________________
૨૬૦
પ્રતિક્રમણ
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી...
૨૫૯ થયું ત્યારથી આગળ વધે. પછી ચોથામાંથી પાંચમામાં આવે. વધારે પ્રતિક્રમણ કરતો કરતો છઠ્ઠામાં આવે. બસ એ જ પ્રતિક્રમણ કરતો કરતો આગળ વધે.
અનંતાનુબંધી કષાય હવે શાસ્ત્રકારોએ શું લખ્યું ? કે ભઈ, એક માણસ આ બેનની જોડે બે જ વાક્યો એવાં બોલ્યો કે જેથી એ બેનનું મન ભાંગી ગયું. એ ભઈ મન ભાંગી ગયું એવું બોલ્યા, કે આખી જિંદગીભર હવે સંધાય નહીં. આવું મન કાયમનું તૂટી જાય. એને શાસ્ત્રકારોએ શું કહ્યું ? અનંતાનુબંધી ક્રોધ, જે અનંત અવતાર સુધી રખડાવી મારે એવો આ ક્રોધ.
બીજા પ્રકારનો ક્રોધ થયો તો વર્ષ દહાડા સુધી બોલે નહીં એ. વર્ષ દહાડો થાય ત્યારે રુઝાય, ક્રોધ ભૂલી જાય ને રુઝાઈ જાય. એટલે વર્ષ દહાડાની મુદતનો, એ ક્યા પ્રકારનો ક્રોધ ? અપ્રત્યાખ્યાની ક્રોધ, એટલે જેનાં પશ્ચાત્તાપ લીધા નહોતા, પ્રતિક્રમણ કયાં નહોતાં, એટલે આ નીકળ્યો, કહે છે.
પ્રશ્નકર્તા : એકવાર જે ગુસ્સો થયેલો તે જ ગુસ્સો પાછો નીકળ્યો કહેવાય ?
દાદાશ્રી : ના, એમ નહીં. ગુસ્સો થાય પછી પ્રતિક્રમણ ન કરે, તો ફરી એવા ને એવા ફોર્સમાં નીકળે. ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ ન કરે તો વર્ષ દહાડાનું, અને પછી પ્રતિક્રમણ કરે તો પંદર દહાડાનું. પંદર દહાડામાં બેઉ પાછા બોલતા થઈ જાય, ભૂલી જાય બધું. એ કેવું કહે છે. પ્રત્યાખ્યાની ક્રોધ.
આખી જિંદગીનું તૂટી જાય એ અનંતાનુબંધી ક્રોધ. આ પથ્થરની ભેખડની વચ્ચે ફાટ થયેલી હોય ફૂટ કે બે ફૂટની, એ ગમે એટલી મહીં વસ્તુઓ પડે, તો પણ મૂળ એ ફાટ છે તે કાયમની રહે.
એની આગળ વર્ષ દહાડાનું કહ્યું કહ્યું? અપ્રત્યાખ્યાની. એમાં
ખેતરની જમીનમાં માટીમાં ફાટ પડી હોય, એટલે વર્ષે દહાડામાં સંધાઈ જાય.
પછી એની આગળનો ક્રોધ - પંદર દહાડાવાળાનો શું છે ? એ પ્રત્યાખ્યાની એમાં રેતીમાં એક લીસોટો પાડ્યો, આજે દરિયાની રેતીમાં લીસોટો પાડીએ તો શું થઈ જાય ? કેટલી વારમાં ભૂંસાઈ જાય ?
પ્રશ્નકર્તા : તરત, પવન આવે કે તરત !
દાદાશ્રી : પવન આવે એટલે એક થઈ જાય. એક કલાક-બે કલાકેય લાગે, એ પ્રત્યાખ્યાની ક્રોધ. અને ચોથો પાણીમાં લીસોટો કરીએ ને પાછો સંધાઈ જાય. તે આ પાણીનો લીસોટો કહેવાય. એ સંજવલન ક્રોધ. મહાત્માઓ બધાને પાણીના લીસોટા જેવું ના હોય. બધાને પંદર દહાડા પછી સંધાય. કેટલાકને પાણી જેવુંય હોય.
બુદ્ધિ કબૂલ કરે એવી વાત કરી છે કે, આ શાસ્ત્રકારોએ ! પ્રશ્નકર્તા : આત્મા કબૂલ કરે એવી વાત છે.
દાદાશ્રી : એ આત્મા એટલે કયો ? વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા. એ બુદ્ધિના ખેલ છે. અને આત્મા કયો હોય ? આ બધું વ્યવહાર આત્મા. મૂળ આત્મા તો એનેય જાણે છે, બધું જાણે !
અપ્રત્યાખ્યાતાવરણ કષાય
પ્રશ્નકર્તા : એક વખત અનંતાનુબંધી તૂટે, તો પછી એ ઊતરતી કક્ષામાં જાય એટલે એ પછી ધીમે ધીમે ઘટ્યા કરે ?
દાદાશ્રી : એ તો વધી જાય. પણ અપ્રત્યાખ્યાન આવે એટલે કષાય જે થાય છે, તેની પર ક્યારેય પણ પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કર્યું નથી. એટલે બધા જે કષાય આવે છે તે, પ્રત્યાખ્યાન નથી ક્યાં માટે આવે છે. એટલે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન શરૂઆત થાય. ત્યાં આગળ પછી પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર્યા કરે, પાંચમા ગુઠાણામાં, એનું ફળ આવે ત્યાં છઠ્ઠા ગુંદાણામાં જાય. છઠ્ઠામાં શું થાય ? પ્રત્યાખ્યાનાવરણ કષાય !