________________
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી...
૨૪૭
૨૪૮
પ્રતિક્રમણ
દાદાશ્રી : મારે વીતરાગ થવું છે માટે રાગ બંધ કરી દેવાનો. મારે જે સ્ટેશન પર પહોંચવું છે. જલદી, એટલે ત્યાં આગળ બેઠા હોય ત્યાંથી ઊઠવાનું એવું જ હોય ને ? એ રીતે બંધ કરી દેવાનાં.
કારણ કે એ રાગ-દ્વેષ બેઉ ડિસ્ચાર્જ સ્વરૂપ છે, જ્ઞાન લીધા પછી. અને જો સામા પર દ્વેષ થાય તો એને દુઃખ થાય, ઈફેક્ટ (અસર) આવે. એટલે આપણે પ્રતિક્રમણ કરીએ તો ષ ધોવાઈ જાય અને રાગ તો કોઈને કશું થવાનું નહીં. અને ડિસ્ચાર્જ છે એટલે એ તો ઊડી જવાનું છે. એટલે પ્રતિક્રમણ ના થાય તોય ઊડી જવાનું છે, એટલે પ્રતિક્રમણ ના થાય તોય કશું ના થાય.
જેમ આપણે વ્યાપાર કરતા હોઇએ, આપણે બીજાં લોકો પાસે દસ લાખ રૂપિયા માંગતા હોઈએ અને લોકો પાંચ લાખ રૂપિયા આપણી પાસે માંગતા હોય, તો લોકોને એમ લાગે કે આમને ત્યાંથી લઇ આવો. હવે એ તો રાતે બે વાગે ઊઘરાણીમાં આવે. હવે આપણે તો મોક્ષે જવું છે, એટલે એને આપી દેવાના. અને આપણા છે તે પેલા ના આવે તો આપણે માંડવાળ કરી શકીએ. એવી રીતે આ રાગ ને વૈષનું કરવાનું.
પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગનો વાંધો નથી, દ્વેષનો વાંધો છે. પણ રાગથી આત્માના પ્રોગ્રેસ (પ્રગતિ)માં અંતરાય આવે ?
દાદાશ્રી : એ તો જે રાગ ભરેલો છે એ આવ્યા વગર રહે નહીં ને, અને રાગ આપણો વધવાનો નથી, એ ડિસ્ચાર્જ છે. એ આપણને હરકતકર્તા નથી. એ ભરેલો છે માલ, એ આવ્યા વગર રહે નહીં ને ? આપણે રાગ કરતા નથી, આ તો ભરેલો માલ છે. એ રાગ થાય છે. એટલે આપણે એની જોડે મીઠાશથી બોલીએ એટલું જ ! એ બધું ય ડિસ્ચાર્જ છે. અવરોધ તો કરવાનો જ હતો પણ એ ડિસ્ચાર્જ થયું એટલે આજ્ઞા પાળવી જોઈએ ને ! એટલે તમે જો આજ્ઞા પાળોને તો નિરંતર આત્મામાં જ છો. તમે નોકરી કરતા હો કે ગમે તે પણ આજ્ઞા પાળો ને તો નિરંતર આત્મામાં જ છો.
પ્રશ્નકર્તા : રાગ હોય ત્યાં આગળ કેવી રીતે આજ્ઞામાં રહેવાય ?
દાદાશ્રી : એ રાગ ને જે દ્વેષ છે બેઉં, એ કોને કહેવાય છે? કૉઝિઝ રાગને રાગ કહેવાય છે. ઇફેક્ટિવ રાગને રાગ નથી કહેવાતો. તે આ અત્યારે જે રાગ છેને, એ કૉઝિઝ રાગ નથી. ઇફેક્ટિવ છે. કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા. અને શુદ્ધાત્માને રાગ-દ્વેષ હોય નહીં અને ઇફેક્ટ છે તે ચંદુલાલની છે આ.
ઇફેક્ટ રાગ હોય કે દ્વેષ હોય તો આપણે ‘ચંદુલાલ'ને એમ કહેવું પડે કે, ખરાબ થાય એમાં આને ‘એટેક' કેમ કરો છો ? માટે પ્રતિક્રમણ કરો. અને રાગને માટે કશુંય નહીં.
- રાગ વખતે જુદાપણાની જાગૃતિમાં ના રહે, આજ્ઞામાં ના રહે, તો પછી તેનું પ્રતિક્રમણ કરવું પડે.
સ્વમાન છૂટતાં જ મોક્ષ પ્રશ્નકર્તા : આપણું સ્વમાન ઘવાય નહીં અને છતાં પ્રતિક્રમણ થાય એવો કોઈ રસ્તો ખરો ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો થાય. પ્રતિક્રમણ ને સ્વમાનને ક્યાં વાંધો છે ? તેમાં સ્વમાન ક્યાં ઘવાય છે ? ભગવાનની પાસે સ્વમાન હોય નહીંને ? સ્વમાન તો લોક પાસે હોય. ભગવાન પાસે તો આપણે દીનતા દેખાડવામાં કોઈ વાંધો નથી. બીજાની પાસે દીન ન થવું જોઈએ. સ્વમાનનો અર્થ શું કે બીજાની પાસે દીન ન થાવ. અને સ્વમાન જેનું છૂટ્યું એ મોક્ષનો અધિકારી થઈ ગયો.
આપણા અભિમાતની સામા પર અસરો પ્રશ્નકર્તા : અમારા એ અભિમાનથી કોઈને તકલીફ ના થાય અને સંતાપ ના થાય, એને બદલે સામાને સુખ થાય, એને માટે અમારે શું કરવાનું?
દાદાશ્રી : આટલો ભાવ જ કરવાનો. બીજું કશું કરવાનું નહીં.