સર્વ વિરતિ; સંસારમાં સર્વ કંઈ કરતાં, એવી અક્રમની રીતિ ! પાંચમું ગુણસ્થાનક ત્યાં જાથું પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન; છઠ્ઠામાં તેથી આવે, “પ્રત્યાખ્યાની’ ગુણસ્થાન ! દોષનાં આવરણો લાખો, પ્રતિક્રમણ લાખો વાર; જાથે થયાં પૂર્વે તેથી, રહ્યાં પડ આવનાર ! 28 29
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy