________________
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી...
૨૫૫
૨૫૬
પ્રતિક્રમણ
મનમાં અંતર લાંબું પડ્યા કરે. કોઈ વખત એકાદ-બે પ્રતિક્રમણ થાય, તો અમુકમાં પ્રતિક્રમણ ચાર-પાંચ વાર કે વધારે વાર કર્યા કરવાં પડે. તો એક જ વાર કરે તો આવી જાય બધામાં ?
દાદાશ્રી : જેટલું થાય એટલું કરવું. અને પછી જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ ભેગાં થઈ જાયને, તો જાથું કરવું કે આ બધા કર્મોનાં મારાથી પ્રતિક્રમણ થતાં નથી. આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. આપણે દાદા ભગવાનને કહી દેવાનું, બીજા કોઈને નહીં, કે હે દાદા ભગવાન ! આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું.’ તે પહોંચી ગયું.
રૂબરૂમાં માફી
પ્રશ્નકર્તા : દાદા, પશ્ચાત્તાપ કે પ્રતિક્રમણ કરીએ તો ઘણીવાર એવું હોય કે કોઈ ભૂલ, કોઈની પર ક્રોધ થઈ ગયો, તો અંદરથી તો બળતરા થાય કે આ ખોટું થઈ ગયું, પણ પેલાની સામે માફી માંગવાની હિંમત ના હોય.
દાદાશ્રી : એવી માફી માંગવીય નહીં. નહીં તો એ તો પાછા દુરુપયોગ કરે. ‘હા, હવે ઠેકાણે આવી કે ?” એવું છે આ. નોબલ (ઉમદા) જાત નથી. આ માફી માંગવા જેવા માણસો ન હોય. મહીં ખરો, ખરાં નહીં. તે હજારોમાં દસેક જણ એવાં હોય કે માફી માગતાં પહેલાં એ નમી જાય વધારે. તમે માગવા આવો તે પહેલાં એ નમી જાય વધારે. બાકી આ તો કહેશે, ‘હા, જો ક્યારનો કહેતો હતો. માનતી નહોતી ને ? હવે ઠેકાણે આવી ને ? એટલે અંદર જ માફી માંગી લેવી. એના શુદ્ધાત્માનું નામ દઈને !
એ આપણે નથી જોવાતું પ્રશ્નકર્તા : આપણે સામા માણસ પર ક્રોધ કરીએ, પછી તરત આપણે પ્રતિક્રમણ કરી લઈએ, છતાં પણ આપણા ક્રોધની અસર સામા માણસને તરત તો નાબૂદ થતી નથી ને ?
દાદાશ્રી : એ નાબૂદ થાય કે ના થાય, એ આપણે જોવાનું નથી.
આપણે તો આપણાં જ કપડાં ધોઈને ચોખ્ખું રહેવું. સામો મળ્યો તો તે સામાનો હિસાબ હશે તેથી એ મળી ગયો હશે ! આપણી ઇચ્છા નથી છતાંય. તમને મહીં ના ગમે છતાં થઈ જાય છે ને ?
પ્રશ્નકર્તા : ક્રોધ થઈ જાય છે.
દાદાશ્રી : માટે એને આપણે જોવાનું નહીં, આપણે પ્રતિક્રમણ કરવાનું. આપણે કહેવાનું કે, ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો.” પછી એ જેવું કપડું બગડ્યું એ ધોશે ! બહુ ઘડભાંજમાં ઉતરવાનું નહીં. નહીં તો પાછું આપણું ફરી બગડે.
વ્યવહાર, અંડરહેન્ડ સાથેતો પ્રશ્નકર્તા : હવે નિંદા કરી, ત્યારે ભલે એને જાગૃતિ ન હોય, નિંદા થઇ કે ગુસ્સો આવ્યો. તે વખતે નિંદા કરી કહેવાય ?
દાદાશ્રી : તે એને જ કષાય કહે છે, કષાય એટલે બીજાના તાબામાં થઈ ગયો. તે ઘડીએ એ બોલે, પણ છતાંય પોતે જાણતો હોય કે, આ ખોટું થઈ રહ્યું છે, કેટલીક વખતે ખબર હોય ને કેટલીક વખતે બિલકુલેય ખબર ના હોય, એમને એમ જ જતું રહે. પછી થોડીવાર પછી ખબર પડે. એટલે બન્યું તે ઘડીએ “જાણતો' હતો.
પ્રશ્નકર્તા : અમારે ઑફિસમાં ત્રણ-ચાર સેક્રેટરી છે. એને કહીએ આમ કરવાનું છે, એક વાર, બે વાર, ચાર-પાંચ વાર કહીએ તોય એની એ જ ભૂલ કર્યે રાખે તો પછી ગુસ્સો આવે તો એનું શું કરવાનું ?
દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે તમને ક્યાં ગુસ્સો આવે છે ? ગુસ્સો તો ચંદુલાલને આવે. એ ચંદુલાલને પછી આપણે કહેવું, ‘હવે દાદા મળ્યા છે. જરા ગુસ્સો ઓછો કરો ને.'
પ્રશ્નકર્તા: પણ એ સેક્રેટરીઓ કશું ઈમ્પ્રવ (સુધારો) નથી થતી. તો એને શું કરવું ? સેક્રેટરીને કંઈ કહેવું તો પડે ને, નહીં તો, એ તો એવી ને એવી જ ભૂલ ક્યે રાખે ! એ કામ બરોબર કરતી નથી.