________________
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી...
૨૫૭
૨૫૮
પ્રતિક્રમણ
દાદાશ્રી : તે તો આપણે ‘ચંદુભાઈને’ કહેવું, એને જરા ટૈડકાવો. તારે આની પાસે કહેવું કે, આ સમભાવે નિકાલ કરીને ટૈડકાવો. અમથા અમથા નાટકીય ઢબે લઢવું કે, ‘આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે ?” એવું બધું કહેવું.
પ્રશ્નકર્તા : પણ એને તે વખતે સામે દુઃખ થાય ને, આપે કહ્યું છે ને, દુઃખ નહીં આપવાનું બીજાને ?
દાદાશ્રી : દુ:ખ નહીં થવાનું. કારણ કે એ આપણે નાટકીય બોલીએ ને તો દુ:ખ ના થાય એને, ખાલી એને મનમાં જાગૃતિ આવે, એનો નિશ્ચય બદલાય. એ દુઃખ નથી આપતા. દુઃખ તો ક્યારે આવે ? આપણો હેતુ દુ:ખ કરવાનો હોય ને, કે એને સીધાં કરી નાખું, તો એને દુ:ખ ઉત્પન્ન થાય.
અને પછી આવું કહી અને તરત પાછું ‘ચંદુભાઈને કહેવું કે, આને જરા કડક કહ્યું દોષ થયો, માટે પ્રતિક્રમણ કરો. એટલે પછી એની મનમાં માફી માંગી લેવી. પણ કહેવું અને પ્રતિક્રમણ કરવું, બેઉ સાથે કરવું, સંસારવ્યવહાર તો ચલાવવો પડે ને !
ડિસ્ચાર્જ દ્વેષ, જ્ઞાત પછી પ્રશ્નકર્તા : કામ કરતો ના હોય ને નોકરને કાઢી મૂકીએ તો તેનો દોષ લાગે ? કે વ્યવસ્થિત છે ?
દાદાશ્રી : એ દોષ નથી. જ્યાં રાગ-દ્વેષ નથી, ત્યાં પુદ્ગલની સામસામી મસ્તી છે. રાગ-દ્વેષ છે ત્યાં સંડોવાય છે. જ્ઞાન મળ્યા પછી રાગ-દ્વેષ રહેતો નથી. ને જો રહેતો હોય તો તેનો ગુનો આપણને લાગે છે. પણ તે ડિસ્ચાર્જ ષ છે. એટલે લાંબો ગુનો લાગતો નથી.
કોઈપણ ક્રિયા રાગથી થાય કે દ્વેષથી થાય. જ્ઞાન પછી રાગ-દ્વેષ, ના થાય. રાગ-દ્વેષ નથી ત્યાં પુદ્ગલ સામસામી ટકરાય. તેને જુએ, જ્ઞાતા-દ્રા તે આત્મા ! તેમાં જો તન્મયાકાર થાય તો માર ખાય. તન્મયાકાર ક્યારે થાય છે, એમાં બહુ વણાઈ ગયેલું હોય તો તન્મયાકાર
થાય, પણ પછી તમારે ચંદુભાઈને પ્રતિક્રમણ કરવા કહેવું, જેથી ચોખ્ખું થઈ જાય.
ગુસ્સાનો જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખ્ખા થઈને ચાલ્યા ગયા. એટલી તમારી ફરજ.
પ્રશ્નકર્તા : ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો તે પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય ?
દાદાશ્રી : એ પુરુષાર્થ કહેવાય, પરાક્રમ ના કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી પરાક્રમ કોને કહેવાય ?
દાદાશ્રી : પરાક્રમ તો આ પુરુષાર્થની ઉપર જાય. અને આ તો પરાક્રમ ન હોય. આ તો લ્હાય બળતી હોય તે દવા ચોપડીએ એમાં પરાક્રમ ક્યાં આવ્યું ? એ બધાને જાણે, અને આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. છેવટે આ પ્રતિક્રમણ કરતાં કરતાં બધું શબ્દોની જંજાળ ઓછી થતી જશે, બધું ઓછું થતું જશે એની મેળે. નિયમથી જ બધું ઓછું થતું જશે. બધું બંધ થઈ જાય કુદરતી. પહેલો અહંકાર જાય, પછી બીજું બધું જાય. બધું ચાલ્યું સહુ સહુને ઘેર બધું. અને મહીં ઠંડક છે. હવે મહીં ઠંડક છે ને?
પ્રશ્નકર્તા : બિલકુલ, દાદા. દાદાશ્રી : હા, તો આ બસ. એ જોઈએ આપણે.
વિવિધ ગુંઠાણામાં કષાયોની તરતમતા પ્રશ્નકર્તા : ગુણસ્થાનકો સમજાવો.
દાદાશ્રી : પહેલા ત્રણ ગુંઠાણા મોક્ષને માટે કામ લાગે નહીં, ત્યાં ચાલશે નહીં. એ તો મંદિરમાં આવ-જાય કરે એટલું જ. ભટક ભટક કરે. મહીં સમકિત થાય, ઉઘાડ થાય ત્યારે ચોથા ગુંઠાણેથી કામ લાગે. સમકિતનો ઉઘાડ થાય પછી. તેથી આ બધા પહેલા ત્રણ ગુઠાણામાં ભટક-ભટક કર્યા કરે છે. ચોથામાં અજવાળું થાય. એ સમક્તિ